બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Mumbai Indians Joffra Archer is injured before the match played against Chennai Super Kings

IPL 2023 / મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, ચેન્નાઈ સામેની મેચ પહેલા ઇજાગ્રસ્ત થયો આ ખેલાડી

Megha

Last Updated: 03:15 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઈન્ડિયન્સનો એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે અને એ કારણે તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આ મેચમાંથી બહાર થવું પડી શકે છે.

  • મુંબઈ ઈન્ડિયન્સનો એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો
  • ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આ મેચમાંથી બહાર થવું પડી શકે
  • 36 મેચમાં 46 વિકેટ ઝડપી છે

IPL 2023ની 12મી મેચ આજે સાંજે 7.30 વાગ્યે રમાવવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. જો કે વાત એમ છે કે આ મોટી મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે અને એ કારણે તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આ મેચમાંથી બહાર થવું પડી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. 

મુંબઈ ઈન્ડિયન્સનો આ ખેલાડી થયો ઇજાગ્રસ્ત 
જસપ્રીત બુમરાહની ઈજા બાદ મુંબઈ ઈન્ડિયન્સની જીતની આશા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પર હતી પણ જોફ્રા આર્ચર ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ પહેલા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જણાવી દઈએ કે પૂર્વ ક્રિકેટર એસ બદ્રિનાથે પોતાની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું છે કે નેટ સેશન દરમિયાન જોફ્રા આર્ચરની કોણીમાં બોલ વાગી ગયો હતો જેના કારણે તે આવનારી મેચમાંથી બહાર થઈ શકે છે. 

36 મેચમાં 46 વિકેટ ઝડપી છે
નોંધનીય છે કે વર્ષ 2019 માં જોફ્રા આર્ચરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને IPLમાં 36 મેચમાં 46 વિકેટ ઝડપી છે. તેમની ઈકોનોમી 7 ની આસપાસ છે. જોફરા આર્ચરના કુલ ટી20 રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 128 ઇનિંગ્સમાં 167 વિકેટ લીધી છે.  

મુંબઈ ઈન્ડિયન્સ હારી હતી પહેલી મેચ 
મુંબઈ ઈન્ડિયન્સ હજુ પણ આઈપીએલ 2023માં પોતાની પહેલી જીતની રાહ જોઈ રહ્યું છે. જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સને સિઝનની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ પાંચ વખત IPL ટ્રોફી જીતી છે. 

મહત્વનું છે કે મુંબઈએ IPL 2022ની મેગા ઓક્શનમાં ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચરને ખરીદ્યો હતો પણ ઈજાને કારણે તે આખી સિઝન રમી શક્યો નહોતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ