બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
.jpg)
કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય આ સમયે એટલા માટે લીધો છે કેમકે રાજ્યોને કોરોના વાયરસની મહામારી સામેના વર્તમાન સંકટનો સામનો કરવા માટે ધનની ખુબજ જરૂરિયાત હતી. જાણકારી મુજબ એપ્રિલ-નબેમ્બર 2019ના સમયમર્યાદા માટે કેન્દ્ર સરકાર દ્વારા 1,15,096 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પહેલા જ જાહેર કરી દીધી હતી.
ADVERTISEMENT
દેશના ઘણા રાજ્યો જીએસટી ચૂકવણીને લઇને લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કેમકે કોરોના સંકટ અને લૉકડાઉનને કારણે તેમના સંસાધનો પર પ્રતિકૂલ પ્રભાવ પડી રહ્યો હતો. રાજ્ય પોતાની નાણાકીય જવાબદારીઓને પૂર્ણ કરવામાં સંઘર્ષ કરી રહ્યા હતા. આ કારણે ઘણા રાજ્યોએ દારુ અને ઇંધણ પરના ટેક્સમાં વૃદ્ધિ કરવી પડી હતી.
.jpg)
ADVERTISEMENT
ટેક્સમાં વધારાની શરૂઆત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 70 ટકા ટેક્સ વધારાવાની સાથે કરી હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ દરેક રાજ્યે ટેક્સમાં વૃદ્ધિનો ઉપયોગ મહેસૂલ વધારવાના વિકલ્પના રૂપે કરી હતી.
નોંધનીય છે કે સરકારે ઇંધણ, દારુ, સંપત્તિ રજિસ્ટ્રેશન અને વાહન વેચાણના કરના માધ્યમથી આવક મેળવે છે. પરંતુ લૉકડાઉનને કારણે તમામ વસ્તુઓ લગભગ બંધ થઇ ગઇ હતી. આ કારમએ રાજ્યોની પાસે આવકના સાધન મર્યાદિત થઇ ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.