બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / modi government can bring another relief package

મોટી રાહત / અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડોઝ આપવા માટે વધું એક રાહત પેકેજ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર

Pravin

Last Updated: 11:50 AM, 8 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે અર્થવ્યવસ્થામાં ગતિ લાવવા માટે અને ગરીબોને મદદ કરવા માટે કેન્દ્રની મોદી સરકાર ફરી એક વાર રાહત પેકેજ લઈને આવી શકે છે. તેને લઈને હાલમાં વિચાર વિર્મશ ચાલું થઈ ગયું છે.

  • કોરોનાની ત્રીજી લહેર વચ્ચે રાહત પેકેજ આપવાની તૈયારી
  • પ્રોત્સાહન પેકેજ આપવા પર વિચાર કરી રહી છે સરકાર
  • માર્ચમાં આ યોજનાઓ પણ ખતમ થઈ રહી છે 


કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે અર્થવ્યવસ્થામાં ગતિ લાવવા માટે અને ગરીબોને મદદ કરવા માટે કેન્દ્રની મોદી સરકાર ફરી એક વાર રાહત પેકેજ લઈને આવી શકે છે. તેને લઈને હાલમાં વિચાર વિર્મશ ચાલું થઈ ગયું છે. બે સરકારી અધિકારીઓએ આ પ્રકારની જાણકારી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર નવું રાહત પેકેજ એ કલ્યાણકારી અને સામાજિક સુરક્ષાવાળી યોજનાઓને પ્રોત્સાહન આપશે, જે આવનારા મહિનામાં ખતમ થવાની છે.

વધું એક રાહત પેકેજ પર વિચાર કરી રહી છે સરકાર

અધિકારીઓના જણાવ્યા અનુસાર જો કોરોનાની તાજી લહેર ખતરનાક થાય છે અને અર્થવ્યવસ્થાની સાથે સાથે આજીવિકા પર પ્રભાવ પાડશે તો વધારે મજબૂત પ્રોત્સાહન પેકેજ પર વિચાર થઈ શકે છે. આ પ્રોત્સાહન પેકેજ પર એવા સમયે વિચાર કરવામાં આવી રહ્યઓ છે, જ્યારે હાલમાં જ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એક અધિકારીનું કહેવું છે કે, બજેટ એક વાર્ષિક અભ્યાસ હોય છે. 


તેનો અર્થ એવો નથી કે, સમર્થન દેનારા વધારે ઉપાય નથી કરતા. સરકારે આખુ વર્ષ મજબૂત વિકાસ માટે દરેક પ્રયાસ કરશે. અધિકારીનું કહેવું છે કે, નાણાકીય વર્ષ 2022નું બજેટ તૈયાર કરતી વખતે સામાન્ય ધારણ કરી હતી કે, કોરોનાની બીજી લહેર નહીં આવે. પણ તે ધારણ ખોટી પડી અને તેના કારણે જૂનમાં પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરવી પડી.

છેલ્લા બે વર્ષમાં આટલા કામ કર્યા

કોરોનાના આર્થિક પ્રભાવને ઘટાડવા માટે થઈને અને માગને વધારવા માટે સરકારે કેટલાય પ્રયાસો કર્યા છે. તેમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરેન્ટી અધિનિયમ, આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને વ્યાજબી ઘર પર ઈંસેંટિવ જેવી યોજનાઓ મુખ્ય છે. એક અધિકારીએ જણાવ્યુઁ છે કે, આમાથી અમુક યોજના હજૂ પણ આગળ લંબાવી શકે છે. સાથે જ મનરેગાનું ફંડ પણ વધારવાની તૈયારી કરી રહ્યા છે. 

આ યોજનાઓ માર્ચમાં ખતમ થશે

કોરોનાકાળમાં જાહેર કરવામા આવેલી પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉ અને ચોખા તથા એક કિલો દાળ દર મહિને આપવાની યોજના આ વર્ષે માર્ચમાં ખતમ થઈ રહી છે. આ ઉપરાંત મધ્યમ આવકવાળા લોકો માટે વ્યાજબી ભાવે મકાન ખરીદવા પર આપવામાં આવેલી ક્રેડિટ લિંક્ડ સબ્સિડી યોજના પણ 31 માર્ચે ખતમ થઈ રહી છે. 

ક્યારે ક્યારે આપ્યું રાહત પેકેજ

  • 26 માર્ચ 2020- 1.7 લાખ કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત
  • 27 માર્ચ 2020- ભારતીય રિઝર્વ બેંકે રેપો દરમાં 75 આધાર અંકનો કાપ મુક્યો, ત્રણ મહિનાનો મોરેટોરિયમ પણ આપ્યો
  • 13-17 મે 2020- આત્મનિર્ભર ભારત રાહત ઉપાયો અંતર્ગત 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત
  • 6 મે 2021- આરબીઆઈએ સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડની લિક્વિડિટીના ઉપાયોનની જાહેરાત
  • 04 જૂન 2021- આરબીઆઈના સંપર્ક વાળા ક્ષેત્રો માટે 15 હજાર કરોડ રૂપિયાની લિક્વિડિટી વિંડોની જાહેરાત
  • 28 જૂન 2021- કોવિડ બાદ બીજૂ રાહત પેકેજ 6.3 લાખ કરોડની જાહેરાત
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ