બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Gujarat Police Force Recruitment Form Date Announced for Class-3 Posts

BIG BREAKING / પોલીસ ભરતીની તારીખ જાહેર: 4 એપ્રિલથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ, પણ આ વાતનું રાખજો ધ્યાન

Dinesh

Last Updated: 04:19 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Police Force Exam: તારીખ 04/04/2024 (બપોરના 15:00 કલાક)થી તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) ગુજરાત પોલીસ દળ વર્ગ-3ની ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકાશે

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરાઈ છે.

30 એપ્રિલ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.04/04/2024 (બપોરના 15:૦૦ કલાક)થી તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી)  કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વિગતે પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો

વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે

પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

કેટલી જગ્યા ?

સંવર્ગ ખાલી જગ્યાની વિગત
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) 316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) 156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) 4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) 2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) 2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) 1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1000
(એસ.આર.પી.એફ.) (પુરૂષ)  
જેલ સિપોઇ (પુરૂષ) 1013
જેલ સિપોઇ (મહિલા) 85
કુલ 12472

વાંચવા જેવું:  ગુજરાતની રાજનીતિમાં હડકંપ, ભાજપમાંથી દિગ્ગજ નેતા સસ્પેન્ડ, આ કારણે સી આર પાટીલે કરી કાર્યવાહી

ખાસ આ નોંધ વાંચી લો

1. ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.
2. ઉમેદવાર જો (1) ફકત પો.સ.ઇ. કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં PSI Cadre પસંદ કરવાનું રહેશે (2) ફકત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Lokrakshak Cadre પસંદ કરવાનું રહેશે અને (3) જો બંન્ને માટે (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Both (PSI+LRD) પસંદ કરવાનું રહેશે.
3.  માજી સૈનિકો માટે ગુજરાત રાજય સેવા (માજી સૈનિકો માટે અનામત) નિયમો 1975 અને સુધારેલ નિયમો - 1994 તથા વખતો વખત સુધારેલ નિયમો મુજબ અનામત મળવાપાત્ર રહેશે.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ