Modi government amends 65 year old essential commodity act to encourage competitive market and better wages to farmers
જાહેરાત /
સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય : 65 વર્ષ જૂના આ કાયદામાં કરશે બદલાવ
Team VTV07:09 PM, 15 May 20
| Updated: 07:20 PM, 15 May 20
ખેડૂતોની આવક બમણી કરવા માટે કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલય Essential Commodity Act 1955માં ફેરફાર કરશે. નાણાંમંત્રીએ કહ્યું કે કૃષિ ક્ષેત્રે સ્પર્ધાત્મકતા અને રોકાણ વધારવા માટે 1955થી જારી કરવામાં આવેલ આ અધિનિયમમાં ફેરફાર કરવામાં આવશે.
તેલીબિયાં, કઠોળ, અનાજ, બટાટા, ડુંગળી હવે ડીરેગ્યુલેટ કરવામાં આવશે. ફૂડ પ્રોસેસિંગ માટે હવે સ્ટોક લિમિટ રહેશે નહીં. નિકાસકારો પણ કોઈ મુશ્કેલીનો સામનો કરશે નહીં. રાષ્ટ્રીય આપત્તિ અને દુષ્કાળની સ્થિતિમાં સરકાર કોઈ પગલું ભરી શકે છે.
FM નિર્મલા સીતારમણે આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરતી વખતે આ માહિતી આપી હતી
શું થશે અસરો?
નાણાંમંત્રીએ કૃષિ માર્કેટિંગ રિફોર્મ્સમાં સુધારો કરવાની જાહેરાત કરી છે. પહેલા ખેડૂતો ફક્ત APMCને જ વેચી શકતા હતા પરંતુ હવે આ મજબૂરીનો અંત આવ્યો છે. આ સાથે ખેડુતોને સારા ભાવ મળી શકે છે. એસેન્શિયલ કોમોડિટીઝ એટલે કે EC એક્ટ 1955 માં સુધારો કરવામાં આવી રહ્યો છે.
આનાથી ખેડુતોની આવકમાં વધારો થશે. તેઓએ તેમના ઉત્પાદનને ઓછા ભાવે વેચવું નહીં પડે. કઠોળ, અનાજ, ડુંગળી, બટાટા, સરસવ, ખાદ્યતેલ જેવા ઉત્પાદનોને ડીરેગ્યુલેટ કરવામાં આવશે.
ખેડુતોને આ ઉત્પાદનો માટે સારા ભાવ મળે તે માટે કૃષિ ક્ષેત્રને વધુ સ્પર્ધાત્મક બનાવવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય આપત્તિ જેવી પરિસ્થિતિમાં સરકાર પગલાં ભરી શકે છે તે સિવાય કૃષિ ઉત્પાદનો ડીરેગ્યુલેટેડ રહેશે. વેપારીએ સરકારી પોર્ટલ પર પોતાના સ્ટોક વિશે માહિતી આપવાની રહેશે.
Source : ANI
ખેડૂતોને દમનથી બચાવવા માટે સરકાર એક નવો કાયદો લાવશે
ખેડૂતોના કલ્યાણ માટે એક કાનૂની માળખું બનાવવા સરકાર નવો કાયદો લાવશે. આનાથી ખેડુતોની પજવણી નહિ થાય અને જોખમ મુક્ત આવક સુનિશ્ચિત થશે.
એગ્રીકલ્ચર માર્કેટિંગ રિફોર્મ
આ પગલું એ દિશામાં લેવામાં આવ્યું છે જેથી ખેડૂતોને સારા ભાવ મળે, આંતરરાજ્ય વેપારમાં કોઈ સમસ્યા ન આવે. આ ફેરફારોથી ખેડૂતોને પોતાની આવક બમણી કરવામાં મદદ મળશે.