બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / mukesh ambani reliance industries share price jumped over 4 percent

કમાણી / રોકેટ બની ગયો રિલાયન્સનો શેર, થોડીક જ મિનિટોમાં 80, 815 કરોડની કરી કમાણી, જુઓ એવું તો શું થયું

Kishor

Last Updated: 06:06 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજારની તેજીમાં મુકેશ અંબાણીએ સારી એવી કમાની રોળી નાખી છે, રિલાયન્સએ થોડીવારમાં જ 80, 800 કરોડથી વધુની કમાણી કરી છે.

  • મિનિટમાં મુકેશ અંબાણીની રિલાયન્સને 80.800 કરોડ રૂપિયાનો ફાયદો
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં હાલ સારો ઉછાળો
  • કંપનીનો માર્કેટ કેપ 18.50 લાખ કરોડ રૂપિયા

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ફાયનેંશિયલ આર્મ ડિમર્ઝરની રેકોર્ડ 20 જુલાઇ કરવામાં આવી છે. જેનો અર્થ એ થયો કે જીયો ફાઇનેંશિયલ લિમિટેડ 20 જુલાઇએ અલગ યુનિટ થઇ જશે અને તેનો ટૂંક સમયમાં આઇપીઓ પણ માર્કેટમાં લાવવામાં આવશે. આ સમાચાર બાદ આજે સવારથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આગ ઝરતી તેજી જોવા મળી હતી. આંકડા પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર લાઇફ ટાઇમ હાઇ પર પહોંચી ગયા છે અને કંપનીનો માર્કેટ કેપ 18.50 લાખ કરોડ રૂપિયાથી વધુ થઇ ગયો છે. એટલે કે થોડી જ મિનિટમાં મુકેશ અંબાણીની રિલાયન્સને 80.800 કરોડ રૂપિયાનો ફાયદો થઇ ગયો. 

રિલાયન્સે રચ્યો ઇતિહાસ, આટલી માર્કેટ વેલ્યૂ પાર કરનારી દેશની પહેલી કંપની  બની | reliance industry share surges new record high market cap

શેર બજારમાં તેજીના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં જબરજસ્ત તેજી જોવા મળી હતી. બિઝનેસ સત્ર દરમિયાન કંપનીના શેર 2,755 રૂપિયાની સાથે લાફટ ટાઇમ હાઇ પર પહોંચી ગયા છે. સામાન્ય રીતે કંપનીનો શેર આજે 2686 રૂપિયાના ભાવ પર ઓપન થયો હતો.

100 દિવસમાં 18 ટકાનો ઉછાળો

તો બીજી બાજુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં હાલના નાણાકીય વર્ષમાં ખુબ જ સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. 100 દિવસમાં કંપનીના શેર 18 ટકાથી વધુ થઇ ગયો છે. આંકડા પ્રમાણે 31 માર્ચે કંપનીના શેર 2331.05 રૂપિયા રહ્યો હતો. જેમાં અત્યાર સુધી 424 રૂપિયાની તેજી જોવા મળી છે. તો બીજી બાજુ જો જુલાઇ મહિનાની વાત કરીએ તો કંપનીના શેરમાં 8 ટકાનો વધારો થયો છે.30 જુનના રોજ કંપનીના શેર 2,550.70 રૂપિયા હતો જેમાં 204 રૂપિયાથી વધુનો વધારો થયો છે. 

મિનિટોમાં જ કંપનીએ 80800 કરોડની કમાણી કરી

કંપનીના શેરમાં થયેલા વધારેને કારણે રિલાયન્સના માર્કેટમાં તેજી જોવા મળી. કંપનીના શેર જ્યારે 2,755 રૂપિયા પર પહોંચ્યા ત્યારે કંપનીનું માર્કેટ કેપ 18,63,858.21 કરોડ રૂપિયા પર પહોંચ્યું હતું. જ્યારે શુક્રવારે કંપનીનું માર્કેટ કેપ 17,83,043.16 કરોડ રૂપિયા હતું. એટલે કે રિલાયન્સના માર્કેટમાં 80,800 રૂપિયાથી વધુનો ફાયદો જોવા મળ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ