બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / MLA Niranjan Patels tikkit was cut blamed on Bharat Singh Solanki

પેટલાદનો રણસંગ્રામ / MLA નિરંજન પટેલનું પત્તું કપાતા દોષનો ટોપલો ભરતસિંહ સોલંકી પર ઢોળ્યો, કહ્યું મારી ટિકિટ કાપી

Kishor

Last Updated: 04:54 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ધારાસભ્ય નિરંજન પટેલે ભરતસિંહ સોલંકી પર આક્ષેપો કર્યા હતા અને ભરતસિંહ સોલંકીને કારણે ટિકિટ કપાઈ હોવાનો દાવો કર્યો હતો.

  • ભરતસિંહ સોલંકી પર કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલનો આક્ષેપ
  • કોંગ્રેસમાંથી રાજીનામું આપી લગાવ્યા આક્ષેપ
  • ભરતસિંહ સોલંકીની પ્રતિક્રિયા

કોંગ્રેસ અને વિવાદ એક બીજાના પર્યાય બની ગયા હોય તેમ ચુંટણી ટાણે પણ કોંગ્રેસમાં વિવાદ અટકવાનું નામ લેતો નથી. તેવામાં ધારાસભ્ય નિરંજન પટેલે ગઇકાલે  કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ભરતસિંહ સોલંકી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો અને આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે ભરતસિંહ સોલંકીને કારણે મારી ટિકિટ કપાઈ છે. મને છેલ્લી ઘડી સુધી ટિકિટ આપવાનું કોંગ્રેસે આશ્વાસન આપ્યું હતું ત્યારબાદ ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવા મારી ટિકિટ કાપી હોવાનો નિરંજન પટેલે વસવસો વ્યકત કર્યો હતો. 

મને છેલ્લી સમય સુધી ટિકિટ આપવાનું કોંગ્રેસે આપ્યું હતું આશ્વાસન: નિરંજન પટેલ
એટલુ જ નહિ જ સુરક્ષિત બેઠકને લઇ ભરતસિંહ અહીં ચૂંટણી લડવા માંગતા હોવાના નિરંજન પટેલએ આક્ષેપ કર્યા છે.  તેમણે કહ્યું કે પેટલાદમાં કોંગ્રેસને  મજબૂત બનાવવામાં મારુ મોટું યોગદાન છે. છતાં કોંગ્રેસે મારી ટિકિટ કાપી હોવાનો નિરંજન પટેલએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ટીકીટ નહી મળે તેવુ પહેલા જ કહી દીધુ હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત. એટલુ જ નહિ આજ દિન સુધી મારી ઉપર કાળી ટીલી લાગી નથી. 

આ મારો કોંગ્રેસ પરિવારનો મામલો છે: ભરતસિંહ
ભરતસિંહ સોલંકીને કારણે મારી ટિકિટ કપાઈ હતી તેવા નિરંજન પટેલના આક્ષેપ અને રાજીનામાને લઈને કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે.  જેમાં તેમણે કહ્યું કે નિરંજન પટેલ વડીલ છે તેમની લાગણી દુભાઈ છે. મેં જાતે પણ હાઇકમાન્ડને તેમના નામની ભલામણ કરી હતી. પરતું આ મારો કોંગ્રેસ પરિવારનો મામલો છે.

ટિકિટ કપાતા નારાજ થયેલા નિરંજન પટેલે આપ્યું હતું રાજીનામું
કોંગ્રેસના ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર થયા બાદ આણંદના પેટલાદ બેઠક પર કોંગ્રેસમાં રોષ ફેલાયો હતો. જેમાં ટીકિટ કપાતા ગઈકાલે જ નારાજ ધારાસભ્ય નિરંજન પટેલએ રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસે ટીકિટ કાપતા સોશિયલ મીડિયામાં રાજીનામાંની પોસ્ટ વાયરલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નિરંજન પટેલ ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી હતી. જોકે આ અંગે કોઈ ખુલાશો કર્યો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ