બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Morbi police and bootlegger Alleged audio clip goes viral

મોરબી / AUDIO CLIP: PIનું પણ આવી ગયું ને આમાં? 25 હજાર દીધા...: બુટલેગર અને PSI વચ્ચેનો કથિત ઓડિયો વાયરલ, દારૂબંધીના ખુલેઆમ ધજાગરા

Dinesh

Last Updated: 07:24 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Police and bootlegger Audio clip: હળવદના તત્કાલીન PSIના નામે પોલીસકર્મીઓ રૂપિયા ઉઘરાવતા હોવાની ચર્ચા સામે આવી છે, દેશીદારૂની ભઠ્ઠી ચલાવવાનો પરવાનો અપાતો હોવાનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરાયો છે.

 

  • પોલીસ-બુટલેગરનો કથિત ઓડિયો ક્લિપ વાયરલ
  • દારૂની ભઠ્ઠી ચલાવવા હપ્તા લે છે પોલીસ?
  • PSIના નામે પૈસા ઉઘરાવવાનો આરોપ


Police and bootlegger Audio clip: મોરબીમાં બુટલેગર અને પોલીસની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં હળવદના તત્કાલીન PSI એમ.જે. ધાંધલ અને બુટલેગર વાતચીત કરી રહ્યાં હોવાનું જણાઈ આવ્યું છે. આ ઓડિયોમાં PSI બુટલેગર સાથે પૈસાની લેવડ દેવડ અંગે વાતચીત કરી રહ્યો છે. PSI એમ.જે. ધાંધલની હપ્તા ન લેતા હોવાની કરેલી વાતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. 

પોલીસકર્મીઓ રૂપિયા ઉઘરાવતા હોવાની ચર્ચા
હળવદના તત્કાલીન PSIના નામે પોલીસકર્મીઓ રૂપિયા ઉઘરાવતા હોવાની ચર્ચા સામે આવી છે. દેશીદારૂની ભઠ્ઠી ચલાવવાનો પરવાનો અપાતો હોવાનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં D સ્ટાફ, જમાદાર સહિત PSIને રૂપિયા આપ્યા હોવાની વાતનો ઉલ્લેખ પણ કરાયો છે.  PSI એમ.જે. ધાંધલના નામે અન્ય પોલીસકર્મીને રૂપિયા આપ્યાનો આરોપ કરાયો છે. એમ.જે. ધાંધલ હાલ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

ઓડિયો ક્લીપમાં શું બોલે છે ?
જે ઓડિયો ક્લીપમાં PSI એમ.જે. ધાંધલ જણાવી રહ્યો છે કે, ઓળખે છે મને ધાંધલ બોલું છું ત્યારે બુટલેગર કહે છે કે, હા સાહેબ જે પછી PSI કહે છે કે, મોટો ધંધાર્થી થઈ ગયો હોય તો ન ઓળખતો હોય. બુટલગેર કહે છે કે, ધંધો સારો નથી ચાલતો અત્યારે માત્ર બે કાર્બા જ છે. ત્યારબાદ PSI હપ્તા વિશે પૂછે છે ત્યારે બુટલેગર કહે છે કે, ડી સ્ટાફને 25 હજાર અને 15 હજાર જમાનદારને આપું છું.  PSI એમ.જે. ધાંધલ તેના હપ્તા વિશે પૂછતા કહે છે કે, 10 હજાર ગઈકાલે મોકલાયા છે 10 હજાર આવતીકાલે મોકલું બુટલગેર કહે છે અને પહેલા 15 હજાર રવિરાજસિંહ સાથે મોકલાવ્યા તેમ કહેતા PSI ગરમ થઈ જાય છે અને કહે છે કે, મેં કિધુ છે તું મને પૈસા આપજે અને તને ખબર છે હું પૈસા લઉ છું, મારા પૈસા કોઈને આપતો નહી અને હું કોઈ દિવસ પૈસા લેતા પણ નથી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ