બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / વડોદરા / Patidars meeting today amid talk that Parshottam Rupala will contest from Vadodara

લોકસભા ચૂંટણી 2024 / પરષોત્તમ રૂપાલા વડોદરાથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ વચ્ચે આજે પાટીદારોની બેઠક, યોજાશે રણનીતિ

Priyakant

Last Updated: 01:02 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parshottam Rupala Latest News:  પાટીદારો પરષોત્તમ રુપાલાના સમર્થનમાં ઉતર્યા હોય તેવી સ્થિતિ વચ્ચે ચૂંટણીની રણનીતી નક્કી કરવા બેઠક યોજી ચર્ચા કરશે

Parshottam Rupala News : પરષોત્તમ રુપાલા (Parshottam Rupala)ના વિરોધ વચ્ચે વડોદરામાં રુપાલાના સમર્થનમાં પાટીદારોની બેઠક મળવા જઇ રહી છે. મહત્વનુંછે કે, પરષોત્તમ રુપાલા (Parshottam Rupala)નો રાજકોટ બેઠકથી વિરોધ થતા વડોદરાથી ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડતા પાટીદારોની બેઠક મળવા જઇ રહી છે. આ તરફ પાટીદારો પરષોત્તમ રુપાલાના સમર્થનમાં ઉતર્યા હોય તેવી સ્થિતિ વચ્ચે ચૂંટણીની રણનીતી નક્કી કરવા બેઠક યોજી ચર્ચા કરશે. વિગતો મુજબ આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાનો ચર્ચામાં જોડાશે.

પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના વિરોધ વચ્ચે વડોદરામાં પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં જોવા મળી રહ્યો છે. જેને લઈ હવે વડોદરાના સમા વિસ્તારમાં પાટીદારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગઇકાલે ક્ષત્રિય સમાજ સાથેની બેઠક નિષ્ફળ રહ્યા બાદ સમાજે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની જ માંગ કરી છે. આ બધાની વચ્ચે એક ચર્ચા એવી પણ છે કે, પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) વડોદરાથી ચૂંટણી લડશે. આ ચર્ચા શરૂ થવાની સાથે જ હવે વડોદરામાં પાટીદાર સમાજની એક બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાનો ચૂંટણી સંબધિત ચર્ચા કરી શકે છે.

આજે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજની બેઠક
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાને પાટીદાર સમાજનું સમર્થન મળી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ દરમિયાન હવે રાજકોટમાં પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના સમર્થનમાં પાટીદાર સમાજની બેઠક મળશે તેવા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આ બેઠકમાં સૌરાષ્ટ્રની પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકોટમાં આજે મોડી સાંજે કડવા અને લેઉવા પાટીદારની સંયુક્ત બેઠક યોજાનાર છે. સ્થાનિક ચર્ચા મુજબ લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા પાટીદારો બેઠક કરશે.

નોંધનીય છે કે, પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિવાદને કઈ ગઇકાલે ભાજપનાં ક્ષત્રિય નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજની કોર કમિટીનિ બેઠક મળી હતી. આ બેઠકમાં બાદ ભૂપેન્દ્ર ચુડાસમાનાં અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી. જેમાં ભૂપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે તરત જ અમે બેઠક બોલાવી હતી. તેમજ આ બેઠકમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીનાં સભ્યો હાજર હતા. તેમજ મે કોર કમિટી સમક્ષ વાત કરી છે. 3-3 વખત માફી માંગવામાં આવી હતી. ત્યારે આ બાબતે પાર્ટી વિચાર કરશે. તેમજ પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માંગી છે. પણ હજુ નિરાકરણ આવ્યું નથી. અમે પાર્ટીને અમારી વાત કરીશું. ત્યારે બાદ પાર્ટી નિર્ણય કરશે. તેમજ બીજી બેઠક નહી થાય. 

પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવા પરષોત્તમ રૂપાલાની તરફેણમાં આવ્યા 
ક્ષત્રિય સમાજ અને ભાજપની બેઠકને લઈ જ્યોતિ ટિલવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala)ની તરફેણમાં આવ્યા છે. પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના વિરોધને લઈ કડવા પાટીદાર અગ્રણીઓ હવે મેદાનમાં આવ્યા છે. ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ મેસેજ વાયરલ કર્યો હતો. જેમાં તેઓએ કહ્યું કે બે-બે વાર માફી માંગ્યા પછી આટલો ઈશ્યું કરે તે વ્યાજબી ના કહેવાય. ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપો. પોસ્ટને લઈ પાટીદાર યુવકોએ પરષોત્તમ રૂપાલાની તરફેણમાં કોમેન્ટસ લખી હતી. 

વધુ વાંચો: આખરે શા કારણોસર કોંગ્રેસમાં ઉમેદવારોને લઇ કોકડું ગૂંચવાયેલું છે? ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

જાણો શું છે સમગ્ર મામલો ? 
લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા સીટ (Lok Sabha Election 2024) પર ભાજપ દ્વાર પરુષોતમ રૂપાલા (Parshottam Rupala)ને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરષોતમ રુપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરષોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ