બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:12 PM, 3 January 2026
આપણા હાથની રેખાઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન વિશેની ઘણી બધી વાતો કહે છે. હાથોની રેખાને વાંચીને તમારી આર્થિક સ્થિતિ, ધન-વૈભવ સંપત્તિ, સ્વાસ્થ્ય, લગ્ન , સંતાન, કરિયર, નોકરી, પારિવારીક સંબંધ વિશે જાણવા મળી શકે છે. જોકે આ હસ્ત રેખાઓના આધારે સ્પષ્ટ ના કહી શકાય કે જીવનમાં શું ઘટશે? પરંતુ અમુક જીવનને લગતી વાત નિશ્ચિત રુપે જાણી શકાય છે. હસ્ત રેખાના જાણકારો અનુસાર, હથેળી પર બનનારી મની રેખા એટલે કે સૂર્ય રેખા દ્વારા જાણી શકાય છે કે, વ્યક્તિ તેના જીવનમાં કેટલુ ધન કમાશે સાથે જ તેના જીવનમાં ધનની સ્થિતિ કેવી રહેશે.
ADVERTISEMENT
ધન ત્રિકોણને ધનવાન બનવાનો એક મોટો સંકેત માનવામાં આવે છે, જેની હથેળીમાં આ ચિન્હ હોય છે તે ખૂબ જ ધનવાન બનશે તેવુ માનવામાં આવે છે. અહીં આપણે અમુક રેખાઓ વિશે વાત કરીશું જેની હાજરી તમારી ધન સંપત્તિની જાણકારી મળી શકે છે.
હાથમાં સૂર્ય રેખાનું હોવુ
ADVERTISEMENT
જો રેખા હથેળીમાં સૂર્ય પર્વત તરફ જાય છે તો તેને સૂર્ય રેખા કહેવામાં આવે છે. આ રેખા બતાવે છે કે જીવનમાં તમને કેટલુ ધન અને યશ મળશે. આ રેખા પ્રતિભા દર્શાવે છે, જેને પ્રસિદ્ધિની રેખા પણ કહેવામાં આવે છે. જેના હાથમાં આ હોય છે તેમને અચુક પ્રસિદ્ધિ મળે છે. હાથમાં સ્પષ્ટ અને સીધી સૂર્ય રેખા વ્યક્તિ ભાગ્યશાળી હાવોનો સંકેત આપે છે, આ લોકો કરિયરમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરે છે. જો આ રેખાઓ પર નાના નાના ત્રિકોણ ચિન્હ બનેલા હોય તે આ સંકેત છે કે વ્યક્તિના કરોડપતિ બનવાના યોગ ખૂબ જ પ્રબળ છે.

ADVERTISEMENT
હથેળીમાં ધન રેખા
હથેળીમાં એક વિશેષ રેખા હોય છે, જેને ઘનની રેખા કહેવામાં આવે છે. જ્યારે તમે તમારી હથેળીને જુઓ ત્યારે અનામિકા એટલે કે રિંગ ફિંગરની નીચે સૂર્ય પર્વતથી નિકળીને જે રેખા હ્દય રેખાને પાર કરી મસ્તિષ્ક રેખા તરફ આગળ વધી છે, તેને ધન રેખા માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે લોકોની ધન રેખા સૂર્ય પર્વત કે બુધ પર્વત તરફ ઢળેલી હોય છે તે લોકો વ્યવસાય અને પ્રોપર્ટીને વધારવામાં સફળતા મેળવે છે. આ લોકોને જીવનમાં ઘણીવાર અચાનક જ મોટો ધન લાભ થતો હોય છે.
ADVERTISEMENT
હથેળીમાં ભાગ્ય રેખા
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જે રેખા કાંડા પાસેથી શરુ થઇ સીધે સીધી મધ્ય એટલે કે હાથની લાંબી આંગળી તરફ આવે છે, તેને ભાગ્ય રેખા કહેવામાં આવે છે. હાથની ભાગ્ય રેખા વ્યક્તિના કર્મ, પરિશ્રમ, સમય-સુચકતા અને કરિયરની સ્થિતિને દર્શાવે છે. આ રેખા જેટલી સ્પષ્ટ અને ઊંડી હોય તેટલી જ વ્યક્તિ પ્રગતિ ઝડપથી કરે છે. જો ભાગ્ય રેખા શુક્ર પર્વત કે ચંદ્ર પર્વતથી શરુ થઇ રહી છે તો જાતક વ્યાપાર અને રાજકારણમાં મોટી સફળતા મેળવી શકે છે.
ADVERTISEMENT

જો ભાગ્ય રેખા શનિ પર્વત સુધી પહોંચી જાય તો વ્યક્તિને રાજયોગનું સુખ પ્રાપ્ત થાય છે. જો તમારી પણ ભાગ્ય રેખા સ્પષ્ટ અને ઊંડી છે, તો તે તમારી સારી કારકિર્દી અને સ્થિર સફળતાનો સંકેત છે. આ રેખા તૂટેલી હોય તો જીવનમાં ઉતાર-ચઢાવ અને સંઘર્ષનો સંકેત છે અથવા આડીટેઢી રેખા હોય તો તે જીવનમાં અસ્થિરતા સાથે જ અચાનક મળનારા અવસરનો સંકેત સૂચવે છે.
ADVERTISEMENT
જીવન રેખા
હાથમાં જીવન રેખા તર્જની એટલે કે ઇન્ડેક્સ ફિંગર અને અંગૂઠાની વચ્ચેથી શરુ થઇ અંગૂઠાના નીચેના ભાગને અડીને કાંડા તરફ જાય છે, જેને જીવન રેખા એટલે કે લાઇફ લાઇન કહેવામાં આવે છે. કહેવાય છે કે, જો હથેળીમાં જીવન રેખા સ્પષ્ટના હોય તો વ્યક્તિ સ્વ્સ્થ્ય જીવન વિતાવે છે. આ રેખા પર ત્રિભુજનું બનુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. હસ્તરેખા શાસ્ત્રમાં મસ્તિષ્ક રેખા અને જીવન રેખાનું યોગ્ય સ્થાને હોવુ ધન લાભનો સંકેત માનવામાં આવે છે. જો બંને રેખાઓ એક બીજાથી થોડી દૂર હોય સાથે તેની વચ્ચે જગ્યા સ્પષ્ટ દેખાય તો આ લોકો ધીરે ધીરે પણ સફળતા અચુક મેળવે છે. જો મસ્તિષ્ક રેખા લાંબી હોય તો વ્યક્તિમાં વ્યાવહારિક બુદ્ધિમત્તા વધારે હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.