બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Moved Step Back, Will Move Forward Again": Agriculture Minister On Farm Laws

નિવેદન / રદ કરાયેલા કૃષિ કાયદાને લઈને નવાજુની કરવાની તૈયારીમાં મોદી સરકાર, કૃષિ મંત્રી તોમરનો મોટો ઈશારો, જુઓ શું બોલ્યાં

Hiralal

Last Updated: 04:14 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રદ કરવામાં આવેલા કૃષિ કાયદાને લઈને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

  • કૃષિ કાયદાને લઈને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનું મોટું નિવેદન
  • દેશમાં કૃષિ ક્ષેત્રમાં ખાનગી રોકાણ ઘણું ઓછું થયું
  • અમે એક ડગલું પાછળ હઠ્યાં, હવે એક ડગલું આગળ વધીશું 

કેન્દ્ર સરકાર દ્વારા રદ કરાયેલા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને લઈને ફરી સળવળ શરુ થઈ છે. શું મોદી સરકાર ફરી આ કાયદા લાવવાની તૈયારીમાં છે તેનો મોટો ઈશારો કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરે કરી દીધો છે. તોમરે કહ્યું કે દેશમાં કૃષિ ક્ષેત્રમાં ખાનગી રોકાણ ઘણું ઓછું થયું છે. અમે કૃષિ સુધારા કાયદા લાવ્યા હતા પરંતુ કેટલાક લોકોને આ કાયદા પસંદ આવ્યા નહોતા. આઝાદીના 70 વર્ષ બાદ પ્રધાનમંત્રી મોદીની આગેવાની હેઠળ મોટા સુધારા કરાયા હતા પરંતુ સરકાર તેનાથી નિરાશ નથી. અમે એક ડગલું પાછળ હઠ્યાં અને અમે ફરી વાર આગળ વધીશું કારણ કે ખેડૂત ભારતની કરોડરજ્જુ છે. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં મોટાપાયે ખાનગી રોકાણની જરુર છે.

કૃષિ ક્ષેત્રમાં સૌથી ઓછું રોકાણ થયું છે-તોમર

તોમરે એવું કહ્યું કે એક ક્ષેત્ર જ્યાં સૌથી ઓછું રોકાણ થયું છે તે કૃષિ ક્ષેત્ર છે. બીજા ક્ષેત્રોમાં ખાનગી રોકાણ આવ્યું હતું જેને કારણે રોજગારી પેદા થઈ હતી અને જીડીપીમાં આ ઉદ્યોગોનું યોગદાન વધ્યું છે. તેમણે દાવો કર્યો કે આ ક્ષેત્રમાં હાલના રોકાણથી વેપારીઓને ફાયદો થાય છે ખેડૂતોને નહીં. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરી દીધા છે પરંતુ હવે તોમરના આ નિવેદન બાદ ચર્ચા છેડાઈ છે કે શું મોદી સરકારે રદ કરવામાં આવેલા કૃષિ કાયદાને લઈને કંઈ નવાજુની કરવાની તૈયારીમાં છે. 

કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી કરી 

તોમરે કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) જારી કરી હતી, જેમાં જંતુનાશકદવાનો છંટકાવ તેમજ અન્ય જમીન અને પાકના પોષક તત્વો માટે ડ્રોનનો ઉપયોગ સામેલ છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડ્રોન ટેકનોલોજી અપનાવવી એ સમયની માંગ છે અને તેનાથી ખેડૂતોને ફાયદો થશે. કૃષિમાં ડ્રોનના ઉપયોગ માટે એસઓપી જારી કરતાં તોમરે કહ્યું હતું કે, 2014થી સરકારની નીતિઓનો ઉદ્દેશ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ