ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad's SVP Hospital cleaners on strike

હળતાળ / અમદાવાદની SVP હોસ્પિટલના સફાઈ કર્મીઓ હડતાળ પર, જાણ કર્યા વિના જ કોન્ટ્રાક્ટ બદલી દેવાતા મામલો મેદાને

Published By: Priykant Shrimali

Last Updated: 01:31 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad SVP Hospital Latest News : અચાનક કંપનીનો કોન્ટ્રાકટ બદલાતા જૂની કંપનીમાં કામ કરતા કર્મીઓને નવી કંપનીમાં મોકલાયા, જાણ કર્યા વગર કે નોટિસ વગર જ કોન્ટ્રાકટ બદલતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

ADVERTISEMENT

Ahmedabad SVP Hospital : અમદાવાદ (Ahmedabad)ની SVP હોસ્પિટલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજે SVP હોસ્પિટલના સફાઈકર્મીઓએ હડતાળ પર ઉતરી ગયા છે. વિગતો મુજબ જૂની કંપનીના કર્મચારીઓને જાણ કર્યા વગર જ નવી કંપનીમાં બદલી કરવામાં આવતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યા છે. આ સાથે કોરોનાકાળમાં પણ કર્મચારીઓએ ફરજ બજાવી અને ભોગ આપ્યો હોવાનું કહી કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરવા પણ માંગ કરી છે. 

મેટ્રો સિટી અમદાવાદ (Ahmedabad)માં આવેલ SVP હોસ્પિટલના સફાઈકર્મીઓએ આજે અચાનક હડતાળ પર ઉતરી ગયા છે. વિગતો મુજબ વિશ્વા એન્ટરપ્રાઈઝ નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હોવાથી અમને જાણ કર્યા વગર કે નોટિસ પાઠવ્યા વગર જ કંપની બદલી દેતા સફાઈ કર્મીઓમાં રોષ વ્યાપ્યો હતો. જેને લઈ આજે આ સફાઈકર્મીઓ કામગીરીથી  અળગા રહ્યા હતા. આ સાથે કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરવા પણ માંગ કરી હતી.

વધુ વાંચો: પરષોત્તમ રૂપાલા વડોદરાથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ વચ્ચે આજે પાટીદારોની બેઠક, યોજાશે રણનીતિ

અચાનક કંપનીનો કોન્ટ્રાકટ બદલાયો અને શરૂ થયો વિવાદ 
અમદાવાદ (Ahmedabad)ની SVP હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વાત જાણે એમ છે કે, અચાનક કંપનીનો કોન્ટ્રાકટ બદલાતા જૂની કંપનીમાં કામ કરતા કર્મીઓને નવી કંપનીમાં મોકલાયા છે. જોકે જાણ કર્યા વગર કે નોટિસ વગર જ કોન્ટ્રાકટ બદલતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોવાની જાણ ના કરી હોવાથી કર્મીઓએ હડતાલ પાડી કામથી અળગા રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad SVP Hospital SVP હોસ્પિટલ કર્મચારીઓ હડતાળ પર કોન્ટ્રાકટ સફાઈકર્મી હળતાળ Ahmedabad SVP Hospital

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ