બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammad Shami says i will join the team in england test series

ક્રિકેટ / મોહમ્મદ શમીના ફિટનેસ અંગે મેજર અપડેટ, જાતે એલાન કર્યું હવે ક્યારે રમશે, ચાહકો ઉતાવળિયા થયા

Vaidehi

Last Updated: 11:23 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલાં મોહમ્મદ શમીની ફિટનેસને લઈને સવાલ ઊઠ્યાં હતાં પણ સ્ટાર ક્રિકેટરે તમામ સવાલોનો જવાબ તેમજ તેમની વાપસીને લઈને મોટું એલાન કરી દીધું છે.

  • મોહમ્મદ શમીએ મીડિયા સામે કર્યો ખુલાસો
  • ઈંગ્લેંડની સામે સીરીઝ રમશે કે નહીં તે અંગે જવાબ આપ્યો
  • ડોક્ટર્સે ફિટનેસને લઈને આપી દીધી લીલીઝંડી

અર્જુન એવોર્ડ મળ્યાં બાદ ભારતનાં સ્ટાર તેજ બોલર મોહમ્મદ શમીએ મોટું એલાન કરી દીધું છે. શમીએ દાવો કર્યો છે કે તેઓ ઈંગ્લેંડની સામે 25 જાન્યુઆરીનાં શરૂ થવા જઈ રહેલી પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં વાપસી કરશે. હાલમાં મોહમ્મદ શમી પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહ્યાં છે અને એ જ કારણોસર તેઓ ઈંગ્લેંડની સામે ટેસ્ટ સીરીઝ રમશે કે નહીં તેને લઈને અટકળો ચાલી રહી હતી. જો કે હવે આ દિગ્ગજ ખેલાડીએ તમામ પ્રશ્નોનાં જવાબ આપી દીધાં છે. 

મોહમ્મદ શમીએ એલાન કર્યું કે તેઓ ટેસ્ટ સીરીઝની શરૂઆતથી પહેલાં ઠીક થઈ જશે. તેમણે કહ્યું કે મને ઘૂંટણમાં તકલીફ હતી પણ હવે હું બરાબર છું...નેશનલ ક્રિકેટ એકેડેમીમાં હું પોતાની ફિટનેસને લઈને કામ કરી રહ્યો છું. NSFનાં મેડિકલ એક્સપર્ટસ મારી ફિટનેસથી ખુશ છે. 

"ડોક્ટર્સે લીલીઝંડી ન આપી"
ભારતમાં રમવામાં આવેલ વર્લ્ડ કપ બાદથી જ મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી રહી શક્યાં. શમીને દક્ષિણ આફ્રીકાની સામેની ટેસ્ટ સીરીઝ દરમિયાન ટીમમાં સ્થાન મળ્યું હતું પણ ફિટનેસનાં મામલે ડોક્ટર્સે લીલીઝંડી ન આપી હોવાને લીધે તેઓ સીરીઝ નહોતા રમી શક્યાં. શમીએ દક્ષિણ આફ્રીકાની સીરીઝને લઈને વાત કરી કે ભારતે દ્વિતીય ટેસ્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું. બોલિંગ વિભાગમાં દરેકે સારું યોગદાન આપ્યું. ભારતની તરફથી સીરીઝમાં કમબેક પણ જોરદાર રહ્યું.

વધુ વાંચો: દારૂ બધા પીતાં હતા પણ બદનામ ખાલી મને એકને કર્યો...: ભારતના પૂર્વ ક્રિકેટરનો નવો ધડાકો

"...મને રમતાં જોશો"
એલાન કરતાં શમીએ કહ્યું કે, "ઈજાના લીધે હું સીરીઝમાં નહોતો જોડાઈ શક્યો. પણ હવે હું મેદાનમાં વહેલામાં વહેલા વાપસી કરવા ઈચ્છું છું. ઈંગ્લેંડની સામે ટેસ્ટ સીરીઝમાં તમે મને રમતાં જોશો." શમીને 9 જાન્યુઆરીનાં રોજ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર શમીને વર્લ્ડ કપમાં તેમનાં શાનદાર પર્ફોર્મન્સ માટે મળ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Test Series mohammad shami ક્રિકેટ ટેસ્ટ સીરિઝ મોહમ્મદ શમી Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ