બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Morbi factory workers kidnapped the industrialist

ક્રાઈમ / ઈકોમાં બિઝનેસમેનને કર્યો કીડનેપ! પડાવ્યા આટલા લાખ, મોરબીમાં કંપનીનો જૂનો કર્મચારી જ નીકળ્યો દગાબાજ!

Dinesh

Last Updated: 07:54 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીના લીલાપર કેનાલ રોડે ગુંજન હાઇટ્સમાં રહેતા અને સિરામિક સેનેટરી વેર વાળા જીજ્ઞેશ ભટ્ટાસણાનું શ્રમિકોએ અપહરણ કર્યું હતું, પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

  • મોરબીના કારખાનાના શ્રમિકોએ  ઉદ્યોગપતિનું અપહરણ કર્યું
  • ઉદ્યોગપતિના ભાગીદારને ફોન કરી પાંચ લાખ રૂપિયા પડાવ્યા
  • ગુનામાં કારખાનાના પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપી ધરપકડ


મોરબીના કારખાનામાં મજૂરી કામ કરતાં પરપ્રાંતિય શ્રમિકોએ સિરામિક ઉદ્યોગપતિનું ઇકો કારમાં અપહરણ કર્યું હતું અને તેને છરી બતાવીને પહેલા 10 લાખની માંગણી કરી હતી જોકે, બાદમાં ઉદ્યોગપતિના ભાગીદારને ફોન કરીને પાંચ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા જે ગુનામાં કારખાનાના પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીની હાલમાં ધરપકડ કરવામાં આવી છે.

ઉદ્યોગપતિનું અપહરણ કરવામાં આવ્યું હતું 
મોરબીના લીલાપર કેનાલ રોડે ગુંજન હાઇટ્સમાં રહેતા અને સિરામિક સેનેટરી વેર વાળા જીજ્ઞેશ ભટ્ટાસણાનું ઘૂટુંથી તલાવીયા શનાળા વચ્ચે મોઢે રૂમાલ બાંધેલ બે શખ્સ જાળીમાંથી સામે આવ્યા હતા અને ઇકો કારમાં ઉદ્યોગપતિનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના જ પૂર્વ કર્મચારી મનોજ ઉર્ફે ટાપન હરિહર બહેરા અને તેની સાથે આવેલા અન્ય ત્રણ શખ્સો દ્વારા પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને તેના ભાગીદાર વિશાલભાઈએ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ઢુવા પાસે આવેલ રાધે હોટેલ પાછળ માટેલ રોડ ઉપર આરોપીઓના સાગરિતને રૂપિયા આપ્યા બાદ ઉદ્યોગપતિને અમદાવાદમાં છોડીને આરોપીઓ નાશી ગયા હતા જે ગુનામાં પોલીસે હાલમાં મનોજ ઉર્ફે તપન હરિહર બેહરા (27) અને જયંતાકુમાર હરિહર બહેરા (30) રહે. બંને ઓરિસ્સા, રોહિત લાલુરામ મંડલોઇ (23) આરએચ. એમપી વાળની ધરપકડ કરેલ છે અને હજુ બે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન છે.

આરોપી

પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી 
પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે, આરોપીએ કારખાનામાં કામ કર્યું હતું તેના રૂપિયા લેવાના હતા જે આપવામાં આવ્યા ન હતા જેથી કરીને તે આરોપીઓએ ઉદ્યોગપતિનું અપહરણ કર્યું હતું અને કારમાં બેસાડીને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ તેને અમદાવાદ તરફ લઈને ગયા હતા જો કે, આરોપીના સાગરીતને મોરબી જિલ્લામાં રૂપિયા આપવામાં આવ્યા ત્યાર પછી તેને અમદાવાદ પાસે છોડીને ચાર શખ્સો એમપીના ધાર જિલ્લામાં નાસી ગયા હતા જો કે, મોરબી તાલુકા પોલીસની ટીમે તેનો પીછો કરીને મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીને પકડી લીધા છે તેમની પાસેથી 2.16 લાખ રૂપિયા રોકડા તેમજ જે ગાડીમાં અપહરણ કર્યું હતું તે ઇકો ગાડી નંબર MP 9ZC 2778ને કબજે કરેલ છે અને જે આરોપીને પકડવામાં આવેલ છે તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે અને બાકીના બે આરોપીને પકડવા માટે પોલીસે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરેલ છે.


અત્રે ઉલેખનીય છે કે મોરબીની આસપાસમાં ઘણા કારખાના આવેલ છે જેમાં પરપ્રાંતમાંથી શ્રમિક કામ કરવા માટે ઘણા લોકો આવે છે તે માંથી ઘણાબધા ગુનાહિત માનસિકતા ધરાવતા હોય છે આટલું જ નહીં પરંતુ તેના વિસ્તારમાં ગંભીર ગુનાને અંજામ આપીને અહિયાં આવતા છે તેવું પણ ઘણી વખત સામે આવ્યું છે ત્યારે મોરબીના ઉદ્યોગકારો દ્વારા તેમના કારખાનામાં જે મજૂરોને કામે રાખવામા આવે તેની તમામ વિગત લેવામાં આવે તે જરૂરી નહીં પરંતુ અનિવાર્ય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ