બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Mohamed Diaf, Ismail, Netanyahu... Know 6 Big Faces in Israel-Hamas War

ઈઝરાયલ-હમાસ યુદ્ધ / મોહમ્મદ ડાયફ, ઇસ્માઇલ, નેતન્યાહૂ... જાણો ઈઝરાયલ-હમાસ જંગ વચ્ચેના 6 મોટા ચહેરાઓ વિશે

Priyakant

Last Updated: 10:28 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas war News: પેલેસ્ટાઇન સંગઠનથી લઇને હિઝબુલ્લાહ સુધી જેઓનો ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં છે સૌથી મોટો રોલ, જાણો કોણ કોણ છે ?

  • ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ 
  • આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા
  • આવો જાણીએ આ યુદ્ધના મહત્વના નામ 

Israel-Hamas War : ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ તેજ બની રહ્યું છે. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે. હમાસ દ્વારા સેંકડો ઇઝરાયલી નાગરિકોને પણ બંધક બનાવવામાં આવ્યા છે. આ યુદ્ધ 7 ઓક્ટોબરે શરૂ થયું હતું જ્યારે હમાસે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ તરફ રોકેટ છોડ્યા હતા. હમાસે ઈઝરાયેલ પર પાંચ હજારથી વધુ રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો હતો. 

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કરી હતી યુદ્ધની જાહેરાત 
આ તરફ હમાસના હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હતી. નેતન્યાહુ કહે છે કે, દુશ્મનને એવી કિંમત ચૂકવવી પડશે કે જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે પહેલા પણ સંઘર્ષ થયો છે. પરંતુ આ વખતે તે સંઘર્ષ કરતાં વધુ છે. તે એટલા માટે કારણ કે ઇઝરાયેલે હમાસ સામે પ્રથમ વખત સત્તાવાર રીતે યુદ્ધ જાહેર કર્યું ન હતું. પરંતુ આ વખતે તે થઈ ગયું છે.

યુદ્ધના મહત્વના પાત્રો કોણ?

  • હમાસઃ 
  • હમાસ એ પેલેસ્ટાઈનનું ઈસ્લામિક ઉગ્રવાદી સંગઠન છે જેની સ્થાપન 1987માં કરવામાં આવી હતી. ઈસ્માઈલ હનીયેહ તેના નેતા છે. ઈઝરાયેલ ઉપરાંત અમેરિકા સહિત અનેક દેશોએ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. 2007થી ગાઝા પટ્ટી પર હમાસનું વર્ચસ્વ છે. હમાસ લાંબા સમયથી ઈઝરાયેલ પર હુમલા કરી રહ્યું છે. ઈરાન હમાસને સૌથી વધુ સમર્થન આપે છે. હમાસને મોટાભાગનું ભંડોળ ઈરાનમાંથી મળે છે.
  • બેન્જામિન નેતન્યાહુ: 
  • બેન્જામિન નેતન્યાહુ એ ઈઝરાયેલના વડાપ્રધાન છે. ગયા વર્ષે સામાન્ય ચૂંટણીમાં તેઓ છઠ્ઠી વખત ઈઝરાયેલના વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. નેતન્યાહુ પર પેલેસ્ટિનિયન વિસ્તારોમાં યહૂદી વસાહતો સ્થાપવાનો આરોપ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નેતન્યાહૂએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 'ન્યૂ મિડલ ઈસ્ટ'નો નકશો બતાવ્યો હતો. આ નકશામાં પેલેસ્ટાઈનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. હમાસ વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કર્યા બાદ નેતન્યાહુએ ચેતવણી આપી હતી કે, ઈઝરાયેલની કાર્યવાહી મધ્ય પૂર્વમાં બદલાવ લાવી દેશે.
  • મોહમ્મદ દિયાફ:
  • મોહમ્મદ દિયાફ હમાસની સૈન્ય પાંખના વડા છે. તેને ઈઝરાયેલ પર હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. તેણે જ ઈઝરાયેલ વિરુદ્ધ 'ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ'નું નેતૃત્વ કર્યું હતું. મોહમ્મદ દિયાફ 2002થી હમાસની સૈન્ય શાખાના વડા છે. જ્યારે ડાયફ 20 વર્ષનો હતો ત્યારે તેને પેલેસ્ટાઇનમાં પ્રથમ ઇન્ટિફાદા (બળવો) દરમિયાન ઇઝરાયેલી સરકાર દ્વારા જેલમાં મોકલવામાં આવ્યો હતો. 1996માં બોમ્બ વિસ્ફોટમાં 50 થી વધુ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા જેના માટે ડાયફને જવાબદાર ગણવામાં આવ્યો હતો.
  • ઈસ્માઈલ હનીયેહ:
  • ઈસ્માઈલ હનીયેહ તે હમાસના વડા છે. ગાઝા પટ્ટીમાં શરણાર્થી શિબિરમાં 29 જાન્યુઆરી, 1962ના રોજ જન્મેલી હનીયેહ અભ્યાસ કરતી વખતે હમાસમાં જોડાઈ હતી. 2006માં હનીયેહ પેલેસ્ટાઈનના વડાપ્રધાન બન્યા. ઘણા વર્ષો પહેલા તે ગાઝા પટ્ટીથી ભાગીને કતાર આવ્યો હતો. ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલા પહેલા હનીયેહે કહ્યું હતું કે, અમારા લોકો પર થઈ રહેલા અત્યાચારો અને પશ્ચિમી સમર્થનને લઈને, અમે હવે બધું સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે, જેથી દુશ્મન સમજી શકે કે તે જવાબદાર ઠર્યા વિના ખુશીથી જીવી શકશે નહીં.
  • અયોતુલ્લાહ અલી ખમેની:
  • અયોતુલ્લાહ અલી ખમેની 1989થી ઈરાનના સર્વોચ્ચ નેતા છે. ઈરાન પર હમાસને સમર્થન આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે હમાસને મોટાભાગનું ભંડોળ ઈરાનમાંથી મળે છે. જોકે ઈરાને આ આરોપોને ફગાવી દીધા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) ના પ્રવક્તા મેજર નીર દિનારે એક ન્યૂઝ વેબસાઇટને જણાવ્યું કે 'પુરાવાઓની ગેરહાજરીનો અર્થ એ નથી કે ઇરાન તેની પાછળ નથી.'
  • હિઝબુલ્લાહ: 
  • હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનની રચના ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા 1982માં કરવામાં આવી હતી. તેનો હેતુ ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિને અન્ય દેશોમાં ફેલાવવાનો અને લેબનોનમાં ઈઝરાયેલી સેના સામે મોરચો ઉભો કરવાનો હતો. ઇઝરાયેલ સામેના આ યુદ્ધમાં હિઝબુલ્લાહ હમાસને સમર્થન આપી રહ્યું છે. વર્ષ 2006માં પણ હિઝબુલ્લાએ ઈઝરાયેલ સાથે 35 દિવસ સુધી યુદ્ધ લડ્યું હતું. જેમાં 158 ઈઝરાયેલના નાગરિકો માર્યા ગયા હતા.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ