બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Upheaval in Gujarat politics, veteran leader suspended from BJP, due to which CR Patil took action
Last Updated: 05:32 PM, 14 March 2024
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ચહલ-પહલ વધી ગઈ છે. ક્યાંક પક્ષમાંથી રાજીનામાં પડી રહ્યાં છે તો ક્યાંક પક્ષમાંથી દૂર કરવામાં આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે એવી વિગતો સામે આવી છે કે, ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ડો.જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ
વડોદરાના ડો.જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. અત્રે જણાવીએ કે, ડો.જ્યોતિબેન પંડ્યા ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા. જેમને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની સૂચનાથી પક્ષના તમામ હોદ્દાથી દૂર કરાયા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વાંચવા જેવું: પોલીસ ભરતીની તારીખ જાહેર: 4 એપ્રિલથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ, પણ આ વાતનું રાખજો ધ્યાન
ડૉ.જ્યોતિબેન પંડ્યાએ શું કહ્યું ?
વડોદરામાં રંજનબેનની ત્રીજીવાર ભાજપ ટિકિટ આપતા વિવાદ વકર્યો છે. જણાવીએ કે, ડૉ.જ્યોતિબેન પંડ્યાએ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી રંજનબેનને ટિકિટ આપતા ડૉ.જ્યોતિબેન પંડ્યાએ સવાલ ઉઠાવ્યા હતા. ડૉ.જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેર જેને પસંદ નથી કરતું પાર્ટીએ તેને ટિકિટ આપી છે. વારાણસીની જેમ વડોદરાનો ક્યારે વિકાસ થશે ? તેમણે બળાપો કાઢતા કહ્યું હતું કે, રંજનબેનને ત્રીજી વખત કેમ ટિકિટ આપવામાં આવી? હું લોકસભા ઉમેદવાર માટે લાયક છું. મે સવારે પાર્ટી છોડવા મુદ્દે હાઈકમાન્ડને જાણ કરી છે. હું છેલ્લા 30 વર્ષથી સક્રિય કાર્યકર છતાં પાર્ટીએ મને ટિકિટ ન આપી.
ADVERTISEMENT
મીડિયા સાથે વાતચીત દરમિયાન ડો.જ્યોતિબેન પંડ્યાએ કહ્યું હતું કે, પરિવારને મૂકીને મે છેલ્લા 28 વર્ષથી ભાજપ માટે કામ કર્યું છે. ભાજપના કાર્યકરો ડરમાં કામ કરી રહ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.