બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / 243 રન બનાવીને પણ મુંબઈ હોમ ગ્રાઉન્ડમાં હાર્યું, હૈદરાબાદની 6 વિકેટે જીત
Last Updated: 11:57 PM, 29 April 2026
IPL 2026 ની 41મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. એમાં મુંબઈએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રીકેલ્ટનની ધમાકેદાર સદીના આધારે, મુંબઈએ હૈદરાબાદ સામે 243 રન બનાવ્યા હતા. પણ તેમ છતાં હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું હતું.
ADVERTISEMENT
High 𝐅𝐈𝐕𝐄 if you loved that, Orange Army 🫶🧡 pic.twitter.com/0SogRa36I4
— SunRisers Hyderabad (@SunRisers) April 29, 2026
244 રનના જવાબમાં હૈદરાબાદની ઇનિંગ્સ અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે શરૂ કરી હતી. આ બંનેએ આક્રમક બેટિંગ કરીને પાવરપ્લેમાં એટલે કે 6 ઓવરમાં ટીમનો સ્કોર 92 સુધી પહોંચાડ્યો હતો. જેમાં અભિષેક શર્માએ 24 બોલમાં 45 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે પણ 30 બોલમાં 76 રન બનાવ્યા હતા. ત્યારબાદ હેનરિક ક્લાસેનનો વિસ્ફોટક ઇનિંગ રમ્યો હતો. એમાં ક્લાસેન 30 બોલમાં 65 રન બનાવ્યા હતા. જ્યારે સલીલ અરોરાએ પણ 10 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. આમ હૈદરાબાદે માત્ર 18.4 ઓવરમાં 249/4 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
મુંબઈ માટે રાયન રિકેલ્ટન અને વિલ જેક્સે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. આ બંનેએ શાનદાર બેટિંગ કરી અને પાવરપ્લેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર મુંબઈનો સ્કોર 78 સુધી પહોંચાડ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સને પહેલો ફટકો 8મી ઓવરમાં પડ્યો જ્યારે જેક્સ 22 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં સૂર્યકુમાર યાદવ ફ્લોપ ગયો હતો તેને માત્ર 5 રન બનાવ્યા હતા. ત્યાર બાદ નમન ધીર અને રિકેલ્ટને સારી પાર્ટનરશીપ બનાવી હતી. જોકે, 14મી ઓવરમાં નમન ધીર 22 રન બનાવીને આઉટ થયો હતો. પણ , રિકેલ્ટને 44 બોલમાં તેની IPLની સદી ફટકારી હતી.આના આધારે મુંબઈએ હૈદરાબાદ સામે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા.
UNORTHODOX FINAL BOSS 😎pic.twitter.com/c6gcJCq1KI
— SunRisers Hyderabad (@SunRisers) April 29, 2026
ADVERTISEMENT
સનરાઇઝર્સ હૈદરાબાદ (પ્લેઇંગ ઇલેવન): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષ દુબે, સાકિબ હુસૈન, પ્રફુલ હિંગે, ઇશાન મલિંગા.
ADVERTISEMENT
મુંબઈ ઇન્ડિયન્સ (પ્લેઇંગ ઇલેવન): રાયન રિકેલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિંઝ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, એએમ ગઝનફર, અશ્વિની કુમાર.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.