બ્રેકિંગ ન્યુઝ
ગુજરાત પોલીસમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ગુજરાત પોલીસમાં PSI, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, લોક રક્ષક અને જેલ કોન્સ્ટેબલનાં પદ પર બંપર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 4 એપ્રિલે બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ જશે. આ ભરતી દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 12 હજાર 472 જગ્યાઓ ભરશે.
ADVERTISEMENT
પોલીસમાં ભરતી થવા માટે 30મી એપ્રિલ સુધીમાં અરજી કરો -
ગુજરાત પોલીસમાં PSI, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, લોક રક્ષક અને જેલ કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. જો તમે આ ભરતી અભિયાનમાં ભાગ લેવા માંગતા હો, તો તમે બોર્ડની અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ દ્વારા ઑનલાઇન મોડમાં અરજી ફોર્મ ભરી શકો છો.
ADVERTISEMENT
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા -
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અનુસાર, PSI ની પોસ્ટ માટે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. આ ઉપરાંત, આ પદ માટે લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે એટલી આ વયજૂથના અરજદારો જ અરજી કરી શકશે. કોન્સ્ટેબલ, લોક રક્ષક અને જેલ કોન્સ્ટેબલની જગ્યા પર ભરતી માટે શૈક્ષણિક લાયકાત 12 પાસ અથવા તેની સમકક્ષ હોવી જોઈએ. જેની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.
ADVERTISEMENT
પસંદગી પ્રક્રિયા -
યોગ્ય ઉમેદવારોએ માત્ર ઓનલાઈન મોડ દ્વારા જ અરજી કરવાની રહેશે. PSI ની ભરતી માટે, ઉમેદવારોએ ફિઝિકલ ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા આપવી પડશે. PSI માટે ઑફલાઇન મોડમાં લેખિત પરીક્ષા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના વિકલ્પો હશે. લોક રક્ષકની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ અને ગુજરાતી ભાષામાં ઓફલાઈન માધ્યમથી MCQ પરીક્ષા લેવામાં આવશે.
ADVERTISEMENT
વધુ વાંચો: અમદાવાદની SVP હોસ્પિટલના સફાઈ કર્મીઓ હડતાળ પર, જાણ કર્યા વિના જ કોન્ટ્રાક્ટ બદલી દેવાતા મામલો મેદાને
અરજી ફી -
ADVERTISEMENT
જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા અને બેંક ફી તરીકે રૂ. 100 ચૂકવવાના રહેશે. ભરતી સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી માટે 30 એપ્રિલ સુધી ટોલ ફ્રી નંબર 1800 233 5500 પર રવિવાર અને જાહેર રજાઓ સિવાય સવારે 12:30 થી સાંજના 6 વાગ્યા સુધી મદદ મેળવી શકાશે. વધુ માહિતી માટે, વેબસાઇટ અને નોટીફિકેશન પર ધ્યાન આપો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.04/04/2024 (બપોરના 15:૦૦ કલાક)થી તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વિગતે પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો
પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
કેટલી જગ્યા ?
| સંવર્ગ | ખાલી જગ્યાની વિગત |
| બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) | 316 |
| બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) | 156 |
| બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 4422 |
| બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 2178 |
| હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 2212 |
| હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 1090 |
| હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 1000 |
| (એસ.આર.પી.એફ.) (પુરૂષ) | |
| જેલ સિપોઇ (પુરૂષ) | 1013 |
| જેલ સિપોઇ (મહિલા) | 85 |
| કુલ | 12472 |
વાંચવા જેવું: ગુજરાતની રાજનીતિમાં હડકંપ, ભાજપમાંથી દિગ્ગજ નેતા સસ્પેન્ડ, આ કારણે સી આર પાટીલે કરી કાર્યવાહી
ખાસ આ નોંધ વાંચી લો
1. ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.
2. ઉમેદવાર જો (1) ફકત પો.સ.ઇ. કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં PSI Cadre પસંદ કરવાનું રહેશે (2) ફકત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Lokrakshak Cadre પસંદ કરવાનું રહેશે અને (3) જો બંન્ને માટે (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Both (PSI+LRD) પસંદ કરવાનું રહેશે.
3. માજી સૈનિકો માટે ગુજરાત રાજય સેવા (માજી સૈનિકો માટે અનામત) નિયમો 1975 અને સુધારેલ નિયમો - 1994 તથા વખતો વખત સુધારેલ નિયમો મુજબ અનામત મળવાપાત્ર રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.