બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Moose Wala murder case: Special Cell gets 5-day remand of Lawrence Bishnoi

પંજાબ / સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમા પહેલી ધરપકડ, દિલ્હી પોલીસે તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધરપકડ કરી

Hiralal

Last Updated: 11:33 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં દિલ્હી પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કસ્ટડીમાં લીધો અને તેની આકરી પૂછપરછ શરુ કરી છે.

  • પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં પહેલી ધરપકડ
  • દિલ્હી પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કસ્ટડીમાં લીધો
  • મૂસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈનું નામ ઉછળ્યું છે
  • દિલ્હી પોલીસે કહ્યું- લોરેન્સ બિશ્નોઈની કડકાઈથી પૂછપરછ થશે 

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇને કસ્ટડીમાં લીધો છે. મુસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈનું નામ ઉછળતા તેની પોલીસે જેલમાંથી ધરપકડ કરી છે. હાલમાં બિશ્નોઈ તિહાર જેલમાં કેદ છે અને તેને પોલીસ એન્કાઉન્ટરનો ડર સતાવી રહ્યો છે અને તેણે હાઈકોર્ટમાં અરજી પણ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લોરેન્સને પાંચ દિવસની કસ્ટડીમાં લીધો છે. આરોપ છે કે સિદ્ધુ મૌસેવાલાની હત્યાનું ષડયંત્ર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બ્રારે રચ્યું હતું.

મનપ્રીત સિંહની પણ ધરપકડ 
મુસેવાલા હત્યા કેસમાં ઉત્તરાખંડથી ધરપકડ કરાયેલા મનપ્રીત સિંહની હવે પંજાબ પોલીસે ઔપચારિક ધરપકડ કરી લીધી છે. મનપ્રીતસિંહને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે. તે જાણીતા ડ્રગ ડીલર હોવાનું કહેવાય છે. મનપ્રીતની સૌથી પહેલા હથિયાર સંબંધિત ગુના, હત્યાનો પ્રયાસ, હુલ્લડ, ગેરકાયદેસર રીતે ભેગા થવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

લોરેન્સ બિશ્નોઈએ હાઈકોર્ટમાં અરજી કરીને સુરક્ષા વધારવાની કરી માગ 
આ પહેલા તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલ પટિયાલા કોર્ટમાં અરજી દાખલ કરી ચૂક્યા છે. અરજીમાં વકીલે લોરેન્સની સુરક્ષા વધારવાની માંગ કરતા કહ્યું કે, જેલમાં લોરેન્સ બિશ્નોઈના જીવને ખતરો છે. વકીલે કહ્યું કે એવી આશંકા છે કે પંજાબ પોલીસ જેલમાં લોરેન્સનો સામનો કરી શકે છે અથવા હરીફ ગેંગ લોરેન્સ પર હુમલો કરી શકે છે, તેથી તેની સુરક્ષા વધારવામાં આવી શકે છે.

તિહાર જેલમાં મૂસેવાલાની હત્યાનું કાવતરુ ઘડાયું- પોલીસનો આરોપ 
પોલીસને જાણવા મળ્યું છે કે મૂસેવાલા હત્યા કેસની યોજના તિહાર જેલમાં કરવામાં આવી હતી. આ હુમલાની જવાબદારી પંજાબ સ્થિત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના ફેસબુક પેજ પર લેવામાં આવી હતી. એવું કહેવામાં આવતું હતું કે લોરેન્સ અને તેનો ભાઈ ગોલ્ડી બ્રાર સિદ્ધુની હત્યાની જવાબદારી લે છે.

લોરેન્સ બિશ્નોઇએ સિદ્ધુની હત્યા કેમ કરાવી?

આ પાછળનું કારણ વિકી મિદ્દુખેડા હત્યા 7 ઓગસ્ટ 2021ના રોજ થઈ હોવાનું કહેવાય છે, જેનો બદલો લેવા બિશ્નોઈ ગેંગ ઈચ્છતી હતી. વિકી લોરેન્સની નજીક હતો. દવિન્દર બામ્બિહા ગેંગે તેની હત્યા કરી હતી. આરોપ છે કે મિદ્દુખેડા હત્યાકાંડમાં સામેલ શૂટરોને મુસેવાલાએ આશરો આપ્યો હતો, જેનો બદલો બિશ્નોઈ ગેંગે લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ