ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / monsoon 2020 weather forecast in Gujarat rain in Gujarat 5 days

હવામાન / માછીમારો માટે અલર્ટ: ગુજરાતમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદની વકી, આ વિસ્તારોને કરાયા સાવધ

Published By: Gayatri

Last Updated: 02:45 PM, 16 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 5 દિવસ દરમ્યાન રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

ADVERTISEMENT

  • આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં રહેશે વરસાદી માહોલ
  • 19 તારીખથી વરસાદની તીવ્રતામાં થશે વધારો
  • આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

ગુજરાતમાં આગામી 5 દિવસ ધોધમાર વરસાદની હવામાન વિભાગની વકી છે. હવામાન વિભાગ દ્વારા 19 તારીખથી વરસાદની તિવ્રતામાં વધારો થવાની સંભાવના દર્શાવવામાં આવી છે એટલું જ નહીં પરંતુ આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ક્યાં ક્યા પડશે વરસાદ

  • દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
  • દમણ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી  
  • વલસાડ,સુરત,નવસારી,અમરેલીમાં ભારે વરસાદની આગાહી 
  • જૂનાગઢ,ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. તો બીજી તરફ ક્યાંક નદી-નાળામાં પણ નવા નીર આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો લિલિયામાં સવા 3 ઈંચ, અમરેલીમાં 2.5 ઈંચ, કોડીનારમાં 2 ઈંચ અને ભેસાણમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે

સંકળાયેલા મુદ્દાઓ

monsoon 2020 rain in gujarat weather Forecast આગાહી દરિયા કાંઠા માછીમાર વરસાદ હવામાન વિભાગ Weather Forecast

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ