બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / mukhtar ansaris body will remain completely safe in the grave even after ten years afzal said

ગાઝીપુર / 'દશ વર્ષ પછી પણ કબરમાં સુરક્ષિત રહેશે મુખ્તાર અંસારીની લાશ એવી રીતે દફનાવાઈ' નવો દાવો

Hiralal

Last Updated: 04:56 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માફિયા ડોન મુખ્તાર અંસારીને ઝેર આપીને મારી નાખ્યાંનો દાવો કરનાર તેના મોટા ભાઈ અફઝલ અંસારીએ એવું કહ્યું કે મુખ્યારને અન્યાય થયો છે.

તેમના પર ઝેર આપીને મોતને ઘાટ ઉતારવાનો આરોપ લગાવનાર મુખ્તાર અંસારીના મોટા ભાઈ અફઝલ અંસારીએ એક નવો દાવો કર્યો છે કે અંસારીનું કહેવું છે કે મુખ્યારના મોત સાથે તેમની કહાની પૂરી થઈ નથી પરંતુ હવે ખરુ શરુ થયું છે. અફઝલે કહ્યું કે અફઝલે કહ્યું કે, લાશને એવી રીતે દફનાવવામાં આવી છે કે પાંચ-દસ વર્ષ સુધી બહાર કાઢવામાં આવે તો પણ તે સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. તેની સાથે અન્યાય થયો છે. સુપ્રીમ કોર્ટના આદેશને પણ સ્વીકારવામાં આવ્યો નથી. કોઈને પણ ICUમાંથી સીધા ઘરે મોકલવામાં આવતા નથી પરંતુ મુખ્તારને આઈસીયુમાંથી બહાર કાઢીને સીધો જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

લાશ પર માટી માટે પણ મંજૂરી 
અફઝલે એવું કહ્યું કે આજ દિન સુધી દેશમાં કોઈની સ્મશાનયાત્રામાં લઈ જવા માટે એવું નથી પૂછાતું કે કેટલા લોકો સ્મશાનમાં જશે અથવા તો કેટલા લોકો ચિત્તા પર લાકડાં રાખશે. જનાજામાં કેટલા લોકો આવશે અને કેટલા લોકો માટી નાખશે. ચૂંટણી વખતે કોઈ મરે તો તેની માટી માટે પણ ક્યારેક કોઈની મંજૂરી લેવાઈ છે? 

અફઝલ અંસારીએ સવાલ ઉઠાવ્યાં 
મીડિયા સાથે વાત કરતા અફઝલે કહ્યું કે મુખ્તાર અંસારીએ મોતના થોડા કલાકો પહેલા તેના પુત્ર ઓમર અંસારી અને પુત્રવધૂ નિખત સાથે વાત કરી હતી. કહ્યું કે વાતચીતનો ઓડિયો દરેક જગ્યાએ વાગી રહ્યો છે. તે સાંભળો. મુખ્તાર સ્પષ્ટ રીતે કહી રહ્યો છે કે દસ દિવસથી પેશાબ કે ગતિ પણ થઈ નથી. તે જાતે પણ બેસી શકતો નથી. આઈસીયુમાંથી કાઢીને સીધા જેલમાં મોકલવામાં આવતા ડોક્ટરનું કહેવું છે કે તેમની હાલત એકદમ ઠીક છે. જો તે ઠીક હતો, તો 24 કલાક પછી તેનું મોત કેમ થયું?

ગુરુવારે બાંદા જેલમાં હાર્ટએટેકથી થયું હતું મોત
માફિયા ડોન મુખ્તાર અંસારીનું બાંદા જેલમાં હાર્ટએટેકથી  મોત થયું હતું જે પછી તેને ગાઝીપુરના કબ્રસ્તાનમાં દફનાવાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ