ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Politics / mumbai maharashtra assembly election 2019 shiv sena hardend stance sanjay raut says alliance with bjp

વિધાનસભા ચૂંટણી / શિવસેનાએ કહ્યું, 144 બેઠકો નહીં તો BJP સાથે ગઠબંધન પણ નહીં

Published By: Mehul

Last Updated: 02:45 PM, 19 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં તમામ પાર્ટી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઇ છે, પરંતુ બેઠક વહેંચણીને લઇને BJP અને શિવસેના (ShivSena)ની વચ્ચે ખેંચતાણ વધતી જઇ રહી છે. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમની પાર્ટી બરાબરીની સ્થિતિમાં જ બીજેપી સાથે મળીને ચૂંટણી લડશે.

ADVERTISEMENT

  • સંજય રાઉતે કહ્યું કે, 144 બેઠકો નહીં તો બીજેપી સાથે ગઠબંધન નહીં
  • ઉદ્ધવ ઠાકરે અનુચ્છેદ 370ને લઇને કેન્દ્ર સરકારની કરી હતી પ્રશંસા
  • મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકો છે

શિવસેના બરાબરીનો દરજ્જો ઇચ્છે છે

સંજય રાઉતે કહ્યું કે, 144 બેઠકો નહીં મળે તો બીજેપીની સાથે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન પણ નહીં કરવામાં આવે. નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી અને શિવસેના વચ્ચે રાજ્યમાં બેઠકની વહેંચણીને લઇને સ્થિતિ સ્પષ્ટ થતી દેખાઇ રહી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, બીજેપી-શિવસેના ગઠબંધનમાં ભાજપ મોટા ભાઇની ભૂમિકા નિભાવવા ઇચ્છે છે. જ્યારે, શિવસેના બરાબરીનો દરજ્જો ઇચ્છે છે. એવામાં બંને પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ખેંચતાણ જોવા મળી રહી છે. 

50-50 ફોર્મૂલા પર અડગ શિવસેના

સંજય રાઉત પહેલા મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના નેતા દિવાકર રાઉતે કહ્યું હતું કે 144 બેઠકો ન મળવા પર બીજેપીની સાથે ચૂંટણી ગઠબંધન તુટી શકે છે. તેના પર પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે કહ્યું, 'જ્યારે અમિત શાહ, અને મુખ્યમંત્રી (દેવેન્દ્ર ફડણવીસ) વચ્ચે વાતચીત દરમિયાન 50-50ની ફોર્મૂલા અપનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો આ નિવેદન ખોટુ નથી. ચૂંટણી સાથે લડીશું, કેમ નહીં લડીએ.' 

રામ મંદિર બનાવવાની માંગ કરી

બેઠક વહેંચણી પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અનુચ્છેદ 370ને લઇને કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી. સાથે જ એમણે રામ મંદિર બનાવવાની માંગ કરી હતી. એમણે કહ્યું હતું કે હવે રામ મંદિર માટે રાહ જોવાનો કોઇ અર્થ નથી. ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે અમે શિવસેના કાર્યકર્તાને કહ્યું છે કે એમણે તૈયાર રહે. હવે સમય આવી ગયો છે કે રામ મંદિરની આધારશિલા અયોધ્યામાં રાખવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra amit shah assembly election sanjay raut ગુજરાતી ન્યૂઝ Assembly election

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ