બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MP Ramesh Dhaduk got angry over Brahmaswaroop Swami's controversial statement

સનાતન vs સ્વામિનારાયણ / 'કોઇ એક સંત બોલે તો એમાં આખો સંપ્રદાય ન આવે, પરંતુ કોઇની લાગણી દુભાય...', સ્વામિનારાયણ સંતોના વિવાદ પર જુઓ શું બોલ્યા રમેશ ધડુક

Malay

Last Updated: 02:46 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રહ્મસ્વરૂપ સ્વામીના વિવાદિત નિવેદન પર સાંસદ રમેશ ધડુકે કહ્યું, એક સંત બોલે એટલે આખા સ્વામિનારાયણ સંપ્રદાયને દોષ ન દેવાય

  • બ્રહ્મસ્વરૂપ સ્વામીએ આપ્યું વિવાદિત નિવેદન
  • ખોડિયાર માતાજી ઉપર વિવાદિત નિવેદન
  • કયા ભગવાન મોટા છે તે બધા જાણે જ છેઃ રમેશ ધડુક

સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો હટાવવાનો મુદ્દો માંડ સંકેલાયો છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે. ત્યારે ફરી એકવાર વિવાદીત નિવેદનને લઈ ધાર્મિક મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો વીડિયો વાયરલ થતાં મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતા અનેક સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જે સમગ્ર બાબતને લઈ ફરી એક વાર સનાતન અને સંપ્રદાય વચ્ચેનો વિવાદ શરૂ થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા દેવી-દેવતાઓ અને સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરવા મુદ્દે પોરબંદરના સાંસદ રમેશ ધડુકનું નિવેદન સામે આવ્યું છે. 

કોણ મોટા છે એ તો બધા જાણે જ છેઃ સાંસદ રમેશ ધડુક
સાંસદ રમેશ ધડુકે કહ્યું કે, ખરેખર આ મામલે કોઈ ટિપ્પણી કરવાની ન હોય અને ધર્મ છે એ બધાને ખબર છે કે કોણ મોટા છે. મહાદેવ મોટા છે, હનુમાનદાદા મોટા છે કે કૃષ્ણ મોટા છે એ બધાને ખબર છે, એટલે બને ત્યાં સુધી આમાં કોઈ ટિપ્પણી કરવાની ન હોય. બધા ધર્મ પોતાની રીતે પોતાનું કામ કરતા હોય તો આમાં ક્યાંય રાજકારણ લાવવું ન જોઈએ અને આમાં ખોટા વિવાદો ઊભા કરવા ન જોઈએ. 

'સ્વામીએ દેવી દેવતા પર નિવેદન કરતા પહેલા વિચારવું જોઈએ'
તેઓએ કહ્યું કે, સ્વામિનારાયણ ધર્મ છે, વૈષ્ણવ ધર્મ છે બધા પોત-પોતાની રીતે ભગવાનની સેવા કરતા હોય, ભગવાનને માનતા હોય પરંતુ આમાં તમે જો રાજકારણ લઈને આવો તો કોઈપણ ધર્મની લાગણી દુભાય. કોઈની લાગણી દુભાય એવા કોઈએ નિવેદન કરવા જોઈએ નહીં. દરેકની લાગણી ધર્મ સાથે જોડાયેલી છે. કોઈ પણ સ્વામીએ દેવી દેવતા પર નિવેદન કરતા પહેલા વિચારવું જોઈએ.

રમેશ ધડુક (સાસંદ, પોરબંદર)

સંતના આ નિવેદનને હું વખોડું છુંઃ રમેશ ધડુક
બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતા પર કરેલી ટિપ્પણીને લઈને સાંસદ રમેશ ધડુકે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક સંતો-સ્વામી અલગ-અલગ છે. હવે એક સંત કે સ્વામી બોલ્યા તો બધા સ્વામિનારયણ સંતો અને સ્વામી તેમાં આવી જતાં નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા એવા હોતા નથી. કોઈ એક બોલે એમાં આખો સંપ્રદાય આવતો નથી. એક સ્વામી ખરાબ બોલે એટલે આખો સંપ્રદાય ખરાબ છે એવું નથી. સ્વામિનારાયણના સંત દ્વારા કરવામાં આવેલા નિવેદનને હું વખોડું છું. 

હું તો દ્વારકાધીશને માનું છુંઃ સાંસદ
તેઓએ કહ્યું કે, સર્વશ્રેષ્ઠ શ્રી કૃષ્ણ ભગવાન છે, શ્રી કૃષ્ણથી મોટું કોઈ નથી. હું તો ભગવાન દ્વારકાધીશને માનું છું. સર્વશ્રેષ્ઠ તો કૃષ્ણ ભગવાન છે. સર્વશ્રેષ્ઠ શ્રી કૃષ્ણ જ છે છતાં કોઇની લાગણી દુભાઈ તેવું નિવેદન ન આપવું જોઈએ. ખરેખર આવું નિવેદન દુઃખદ છે આવી ચર્ચા કે વિવાદ ન થવો જોઈએ. કોઈ પણ હરી ભક્તની લાગણી દુભાઈ તેવું કાર્ય ન થવું જોઈએ. અંબાજી કે ખોડીયાર માતાજીને માનતા હોય તે તેની લાગણી છે. કોઈની લાગણી દુભાય એવું નિવેદન ન આપવું જોઈએ.

ખોડિયાર માતા પર નિવેદનને લઈને લોકોમાં રોષ
આપને જણાવી દઈએ કે,  બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતા અનેક સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ખોડિયાર માતા અંગે વિવાદિત નિવેદન કરનારા બ્રહ્મસ્વરૂપ સ્વામી ભૂગર્ભમાં ઉતર્યા હોય તેમ ગાયબ થઈ ગયા છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ મોબાઈલ ફોન પણ બંધ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ