બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / movie The Kerala Story Controversy reaches supreme court seeking a stay on release

વિવાદ / 'The Kerala Story' રિલીઝ પહેલા જ ફસાઇ વિવાદના વંટોળમાં, ફિલ્મ પર રોક લગાવવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

Arohi

Last Updated: 02:19 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Kerala Story Controversy: પાંચ મેથી ફિલ્મ ધ કેરલ સ્ટોરી રિલીઝ થવા માટે તૈયાર છે. આ પહેલા ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મના રિલીઝ થવા પર બેન લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી લગાવવામાં આવી છે. જોરે સુપ્રીમ કોર્ટે સુનાવણીથી ઈનકાર કર્યો છે.

  • 5 મેના રોજ રિલીઝ થશે ફિલ્મ ધ કેરલ સ્ટોરી
  • રિલીઝ પહેલા વિવાદોમાં ઘેરાઈ ફિલ્મ 
  • રિલીઝ પર બેન લગાવવા માટે સુપ્રીમમાં અરજી 

ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'નો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. ફિલ્મને લઈને સતત વિવાદ થઈ રહ્યો છે. એવો જ વિવાદ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને લઈને ઉઠ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કેએસ જોસફની બેંસે અરજી પર સુનાવણીથી ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે તમે સીધા સુપ્રીમ કોર્ટ કેમ આવ્યા છો? પહેલા તમારે હાઈ કોર્ટ જવું જોઈએ હતું. 

શું કહ્યું સુપ્રીમે? 
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું કે તમારે હાઈ કોર્ટ જવું જોઈએ અથવા તેને ચીફ જસ્ટિસની પાસે રાખો. અરજી કરનારના વકીલે કહ્યું કે આ ફિલ્મ હેટ સ્પીચના ઓડિયો અને વિઝુઅલના માધ્યમથી પ્રસારિત કરવાની રીત છે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે હંમેશા રાહત માટે તમે સીધા અહીં ન આવી શકો. બીજા મામલામાં IA દાખલ કરી રાહતમી માંગ ન કરી શકાય. 'ધ કેરલ સ્ટોરી' ફિલ્મ પાંચ મેએ સીનેમા ઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર 16 મિલિયનથી વધારે લોકો જોઈ ચુક્યા છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

શું છે ફિલ્મની સ્ટોરી? 
સુદિપ્તો સેનની ફિલ્મમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરલની એ 32 હજાર ગુમ યુવતીઓની સ્ટોરી છે. જેમનું બ્રેઈન વોશ કરીને તેમને ઈસ્લામ કબૂલ કરાવા પર મજબૂર કરવામાં આવી અને બાદમાં ISIS આતંકવાદી બનાવવામાં આવી. 

ફિલ્મના અનુસાર આ એ યુવતીઓની સ્ટોરી છે જે નર્સ બનવા માંગે છે પરંતુ ISISની આતંકી બની ગઈ. ફિલ્મને લઈને વિવાદ ઉડો થતો જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી સાંપ્રદાયિક સ્થિતિ બગડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ