બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / money withdraw from ppf account before know these rules

કામની વાત / PPF એકાઉન્ટમાંથી વચ્ચે પૈસા ઉઠાવતા પહેલાં જાણી લેજો આ નિયમ, નહીં તો થઇ શકે છે મોટું નુકસાન

Bijal Vyas

Last Updated: 05:10 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Money withdraw from PPF:તમે પોતાના પીપીએફ એકાઉન્ટમાંથી વચ્ચે પૈસા ઉપાડવા ઇચ્છો છો, તો પૈસા કાઢતા પહેલા પીપીએફ ખાતાના સંબંધિત ટેક્સ નિયમ જાણી લો, વાંચો સંપૂર્ણ વિગત

  • PPF સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે
  • આ સ્કીમમાં ગ્રાહકોને સારુ વ્યાજ સાથે ટેક્સ પર છૂટનો લાભ મળે છે
  • એક વર્ષમાં વધારેમાં વધારે 1.5 લાખ રુપિયા એક જ વખતમાં રોકાણ કરી શકાય.

Money withdraw from PPF: જો તમે પોતાના પીપીએફ એકાઉન્ટમાંથી વચ્ચે પૈસા ઉપાડવા ઇચ્છો છો, તો પૈસા કાઢતા પહેલા પીપીએફ ખાતાના સંબંધિત ટેક્સ નિયમ જાણી લેવો જોઇએ. કારણ કે પીપીએફ ખાતામાંથી વચ્ચેથી જ પૈસા ઉપાડવા પર તમારુ ઘણુ નુકશાન થઇ શકે છે. તેથી જો કોઇને પૈસાની જરુર પડે તો આ નિયમને ફોલો કરીને પીપીએફ ખાતામાંથી મેચ્યોરિટી પાકતા પહેલા જ પૈસા ઉપાડી શકે છે. પરંતુ વચ્ચેથી ઉપાડેલ પૈસા ટેક્સ હેઠળ ગણવામાં આવી શકે છે. 

અત્યારના સમયમાં પબ્લિક પ્રોવિડેંટ ફંડ એટેલે કે PPF સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે. કારણ કે તેમાં ગ્રાહકોને સારુ વ્યાજ સાથે ટેક્સ પર છૂટનો લાભ મળે છે. તેથી આ સ્કીમમાં મોટાભાગના લોકો રોકાણ કરવાનું પસંદ કરે છે. સરકારની આ યોજનામાં ગ્રાહક કોઇ ચિંતા વિના પોતાના પૈસા રોકાણ કરી શકે છે. આ સ્કિમ હેઠળ 500 રુપિયાથી ખાતા ખોલીને રોકાણની શરુઆત કરી શકાય છે. 

PPF, સુકન્યા સમૃદ્ધિ, NPS ના રોકાણકારો માટે ગુડ ન્યૂઝ! કેન્દ્ર સરકાર કરી  શકે છે મોટું એલાન | govt may increase interest rate for nsc sukanya  samriddhi yojana ppf and kisan vikas patra

7.1 ટકા મળશે ઇન્ટરેસ્ટ રેટ
આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે, આમાં ગ્રાહક હપ્તેથી પૈસા જમા કરાવી શકે છે. જો ગ્રાહક ઇચ્છે તો એક વર્ષમાં વધારેમાં વધારે 1.5 લાખ રુપિયા એક જ વખતમાં રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં ગ્રાહકોને 7.1 ટકાના પ્રમાણે વ્યાજ આપવામાં આવશે. જો તમે નવા નાણાંકીય વર્ષમાં રોકાણ કરો છો તો પણ તમને 7.1 ટકાનું વ્યાજ મળશે. કારણ કે સરકારે આ સ્કીમના વ્યાજ દરોમાં કોઇપણ પ્રકારનો બદલાવ કર્યો નથી. આ યોજનાનો લાભ લેવા માટે તમે દેશની કોઇપણ બેંક કે પોસ્ટ ઓફિસમાં જઇને ખાતુ ખોલાવી શકાય છે. 

ઉપાડેલા પૈસા પર લાગુ થશે ટેક્સ 
જો તમે પીપીએફ એકાઉન્ટની મેચ્યોરિટી પૂરી થયા પહેલા પૈસા ઉપાડવા માંગો છો તો તમારે ઓછામાં ઓછા 7 વર્ષ રાહ જોવી પડશે. આ પહેલા તમે પૈસા ઉપાડી નહીં શકો કારણ કે આ સ્કીમનો લોકિંગ સમય 15 વર્ષનો હોય છે. પીપીએફ ખાતાથી 7 વર્ષ બાદ ફક્ત 50 ટકા પૈસા ઉપાડી શકો છો, પરંતુ ધ્યાન રહે કે વર્ષમાં એક વખત પૈસા ઉપાડી શકાય છે. આ સ્કીમમાં તમે મેચ્યોરિટી પહેલા જે રકમ ઉપાડશો તેની પર ટેક્સ ભરવો પડશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ