MPs also gave their full support to Eknath Shinde maharashtra political crisis news
BIG NEWS /
ગઢ ગેલા? ઠાકરે પાસે અત્યારે માત્ર 14 ધારાસભ્યો, સાંસદો પણ એકનાથ શિંદેની પડખે, આજે થશે નવા-જૂની
Team VTV11:06 AM, 23 Jun 22
| Updated: 11:14 AM, 23 Jun 22
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે 41 જેટલાં ધારાસભ્યોની સાથે-સાથે હવે સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં ઉતર્યા છે. હાલમાં ઉદ્ધવ ઠાકરેની સાથે માત્ર 14 ધારાસભ્યો જ બચ્યા છે.
આજ રોજ એકનાથ શિંદે બેઠક યોજ્યા બાદ અનેક મોટા એલાન કરી શકે છે
શિંદેના જૂથમાં અત્યાર સુધીમાં 41 જેટલાં ધારાસભ્યો સામેલ થઇ ચૂક્યા છે
ધારાસભ્યો સિવાય 17 સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં ઉતર્યા
મહારાષ્ટ્રમાં શિવસેનામાં મોટી ઉથલપાથલના એંધાણ વચ્ચે આજે શિંદે સમર્થક ધારાસભ્યોની એક મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં એકનાથ શિંદેની આગામી રણનીતિનો ખુલાસો થશે. એકનાથ શિંદે આજે અનેક મોટા એલાન કરી શકે છે એવામાં આજે 11 વાગ્યે શરદ પવાર અને NCPના ધારાસભ્યો વચ્ચે એક મહત્વની બેઠક થશે. આ બેઠક YB સેન્ટરમાં યોજાવાની છે કે જ્યાં NCPના મોટા નેતાઓ ઉપસ્થિત રહેશે.
#WATCH | Assam: Rebel Maharashtra MLAs camping at Radisson Blu Hotel in Guwahati meet former MoS Home and Shiv Sena leader Deepak Kesarkar. pic.twitter.com/SoEQNt9sPZ
અત્યાર સુધીમાં શિંદેના જૂથમાં 41 જેટલાં ધારાસભ્યો સામેલ થઇ ચૂક્યા છે
તમને જણાવી દઇએ કે, છેલ્લાં 2 દિવસમાં શિંદેના જૂથમાં વધુ 10 ધારાસભ્યો સામેલ થયા છે. આજે 8 ધારાસભ્યો શિંદેના જૂથમાં સામેલ થઇ ગયા છે. ગુલાબરાવ પાટીલ બાદ કોંકણના દિગ્ગજ ધારાસભ્ય દિપક કેસરકર પણ ગુવાહાટી પહોંચ્યા છે. આ સાથે આશિષ જયસ્વાલ, સદા સરવણકર અને મંગેશ કુડાલકર પણ ગુવાહાટી પહોંચ્યા છે. આજે સવારે અનેક ધારાસભ્યો ગુવાહાટી પહોંચી ચૂક્યાં છે. 55 ધારાસભ્યોની શિવસેના પાર્ટીમાં અત્યાર સુધીમાં શિંદેના જૂથમાં 41 જેટલાં ધારાસભ્યો સામેલ થઇ ચૂક્યા છે. ત્યારે હવે ઉદ્ધવ ઠાકરેની સાથે માત્ર 14 ધારાસભ્યો જ બચ્યા છે. આ સાથે 6 અપક્ષ ધારાસભ્યો પણ ગુવાહાટી પહોંચ્યા છે.
#WATCH | Assam: Shiv Sena leader Eknath Shinde along with other MLAs at Radisson Blu Hotel in Guwahati last night, after 4 more MLAs reached the hotel. pic.twitter.com/1uREiDXNr5
માત્ર ધારાસભ્યો જ નહીં, પરંતુ 17 સાંસદ પણ એકનાથ શિંદેના સમર્થનમાં ઉતર્યા
મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની સાથે-સાથે હવે સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં ઉતરતા જોવા મળી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 17 સાંસદો એકનાથ શિંદેના સંપર્કમાં છે. થાણેના સાંસદ રાજન વિચારે અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે હાલ ગુવાહાટીમાં હાજર છે. તો વસીમના સાંસદ ભાવના ગવલી, પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત, રામટેકના સાંસદ કૃપાલેએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. એકનાથ શિંદેએ પોતાના નવા દાવામાં કહ્યું છે કે, તેમને શિવસેનાના 42 ધારાસભ્યોનું સમર્થન મળશે. તેઓએ કહ્યું કે, માત્ર 13 ધારાસભ્યોને છોડીને બાકીના 42 ધારાસભ્યો તેમની તરફ આવશે. બીજી તરફ શિંદેએ ડેપ્યુટી સ્પીકરને પત્ર લખ્યો છે કે તેઓ શિવસેનાના ધારાસભ્ય દળના અસલી નેતા છે.
આવી સ્થિતિ વચ્ચે એકનાથ શિંદે આજે રાજ્યપાલને પણ મળી શકે છે અને પોતાની સાથે ભાજપનું સમર્થન હોવાનો દાવો કરી શકે છે. આ સિવાય એકનાથ શિંદે રાજ્યપાલને પત્ર આપીને શિવસેના પાર્ટી પર પોતાનો હક હોવાનો દાવો કરી શકે છે. એકનાથ શિંદે પાસે શિવસેનાના વધારે ધારાસભ્ય હોવાના કારણે શિવસેના પર શિંદે પોતાનો દાવો કરી શકે છે. આજે શિંદે સમર્થકોના નિર્ણય પર સૌ કોઇની મિટ મંડરાયેલી છે.
મીરા ભયંદરમાં એકનાથ શિંદેના આનંદ દિઘેની સાથે અને બાલાસાહેબ ઠાકરેની સાથેના પોસ્ટર લાગ્યા છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેના ચહેરાવાળા પોસ્ટરો દૂર કરવામાં આવ્યા છે. 'લોકોના લોકનાથ એકનાથ'ના નારા સાથે હિન્દુત્વનો નવો ચહેરો દર્શાવીને અભિવાદન કરવામાં આવ્યું.