બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / modi government big decision for farmers approval of msp for 17 crop

ગૂડ ન્યૂઝ / BIG NEWS : ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, 17 ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો, કયા પાક પર કેટલો વધારો

Last Updated: 05:20 PM, 8 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ખેડૂતોને એક મોટી ખુશખબર આપતા 17 પાકની MSPમાં મોટો વધારો કરી દીધો છે.

  • ખેડૂતોના હિતમાં મોદી સરકારનો મોટો નિર્ણય
  • 17 ખરીફ પાકની MSP વધારી
  • ડાંગરની MSPમાં 100થી 2,040 રુપિયાનો વધારો

ખેડૂતોના હિતમાં મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે 17 ખરીફ પાકની  MSPમાં વધારો કર્યો છે જેનાથી ખેડૂતોને મોટી મદદ મળશે. 

2022-23ની ખરીફ સિઝન માટે MSPમાં થયો વધારો
કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એવું જણાવ્યું કે કેબિનેટે 2022-23ની ખરીફ સિઝન માટે MSP વધારાની મંજૂરી આપી છે. 

ડાંગરની MSPમાં ક્વિન્ટલ દીઠ 100 રુપિયાથી 2,040 રુપિયાનો વધારો
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે ડાંગરની MSPમાં ક્વિન્ટલ દીઠ 100 રુપિયાથી 2,040 રુપિયા વધારાની મંજૂરી આપી છે. 

ડાંગરના ટેકાના ભાવમાં 100 રૂપિયાનો વધારો
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં 14 ખરીફ પાક સહિત કુલ 17 પાકોની એમએસપીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પાક વર્ષ 2022-23 માટે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

Crop MSP 2020-21 MSP 2021-22 Cost* of production 2021-22 (Rs/quintal) Increase in MSP
(Absolute)
Return over cost (in per cent)
Paddy (Common) 1868 1940 1293 72 50
Paddy (GradeA)^

A)A
1888 1960 - 72 -
Jowar (Hybrid) (Hybrid) 2620 2738 1825 118 50
Jowar (Maldandi)^ 2640 2758 - 118 -
Bajra 2150 2250 1213 100 85
Ragi 3295 3377 2251 82 50
Maize 1850 1870 1246 20 50
Tur (Arhar) 6000 6300 3886 300 62
Moong 7196 7275 4850 79 50
Urad 6000 6300 3816 300 65
Groundnut 5275 5550 3699 275 50
Sunflower Seed 5885 6015 4010 130 50
Soyabean (yellow) 3880 3950 2633 70 50
Sesamum 6855 7307 4871 452 50
Nigerseed 6695 6930 4620 235 50
Cotton (Medium Staple) 5515 5726 3817 211 50
Cotton (Long Staple)^ 5825 6025 - 200 -

તલના ટેકાના ભાવમાં  452 રૂપિયાનો વધારો
તલની એમએસપીમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. કુલ 452 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સનફ્લાવરની એમએસપીમાં 385 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

કયા પાકના ટેકાના ભાવમાં કેટલો વધારો 
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કપાસના મધ્યમ ફાઇબરના એમએસપીમાં 354 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સોયાબીનના ટેકાના ભાવમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અડદ, મગફળી અને અરહરના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષ કરતા આ વખતે મકાઈની એમએમપી 92 રૂપિયા વધુ છે. જુવાર પર 232 રુપિયા અને રાઈના પાક પર 201 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમાં સામાન્ય ડાંગર અને ગ્રેડ-એ ડાંગર પર 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

મોદી સરકારમાં કૃષિ બજેટ અનેકગણું વધ્યું
અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. 22 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. નાના ખેડૂતોને મજબૂત કરવા માટે 10,000 એફપીઓ ખોલવાની યોજના શરૂ કરવામાં આવી છે. અમારી સરકાર છેલ્લા 8 વર્ષથી ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવા અને તેમની કમાણી વધારવા માટે પ્રતિબદ્ધ છે. અમે માત્ર એમએસપીમાં સતત વધારો જ નથી કરી રહ્યા, પરંતુ વધુને વધુ ખરીદી પણ કરી રહ્યા છીએ. અમારી સરકારમાં કૃષિ બજેટમાં અનેકગણો વધારો થયો છે. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે 1 લાખ રૂપિયા જારી કરવામાં આવ્યા છે. અમે સિંચાઈથી લઈને ખેડૂતો માટે વીમા, જમીન આરોગ્યથી લઈને પેન્શન સુધીની તમામ બાબતો પર કામ કરી રહ્યા છીએ.

સંકળાયેલા મુદ્દાઓ

Kharif MSP Modi cabinet Union Cabinet farmers approval of msp ખરીફ એમએસપી ખરીફ પાકની એમએસપી મોદી કેબિનેટ યુનિયન કેબિનેટની બેઠક kharif MSP news
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ