બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Modi Government Diwali Gift To Farmers CCEA Hikes MSP Of Rabi Crops For 2023-24 Rabi Season

દિવાળી સુધરી / ખેડૂતો થઈ જશે માલામાલ, સરકારે વધારેલી 6 રવી પાકની MSPથી મળશે મોટો ફાયદો, જાણો ડિટેલ્સ

Hiralal

Last Updated: 04:15 PM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ખેડૂતોની દિવાળીની બીજી ભેટ આપી છે. સરકારે છ રવિ પાકની એમએસપીમાં વધારો કરતા ખેડૂતોને હવે વધારે ભાવ મળશે.

  • પીએમ કિસાન યોજનાના પૈસા ટ્રાન્સફર બાદ સરકારની ખેડૂતોને બીજી ભેટ
  • 6 રવિ પાકની એમએસપીમાં કર્યો વધારો 
  • સૌથી વધારે મસૂરની એમએસપીમાં વધારો, ક્વિન્ટલ દીઠ 500 રુ.વધારાયા  
  • ઘઉંની એમએસપીમાં 110 રુપિયાનો વધારો
  • ચણાની એમએસપીમાં  110 રુપિયાનો વધારો

17 ઓક્ટોબર, 2022 સોમવારના રોજ મોદી સરકારે પીએમ કિસાન યોજનાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા અને બીજા દિવસે સરકારે દિવાળી પહેલા ખેડૂતોને વધુ એક ભેટ આપી છે. કેન્દ્રની આગેવાની હેઠળની મોદી સરકારે 2023-24ની રવી સિઝન માટે રવી પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ એમએસપીમાં વધારાને મંજૂરી આપી દીધી છે.

છ રવિ પાકની એમએસપીમાં વધારો
સરકારે ટોટલ છ રવિ પાકની એમએસપીમાં વધારો કર્યો છે જેમાં ઘઉં, ચણા, મસૂર, સફેદ સરસવ પીળી સરસવ, સૈફ ફુલ સામેલ છે.  

કયા પાક પર કેટલો વધારો 
આગામી રવી સિઝન માટે સરકારે ઘઉંની એમએસપી 110 રૂપિયા વધારીને ક્વિન્ટલ દીઠ 2125 રૂપિયા કરી દીધી છે. ચણાની એમએસપીમાં પણ 110 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને તેને 5230 રૂપિયાથી વધારીને 5335 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. 

મસૂરની એમએસપીમાં સૌથી વધારે વધારો 
સરકારે મસૂરની એમએસપીમાં સૌથી વધુ વધારો કર્યો છે. મસૂરની એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મસૂરની એમએસપી 5500 રૂપિયાથી વધારીને 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. રેપસીડ (સફેદ સરસવ) અને પીળી સરસવની એમએસપી 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 5050 રૂપિયાથી વધારીને 5450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. સૈફ ફ્લાવરની એમએસપીમાં 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સૈફ ફૂલની એમએસપી 5441 રૂપિયાથી વધારીને 5650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. જવની એમએસપીમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને તે 1635 રૂપિયાથી વધારીને 1735 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ