બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખુદ સરકાર આપશે દર મહિને ₹20000! એ કઇ રીતે, જાણી લો નહીંતર તારીખ જતી રહેશે

MWCD Internship 2026 / ખુદ સરકાર આપશે દર મહિને ₹20000! એ કઇ રીતે, જાણી લો નહીંતર તારીખ જતી રહેશે

Jinal Chauhan

Last Updated: 02:32 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી મંત્રાલય સાથે કામ કરવાનો અનુભવ મેળવવા ઇચ્છતી મહિલાઓ માટે સુવર્ણ તક આવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (MWCD) દ્વારા ઇન્ટર્નશિપ માટે અરજીઓ મંગાવવામાં આવી છે જેમાં પસંદ થયેલી ઉમેદવારીઓને દર મહિને ₹20,000નું સ્ટાઇપેન્ડ પણ મળશે.

જો તમે સરકારી મંત્રાલય સાથે કામ કરવાનો અનુભવ મેળવવા માંગતા હોવ, તો તમારા માટે સારા સમાચાર છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય (MWCD) દ્વારા 2026 માટે ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આ ઇન્ટર્નશિપ દ્વારા પસંદ થયેલી મહિલાઓને મહિલા અને બાળકો સંબંધિત મુદ્દાઓ પર સીધું કામ કરવાની તક મળશે. હાલમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર 2026 બેચ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 જૂન 2026 છે.

કોણ અરજી કરી શકે?

આ ઇન્ટર્નશિપ માટે નોન-ટિયર-1 શહેરો અને ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ અરજી કરી શકે છે. તેમાં વિદ્યાર્થીનીઓ, સંશોધક (સ્કોલર), સામાજિક કાર્યકરો અને શિક્ષિકાઓનો સમાવેશ થાય છે. ઉમેદવાર કોઈપણ યુનિવર્સિટી, શૈક્ષણિક અથવા બિન-શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતી હોવી જોઈએ. અરજીકર્તાની ઉંમર 21 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે.

કેટલી બેઠકો ઉપલબ્ધ છે?

આ બેચમાં કુલ 20 ઇન્ટર્નની પસંદગી કરવામાં આવશે. ઇન્ટર્નશિપનો સમયગાળો 2 મહિનાનો રહેશે.

શું મળશે?

પસંદ થયેલી ઇન્ટર્નને દર મહિને ₹20,000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ઉપરાંત દિલ્હી આવવા અને પરત જવા માટે AC ટ્રેન અથવા AC/ડિલક્સ બસનું ભાડું પણ આપવામાં આવશે. ઇન્ટર્નશિપ દરમિયાન દિલ્હીમાં રહેવા માટે શેરિંગ હોસ્ટેલની સુવિધા મળશે, જેમાં એક રૂમમાં ત્રણ ઉમેદવાર રહી શકશે. ઉપરાંત ઇન્ટરનેટ અને સ્ટેશનરી જેવી જરૂરી સુવિધાઓ પણ આપવામાં આવશે. જો ઇન્ટર્નશિપ દરમિયાન કોઈ સત્તાવાર પ્રવાસ પર જવાનું થાય તો તેનો ખર્ચ પણ સરકારના નિયમો મુજબ ચૂકવવામાં આવશે.

શું કામ કરવાની તક મળશે?

પસંદ થયેલા ઉમેદવારોને મહિલા અને બાળકોના કલ્યાણ સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ કરવાની તક મળશે. તેઓ પાયલોટ પ્રોજેક્ટ, માઇક્રો સ્ટડી અને પોલિસી એનાલિસિસ જેવા પ્રેક્ટિકલ કામમાં ભાગ લઈ શકશે. આ ઇન્ટર્નશિપ દ્વારા સરકારી નીતિઓ અને યોજનાઓને નજીકથી સમજવાનો અનુભવ મળશે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ આખરે આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, જુઓ પ્લેયર્સ લિસ્ટ

સિલેક્શન કેવી રીતે થશે?

ઇન્ટર્નની પસંદગી મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી એક સમિતિ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોની લાયકાત અને અરજીના આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારો મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ જરૂરી વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરી, ફોટો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરવું પડશે. આ ઇન્ટર્નશિપ સરકારી ક્ષેત્રમાં અનુભવ મેળવવા અને સામાજિક વિકાસ સંબંધિત મુદ્દાઓ પર કામ કરવાની ઇચ્છા ધરાવતી મહિલાઓ માટે એક ઉત્તમ તક સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

apply online 2026 MWCD Internship 2026 government internship
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ