બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / modiji we are not your enemies says uddhav thackeray after nitish kumar joins nda again

રાજનીતિ / ઉદ્ધવ ઠાકરેનું મન પણ ડોલ્યું, 'મોદીજી અમે તમારા દુશ્મન નથી', NDAમાં વાપસીના ભણકારા

Hiralal

Last Updated: 10:36 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેડીયુ બાદ હવે શિવસેના (યુબીટી) પણ એનડીએમાં વાપસી કરે તેવો સંકેત છે. પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેનો ઈશારો કરી દીધો છે.

  • નીતિશ બાદ ઉદ્ધવ ઠાકરે પણ એનડીએમાં આવે તેવી શક્યતા
  • ઉદ્ધવ ઠાકરએ કર્યો ઈશારો
  • કહ્યું- મોદીજી અમે તમારી સાથે જ છીએ, દુશ્મન નથી 

લોકસભા ચૂંટણી પહેલા વેરવિખેર થયેલો એનડીએ મોરચો ફરી પૂર્ણ બની જાય તો નવાઈ નહીં. જેડીયુ જેવી મોટી પાર્ટી પણ એનડીએમા ફરી સામેલ થઈ છે અને હવે બીજાના ભણકારા વાગી રહ્યાં છે. ઉદ્ધવ ઠાકરે પણ એનડીએમાં આવે તેવી શક્યતા છે. ઉદ્ધવે આજે તેનો ઈશારો કરી દીધો છે. ઉદ્ધવ ઠાકરેનું મન પણ કૂણું પડ્યું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એક મોટું નિવેદન આપ્યું છે. મોદીજી, અમે ક્યારેય તમારા દુશ્મન નહોતા અને હંમેશા તમારી સાથે હતા. ઠાકરેના આ નિવેદન બાદ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

શું બોલ્યાં ઉદ્ધવ ઠાકરે 
રેલીને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યુ, હું મોદીજીને કહેવા માંગુ છુ કે અમે ક્યારેય તમારા દુશ્મન નહોતા. આજે પણ નથી.  અમે તમારી સાથે હતા. શિવસેના તમારી સાથે હતી, પણ તમે જાતે જ અમને દૂર કરી દીધા. અમારો હિન્દુત્વ અને ભગવો ઝંડો હજી પણ અકબંધ છે, પરંતુ આજે ભાજપ તે ભગવો ઝંડો ફાડવાનો પ્રયાસ કરી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે, ભાજપે જ શિવસેના સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જો કે રેલીમાં ઉદ્ધવે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી અન્ય કોઇ પણ ચૂંટણીની તુલનામાં અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે.

મોદી મહારાષ્ટ્ર આવીને ગુજરાત માટે કંઈને કંઈ લઈ જાય છે-ઠાકરે 
ઠાકરેએ કહ્યું કે પીએમ મોદી જ્યારે પણ મહારાષ્ટ્ર આવે છે ત્યારે ત્યારે તેઓ અહીંથી ગુજરાત માટે કંઈને કંઈ લઈ જાય છે. વડા પ્રધાને અહીં આવીને સાંભળ્યું કે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે મેં જે સબમરીન ટૂરિઝમ પ્રોજેક્ટ મંજૂર કર્યો હતો તેને ગુજરાતમાં શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. 

નીતિશની પણ એનડીએમાં વાપસી  
ઉલ્લેખનીય છે કે હાલમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એનડીએમાં પરત ફર્યા છે, જે બાદ ઉદ્ધવના નિવેદનથી ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના લાંબા સમયથી એનડીએનો ભાગ છે, પરંતુ થોડા વર્ષો પહેલા ભાજપ અને શિવસેના વચ્ચે ટકરાવ થયો હતો. હવે શિવસેના (યુબીટી) વિપક્ષી ગઠબંધન ભારતનો ભાગ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "પ્રધાનમંત્રીની તાજેતરની મહારાષ્ટ્રની મુલાકાતો અહીંથી ગુજરાતમાં શું લઈ જઈ શકાય તેનું નિરીક્ષણ કરવા વિશે છે.

લોકસભા ચૂંટણી પહેલા એનડીએ થઈ શકે મજબૂત
ભાજપની આગેવાનીવાળા એનડીએમાં હાલમા નાના મોટા થઈને 38 પક્ષો છે. તાજેતરમાં નીતિશ કુમાર પણ એનડીએમા સામેલ થયાં છે અને હવે ઉદ્ધવ ઠાકરે પણ પાછા આવી શકે છે. વાપસી પહેલા ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપી દીધો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ