બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Mosque not celebrated for mohammad paigambar's birthday for Hindu daughter's marriage
Last Updated: 06:21 PM, 13 November 2019
ADVERTISEMENT
મુસ્લિમભાઈઓએ હિંદુ દીકરીનાં લગ્ન માટે કંઈક આવું કર્યું
એક જાણીતા ન્યૂઝ પેપરના રિપોર્ટ મુજબ આ પ્રસંગ પેરામ્બરાની પાસે રહેવા ઈડિવેટ્ટીનો છે. અહીની જુમા મસ્જિદ મહલ સમિતિએ મોટું મન રાખીને મિલાદ-ઉન- નબીની ઉજવણી કરી નહોતી. રવિવારે પૈગમ્બર મોહમ્મદના જન્મદિન નિમિત્તે ઉજવણી કરવામાં આવનારી હતી. પરંતુ મસ્જિદની એકદમ સામે એક હિંદુ યુવતીનાં લગ્ન એક જ દિવસે હતાં. જેને લઈને સમિતિએ એક નિર્ણય લીધો કે તેઓ મિલાદ -ઉન- નબીની જગ્યાએ હિંદુ દીકરીનાં લગ્નમાં હાજરી આપીશું.
ADVERTISEMENT
મસ્જિદની એકદમ સામે પ્રત્યુષાનું ઘર છે
જાણવા મળ્યું છે કે મસ્જિદ સમિતિનાં લોકોએ 22 વર્ષીય પ્રત્યુષા એ.પી.નાં લગ્નમાં ન ફક્ત હાજરી આપી, બલ્કે પરિવારની જેમ કામ પણ કર્યુ. પ્રત્યુષાનાં ઘર અને મસ્જિદની વચ્ચે ફક્ત 4 મીટર પહોળો રસ્તો છે. મસ્જિદની સામે જ પ્રત્યુષાનું ઘર છે અને ત્યાં જ મદરેસા પણ છે.
ADVERTISEMENT
મહલ સમિતિએ સર્વસમ્મતિથી લીધો આ નિર્ણય
મસ્જિદ મહલ સમિતિનાં સચિવ એનસી અબ્દુરેહમાને જણાવ્યું હતું કે જ્યારે અમને જાણકારી મળી કે મોહમ્મદ પૈગમ્બરનાં જન્મદિને લગ્ન પણ છે. તો અમે સમિતિની બેઠક બોલાવી. લગ્નનાં એક અઠવાડિયા પહેલા થયેલી બેઠકમાં સમિતિનાં તમામ સભ્યોએ સર્વસમ્મતિથી મિલાદ -ઉન- નબીનું સેલિબ્રેશન એક અઠવાડિયા મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો. સમિતિ હવે 17 નવેમ્બરે સેલિબ્રેશન કરશે.
ADVERTISEMENT
લગ્નનો ખાસ પ્રસંગ હતો એટલા માટે
મહલ સમિતિના સભ્ય ઓટી બસીર કરે છે કે, સામાન્ય રીતે મિલાદ- ઉન- નબીનાં દિવસે વિદ્યાર્થી ગીત-સંગીતનો કાર્યક્રમ કરે છે. આ રીતની અન્ય સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે. આ રીતે સેલિબ્રેશન કરવામાં આવે છે. એ સ્વાભાવિક છે કે આ સેલિબિરેશન પછીથી પણ મનાવી શકાય છે, જ્યારે કે લગ્ન એક વિશેષ પ્રસંગ છે એમાંય ખાસ કરીને દીકરી આપણી પડોશીમાં રહેતી હોય.
ADVERTISEMENT
અમને આ વિશે પહેલા કંઈ ખબર નહોતી
બીજી તરફ પ્રત્યુષાનાં ભાઈ પ્રસૂન એપી કરે છે કે જ્યારે લગ્નની તારીખ નક્કી કરવામાં આવી રહી હતી ત્યારે અમને આ ધ્યાનમાં નહોતું રહ્યું કે આજ દિવસે મિલાદ-ઉન- નબી પણ છે. જો અમને પહેલા ખબર હોત કે મહલ સમિતિએ સેલિબ્રેશન મુલતવી રાખ્યું છે તો અમે તેમને કહેતાં કે આપણે આ બન્ને પ્રસંગ સાથે મનાવીએ.
ADVERTISEMENT
વિદાઈ પહેલા પ્રત્યુષા મહલ સમિતિને મળી
જાણવા મળ્યું છે કે પ્રત્યુષાનાં લગ્નમાં મહલ સમિતિ સાથે જોડાયેલા બાળકોએ જ જમવાનું પિરસ્યું હતું. તેમજ વિદાઈ પહેલા પ્રત્યુષા મહલ સમિતિના સભ્યોને મળીને આભાર વ્યક્ત કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.