બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / modi cabinet reshuffle devendra fadnavis new role after maharashtra political crisis

રાજકારણ / હવે દિલ્હીમાં નક્કી કંઈક મોટું થશે! NCP-BJP ગઠબંધન બાદ વધી ગઈ આ નિર્ણયની શક્યતાઓ, ઘણા સમયથી થઈ રહી છે ચર્ચા

Malay

Last Updated: 08:47 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં અજિત પવારના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ ફરી કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસુ સત્ર પહેલા મોદી કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને તક મળી શકે છે.

 

  • ચોમાસુ સત્ર પહેલા મોદી કેબિનેટમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું
  • શું હવે કેન્દ્રની રાજનીતિમાં આવશે મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ?
  • 28 જૂને PM મોદી, અમિત શાહ અને જે.પી નડ્ડા વચ્ચે યોજાઈ હતી બેઠક

મોદી કેબિનેટમાં ફેરબદલની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઈકાલે NCP નેતા અજિત પવાર એક કલાકમાં જ વિપક્ષના નેતાથી નાયબ મુખ્યમંત્રી બની ગયા. રવિવારની રાજકીય ઘટનાઓ એટલી ઝડપથી બદલાતી રહી કે કોઈને તેની ખબર પણ ન પડી. બેઠક બાદ અજિત પવાર સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને પછી NCPના 9 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા. જેમાં અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે ફરી એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આગામી 20 જુલાઈના રોજ ચોમાસુ સત્ર શરૂ થવાનું છે અને તે પહેલા મોદી કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે. 

2024 પહેલા મોદી-શાહે ફટકાર્યો માસ્ટરસ્ટ્રોક ! 'અજિત તીર'થી પાડ્યાં અનેક  નિશાન, ભાજપને મળશે 7 લાભI ajit pawar in nda camp now how difficult for  eknath shinde bjp seat sharing 2024

 
મોદી કેબિનેટમાં ઝડપથી ફેરબદલની ચર્ચા
ભાજપના ટોચના નેતૃત્વની અનેક રાઉન્ડની બેઠકો બાદ કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલની સંભાવનાઓને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક સોમવારે પ્રગતિ મેદાન ખાતે નવા બનેલા કોન્ફરન્સ હોલમાં થવાની ધારણા છે. કેબિનેટ વિસ્તરણમાં પૂર્વ કેબિનેટ મંત્રી પ્રફુલ્લ પટેલના નામની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

દેવેન્દ્ર ફડવણવીસને કેન્દ્રમાં લાવવાની અટકળો તેજ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર તેમની પાર્ટીના ઘણા ધારાસભ્યો સાથે ભાજપ-શિવસેના સરકારમાં સામેલ થઈ ગયા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના રણનીતિકારો સાથે બંધ બારણે યોજાયેલી ઘણી બેઠકો પછી મંત્રી પરિષદમાં ફેરબદલની શક્યતાઓ મજબૂત થઈ છે. NCPના વરિષ્ઠ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલને એક સંભવિત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. NCPના વડા શરદ પવારના ખૂબ નજીકના ગણાતા પટેલે તેમને છોડીને અજિત પવાર સાથે હાથ મિલાવ્યો હતો. અજિત પવાર શરદ પવારના ભત્રીજા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે અજિત પવારના શપથ ગ્રહણ સાથે જ દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્ર સરકારમાં લાવવાની અટકળો પણ તેજ થઈ ગઈ છે.

અમિત શાહ અને નડ્ડા સાથે PM મોદીની તાબડતોબ બેઠક, લેવાઈ શકે છે આ મોટો નિર્ણય  | pm modi going to meetv amit shah and jp nadda

28 જૂને PM નિવાસસ્થાને યોજાઈ હતી બેઠક
ભાજપના સૂત્રોએ સંકેત આપ્યો છે કે, જ્યારે પણ નરેન્દ્ર મોદી તેમના મંત્રીમંડળમાં ફેરબદલ કરવાનો નિર્ણય લેશે ત્યારે સાથી પક્ષોને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપવામાં આવશે. આગામી 20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલાનો સમયગાળો કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલ અથવા ફેરફારની છેલ્લી તક હોઈ શકે છે. તેથી મંત્રી પરિષદમાં ફેરબદલ કે વિસ્તરણની શક્યતાઓને વધુ બળ મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે કેટલાક રાજ્યો સહિત ભાજપના કેન્દ્રીય સંગઠનમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે કારણ કે પાર્ટીનું ટોચનું નેતૃત્વ 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રચારને વધુ તીવ્ર બનાવવામાં વ્યસ્ત છે. નરેન્દ્ર મોદીએ 28 જૂને અમિત શાહ અને જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ