બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / mohammed shami has taken 5 australian batsmen wicket more than three times

world cup 2023 / ફાઇનલમાં પણ શમીનો જ ચાલશે જાદુ! ઑસ્ટ્રેલિયાના 5 ખેલાડીઓ માટે કાળ સમાન છે શમીની બોલિંગ, વિશ્વાસ ન હોય જોઈ લો આંકડા

Kishor

Last Updated: 11:06 AM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડની આડધાથી પણ વધુ ટીમના ખેલાડીઓને એકલા હાથે ખતમ કરનાર શમી ઓસ્ટ્રેલિયાની ટીમ માટે પણ ખતરનાક સાબિત થશે કે કેમ ?

  • શમી ઓસ્ટ્રેલિયાની ટીમ માટે પણ ખતરનાક સાબિત થશે કે કેમ ?
  • આ વર્લ્ડ કપમાં છેલ્લા 6 મેચમાં તેને 23 વિકેટ લીધી
  • શમી ભારત માટે કોઈ બ્રહ્માસ્ત્રથી ઓછો નથી

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં રવિવારે એક નવો અધ્યાય જોડાઈ જશે. આ દિવસે ભારત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનુ સાકાર થતું દેખાઈ રહ્યું છે. ભારતનો ફાઈનલ મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થવાનો છે. અત્યાર સુધીમાં નવ લીગ અને સેમિફાઈનલ મેચમાં ભારત અજય રહ્યું છે. ભારતે દરેક ટીમને મ્હાત આપી છે. વર્લ્ડ કપના આ પુરા સફરમાં ટીમમાંથી બોલર મોહમ્મદ શમીની સૌથી મહત્વની ભુમિકા રહી છે સેમિફાઈનલમાં તો તેને ન્યુઝીલેન્ડને ધુળ ચટાવી દીધી હતી તેને આ મેચમાં એક-બે નહીં પણ પુરી સાત વિકેટ ઝડપી હતી. આ વર્લ્ડ કપમાં છેલ્લા 6 મેચમાં તેને 23 વિકેટ લીધી છે.આમ વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિેકેટ લેવાનો શ્રેય મોહમ્મદ સમીએ પોતાના નામે કર્યો છે.

2015-19ની સેમી ફાઇનલમાં તો આપણે...', ભારતની શાનદાર જીત બાદ સામે આવી મોહમ્મદ  શમીની પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું | 'In the 2015-19 semi-finals Mohammed  Shami's reaction after ...
    
એવામાં દરેક લોકોના જીભ પર એક જ સવાલ છે કે શું ફાઈનલ મુકાબલામાં ફરી મોહમ્મદ શમીનો જાદુ ચાલશે.. શું તેની બોલીંગ કહેર બનીને મેદાનમાં પડશે..આ પ્રશ્નનો જવાબ જાણતા પહેલા આપણે આંકડા પર નજર કરીએ..તમને જણાવીએ કે મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અત્યાર સુધી 24 એક દિવસિય મેચ રમ્યા છે. તેને 38 વિકેટ ઝડપી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આ વર્ષનું છે.

24 મુકાબલામાં આવુ સાત વખત થયું છે

22 સપ્ટેમ્બર 2023માં માહોલીમાં રમવામાં આવેલા મેચમાં તેને ઓસ્ટ્રેલિયાની 5 વિકેટ લીધી હતી. આ મેચમાં તેને 10 ઓવરની બોલિંગમાં 51 રન ખર્ચ કર્યા હતાં... તેને ત્રણ ખેલાડીઓ સ્ટીવ સ્મિથ, મર્કસ સ્ટોનિસ અને સીન અબોટને ક્લિન બોલ્ડ કર્યા હતા. જ્યારે મિશેલ માર્શ અને મૈથ્યૂ શોર્ટને કેચ આઉટ કરાવ્યા હતા..આ 24 મુકાબલામાં આવુ સાત વખત થયું છે. જ્યારે શમીને ત્રણ કે તેનાથી વધારે વિકેટ ચટકાવી છે.

શમી ભારત માટે કોઈ બ્રહ્માસ્ત્રથી ઓછો નથી

જ્યારે તમો વિચારી રહ્યાં હોય કે આમાં શું મોટી વાત છે.પરંતુ કહાની હવે શરૂ થાય છે. શમી ભારત માટે કોઈ બ્રહ્માસ્ત્રથી ઓછુ નથી... તેનુ નામ જ વિપક્ષી ટીમોમાં ભય પેદા કરવા માટે ઘણુ છે.. પણ હાલની ઓસ્ટ્રેલિયા ટીમ શમીના નામથી ખુબ જ સાવચેત છે.. ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન સહિત 5 ખેલાડી એવા છે કે જેના માટે મોહમ્મદ શમી કોઈ કાળથી ઓછો નથી... આ લિસ્ટમાં પ્રમુખ નામોમાંથી સ્ટીવ સ્મિથ છે જે કેરેબિયયાી ટીમના પ્રમુખ બોલર છે... પરંતુ શમીએ તેને એક-બે વખત નહી પણ પુરા 4 વખત તેને પેવેલિયન ભેગો કર્યો છે... ઘણી વખત તો શમીનો બોલ ક્વિન બોલ્ડ પણ થયો છે...
 
ડેવિડ વોનરને ત્રણ વખત પેવેલિયન મોકલ્યો
આ યાદીમાં બીજા નંબર પર માર્કસ સ્ટોયનિસ, ગ્રેન મેક્સવેલ અને ડેવિડ વોર્નર છે... જે ત્રણેયની ટીમ ઓસ્ટ્રેલિયામાં રીઢ છે... પણ આ ત્રણેયને પણ શમીએ છોડ્યા નથી... આ ત્રણેય શમીના બોલ પર એક-બે વાર નહીં પણ ત્રણ ત્રણ વાર પેવેલિયન ભેગા કર્યા છે.... હવે વાત આવે છે વિપક્ષી ટીમના કેપ્ટનની... સારો બોલર પેટ કમિન્સના હાથોમાં આ વખતે ઓસ્ટ્રેલિયાઈ ટીમની કમાન છે.

શમીએ આના પર પણ રહેમ કર્યો નથી... તેને પણ શમીના બોલ પર બે વખત પેવેલિયન ભેગુ થવુ પડ્યું હતું... આ સિવાય શમીએ હાલની ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડી એલેક્સ કેરી, એડમ જંપા, કૈમરન ગ્રીન, સીન અબોટ, મિશેલ માર્શ અને જોસ હેબલવુડને એક-એક વાર પેવેલિયનનો રસ્તો દેખાડ્યો છે... એવામાં શમીથી વિપક્ષી ટીમમાં ભય રહેવો એ સ્વાભાવિક વાત છે....

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ