બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:40 PM, 23 December 2022
ADVERTISEMENT
પાકિસ્તાનને ધૂળ ચટાવનાર ઈંગ્લિશ ઓપનર હૈરી બ્રૂક માટે ઈન્ડિયન પ્રીમિયર લીગના 2023 માટેના ઓક્શનમાં ખૂબ બોલી લાગી. રાજસ્થાન રોયલ્સને પણ આ ખેલાડી પોતાની ટીમમાં જોયતો હતો પરંતુ હૈદરાબાદે પૈસાનો વરસાદ કરી તેને પોતાની ટીમમાં શામેલ કરી દીધો.
ઓક્શનમાં 10 કરોડનો આંકડો પાર થયો પરંતુ રાજસ્થાન પણ હાર ન માન્યું. પરંતુ હૈદરાબાદે છેલ્લા સવા 13 કરોડ આપીને બ્રૂકને પોતાની ટીમમાં શામેલ કર્યો. તેની બેસ પ્રાઈસ ડોઢ કરોડ હતી.
ADVERTISEMENT
પાકિસ્તાન વિરૂદ્ધ 3 મેચોમાં મારી હતી ત્રણ સેન્ચ્યુરી
હૈરીએ બોલર છે જેણે પાકિસ્તાની બોલરની ખૂબ ધોલાઈ કરી હતી. હાલમાં જ પૂર્ણ થયેલી સીરિઝમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી હાર આપી હતી. તેને 3-0થી હરાવ્યું હતું.
સીરીઝના હીરો બ્રૂકે 3 મેચોની 5 ઈનિંગમાં 93.60ની સરેરાશના અંદાજમાં 93.41ના સ્ટ્રાઈક રેટથી 468 રન માર્યા હતા. તેમાં 3 સેન્ચ્યુરી સામેલ હતી. જ્યારે 153 રન સર્વશ્રેષ્ઠ સ્કોર હતો.
બીજી તરફ તેના જ દેશના પૂર્વ કેપ્ટન જો રૂટ અનસોલ્ડ રહ્યા. જ્યારે મયંક અગ્રવાલને તેની જ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે 8.25 કરોડમાં ખરીદ્યો. નાનકડા કરીયરમાં બ્રુકે થોડા દિવસોમાં T20 બેટિંગના આધારે પોતાનું નામ બનાવ્યું છે. જો કે થોડા સમય બાદ તેના દેશી સેમ કરણને સૌથી મોટી બોલી લાગી.
IPLના ઈતિહાસમાં સૌથી મોટી બોલી
પંજાબ કિંગ્સે સેમ કરણને સાઈન કરવા રેકોર્ડ 18.5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટી બોલી છે. આ પહેલા ક્રોસ મોરિસે સૌથી વધુ 16.25 કરોડની બોલી લગાવી હતી. જોકે હવે તેણે નિવૃત્તિ લઈ લીધી છે. હવે જોવાનું એ રહેશે કે શું બ્રુક આ સિઝનમાં પાકિસ્તાનની જેમ પોતાની ટીમ માટે આ સીઝનમાં પાકિસ્તાન જેવો કમાલ કરી શકે છે કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.