બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ચાર રાજ્યોમાં થયેલી વિધાનસભા ચુંટણીના પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. તેમાંથી ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીએ મોટી જીત મેળવી લીધી છે અને અહીં સરકાર બનતી જોવા મળી રહી છે. તેમાંથી મધ્ય પ્રદેશ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે.
મધ્ય પ્રદેશમાં 230 સીટોમાંથી ભાજપ 165ના આંકડાથી આગળ જોવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો શિવરાજ સિંહ ચૌહાણ એક વખત ફરીથી મુખ્યમંત્રીની ખુરશી પર બેસવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT

મધ્ય પ્રદેશમાં ભાજપની બમ્પર જીત માટે સરકારની ઘણી કલ્યાણકારી યોજનાઓનું યોગદાન માનવામાં આવી રહ્યું છે. તેમાં શિવરાજ સરકારની લાડલી બહેના યોજના મોટી ગેમચેન્જર માનવામાં આવી રહી છે. આખરે આ યોજના કઈ છે જેણે ભાજપને રાજ્યમાં મોટી જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. આવો જાણીએ આ વિશે વિસ્તારથી.
ADVERTISEMENT
મહિલાઓને સશક્ત બનાવવાનું લક્ષ્ય
મધ્યપ્રદેશ સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટની રિપોર્ટ અનુસાર સહભાગિતા દરમાં ગ્રામીણ ક્ષેત્ર અન્તર્ગત જ્યાં 57.7 ટકા પુરૂષ ભાગીદાર છે ત્યાં જ માત્ર 23.3 ટકા મહિલાઓના શ્રમ બળમાં ભાગીદારી છે. આ પ્રકારે શહેરી ક્ષેત્રમાં 55.9 ટકા પુરૂષોની સાથે ફક્ત 13.6 ટકા મહિલાઓની શ્રમ બળમાં ભાગીદારી રહી છે.

ADVERTISEMENT
તેનાથી સ્પષ્ટ છે કે મહિલાઓની શ્રમમાં ભાગીદારી પુરૂષોની અપેક્ષાએ ઓછી છે. જે તેમની આર્થિક સ્વાવલમ્બનની સ્થિતિને પણ પ્રભાવિત કરે છે. તેને ધ્યાનમાં રાખતા શિવરાજ સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી.
મુખ્યમંત્રી લાડલી બહેના યોજના
મધ્યપ્રદેશ શાસને 28 જાન્યુઆરી 2023એ સંપૂર્ણ રાજ્યમાં 'મુખ્યમંત્રી લાડલી બહેના યોજના' લાગુ કરવાની જાહેરાત કરી જેના અંતર્ગત દર મહિને 1000 રૂપિયા મહિલાઓને આપવામાં આવી રહ્યા છે. આ મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણ તથા આર્થિક આત્મનિર્ભરતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.