ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / VIDEO : શમીની પત્ની હસીન જહાં આ કોના પ્રેમમાં પડી? 'આઈ લવ યુ જાનુ' લખીને વધાર્યું રહસ્ય, મામલો શું?
Last Updated: 02:42 PM, 5 July 2025
ADVERTISEMENT
દર મહિને 4 લાખના વળતર ચુકાદા બાદ પત્ની હસીન જહાંએ 'આઈ લવ યુ' બોલીને પતિ મોહમ્મદ શમીને લપેટામાં લીધો છે. હસીન જહાંએ ઈન્સ્ટા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં લખ્યું કે હું તને ખૂબ પ્રેમ કરું છું જાનુ. તેની સાથે હસીન જહાંએ દિલ વાળુ ઇમોજી મૂક્યું છે. મોહમ્મદ શમીની પત્નીએ આગળ લખ્યું કે, મળશે? ક્યાંય મારા જેવી પત્ની જે આટલી શિદ્દતથી સંબંધ નિભાવે? ચિંતા કર નહીં મારી જાન, મરીશ ત્યાં સુધી હું એક મજબૂત સંબંધ નિભાવીશ ઇન્શાઅલ્લાહ. બસ નક્કી તમારે કરવાનું છે કે તે મજબૂત સંબંધ કેવો હશે!
ADVERTISEMENT
શમીને દર મહિને 4 લાખનું ભરણપોષણ ચુકવવાનો આદેશ
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી મોહમ્મદ શમીને કોલકાતા હાઈકોર્ટ દ્વારા હસીન જહાં અને પુત્રી આયરાને ભરણપોષણ ખર્ચ તરીકે દર મહિને 4 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારથી, હસીન જહાં તેની જાહેરમાં ટીકા કરી રહી છે. કોર્ટના ચુકાદા પ્રમાણે, શમીએ હસીન જહાંને દર મહિને 1.50 લાખ રૂપિયા ચૂકવવા પડશે જ્યારે પુત્રીને દર મહિને 2.50 લાખ રૂપિયા મળશે. આ રકમ સાત વર્ષની જૂની તારીખથી વસૂલવામાં આવશે. નીચલી કોર્ટને છ મહિનામાં કેસનો નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસ 'ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ' કાયદા હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
શમીને 'ખોટી માનસિકતા'વાળો પણ ગણાવી ચૂકી છે હસીન જહાં
આ પહેલાની એક પોસ્ટમાં હસીન જહાં શમીને 'ખોટી માનસિકતા'વાળો પણ ગણાવી ચૂકી છે . તેણે કહ્યું હતું કે ખોટી માનસિકતા ધરાવતો વ્યક્તિ, જેના મનમાં ગુનાખોરી હોય છે, અને જે પોતાના પરિવાર, પત્ની અને બાળકોને મુશ્કેલી તરફ ધકેલી દે છે, અને જે ક્યારેય કંઈ નહોતું અને અચાનક ઘણું બધું બની જાય છે, આ લોકોમાં ઘમંડ અને વલણ આવે છે. તેઓ એવું વલણ વિકસાવે છે કે તેઓ પોતે જાણતા નથી કે તેઓ કયા માર્ગ પર ઉભા છે, તેઓ શું કરી રહ્યા છે અને શા માટે કરી રહ્યા છે. અત્યારે, તે (શમી) સંપૂર્ણપણે અભિમાનથી ભરાઈ ગયો છે. જે દિવસે અભિમાન ઓછું થઈ જશે, તે દિવસે તેને તેની પત્ની, તેની પુત્રી અને તેના બધા ખોટા કાર્યો યાદ આવશે. અત્યાર સુધી, તે ઘમંડને કારણે, તેણે મને કે અમારી પુત્રીનો સંપર્ક કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. હકીકતમાં, છેલ્લી વખત જ્યારે તે અમારી પુત્રીને મળ્યો હતો ત્યારે તે ફક્ત માનનીય ન્યાયાધીશ તીર્થંકર ઘોષના ડરને કારણે હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ