ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / more then 20 people were killed in mass shootings in lewiston maine usa

BIG BREAKING / અમેરિકામાં ફરીવાર સામૂહિક ગોળીબાર: અંધાધૂંધ ફાયરિંગમાં 20થી વધુ લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત

Published By: Malay

Last Updated: 07:47 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના લેવિસ્ટનમાં એક શખ્સ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં 20થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે.

ADVERTISEMENT

  • અમેરિકામાં ફાયરિંગમાં 20થી વધુ લોકોના મોત
  • એક શખ્સ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરાયું
  • અનેક લોકો ફાયરિંગમાં ઘાયલ થયા

અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી. હવે અમેરિકાના લેવિસ્ટનથી ફાયરિંગની ઘટના સામે આવી છે. એક શખ્સ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ફાયરિંગમાં 20થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત નાજુક છે. પોલીસના જણાવ્યા અનુસાર એક શખ્સે બુધવારે રાત્રે ફાયરિંગની આ ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસે જાહેર કરી તસવીરો
એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસ (પોલીસ)એ તેમના ફેસબુક પેજ પર શંકાસ્પદ વ્યક્તિની બે તસવીર જાહેર કરી, જેમાં એક બંદૂકધારી તેના ખભા પર હથિયાર લટકાવીને સંસ્થામાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે અને હાલમાં તે ફરાર છે.

Image

પોલીસે લોકો પાસે માંગી મદદ
પોલીસે હુમલાખોરની તસવીર જાહેર કરીને લોકોની પાસે મદદ માંગી છે. તસવીરમાં લાંબી બાંયનો શર્ટ અને જીન્સ પહેરેલો એક દાઢીવાળો શખ્સ રાઈફલથી ગોળીબાર કરતો જોવા મળી રહ્યો છે. લેવિસ્ટનમાં સેન્ટ્રલ મેઈન મેડિકલ સેન્ટરે એક નિવેદન જારી કરીને કહ્યું કે ફાયરિંગની ઘટનામાં જાનહાનિ થઈ છે. ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Image

લોકોને ઘરમાં રહેવાની અપીલ
એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, "અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને તમામ વેપારીઓને તેમની દુકાનો બંધ કરવાની અપીલ કરી રહ્યા છીએ.'' સાથે જ તેમણે લોકોને તેમના ઘરના દરવાજા બંધ રાખીને ઘરમાં રહેવા વિનંતી કરી છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Firing in America USA mass shootings અંધાધૂંધ ફાયરિંગ અમેરિકા અમેરિકામાં ફાયરિંગ ફાયરિંગમાં 22ના મોત Firing In America

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ