બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLA Kanti Amritya's reply to those who messaged about the situation in Morbi

આકરો જવાબ / કાંતિ અમૃતિયાનો વધુ એક Video વાયરલ: કહ્યું 'કાનાભાઇ મોરબીમાં રાતના 12 વાગે પણ આંટા મારે છે, પરંતુ અમુકના પેટમાં તેલ રેડાયું'

Malay

Last Updated: 11:04 AM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi News: મોરબીની પરિસ્થિતિને લઈને મેસેજ કરનારાઓને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વીડિયો જાહેર કરીને સણસણતો જવાબ આપ્યો, કાંતિ અમૃતિયાએ કહ્યું પાલિકામાં ઘણા કોન્ટ્રાક્ટો બંધ થતાં કેટલાક લોકોના પેટમાં તેલ રેડાય છે.

  • 'જાગો કાનાભાઈ જાગો'ના મેસેજ કરનારાઓને આપ્યો જવાબ
  • મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્યનો વીડિયો વાયરલ
  • કાનાભાઈ જાગેલા જ છે, હું રાતે 12 વાગ્યે શહેરમાં આંટા મારું છુંઃ કાંતિ અમૃતિયા

મોરબી શહેરમાં વરસાદના કારણે ઉદભવેલી કાદવ કીચડની સમસ્યાને લઈને એક મેસેજ વાયરલ થયો હતો. જેમાં પ્રજાના પ્રશ્નો રજૂ કરીને ધારાસભ્ય કાંતિ અમૃતિયા સંબોધીને કહેવામાં આવ્યું હતું કે 'જાગો કાનાભાઈ જાગો'. ત્યારે હવે આ વાયરલ મેસેજ મુદ્દે MLA કાંતિ અમૃતિયાએ સણસણતો જવાબ આપ્યો છે. શહેરીજનો અને ગ્રામજનોએ કરેલા મેસેજની કાંતિ અમૃતિયાએ પ્રતિક્રિયા આપી છે. 

અમુકના પેટમાં તેલ રેડાય છેઃ કાંતિ અમૃતિયા
જાગો કાના ભાઈ જાગો... વાયરલ મેસેજનનો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વીડિયો જાહેર કરીને સણસણતો જવાબ આપ્યો છે. કાંતિ અમૃતિયાએ કહ્યું કે, કાનાભાઈ મોરબીમાં ગુરુવારે આવે છે, અહીંની જે યોજના હોય, કામ હોય તે મંજૂર કરાવવા માટે સોમવારે ગાંધીનગર જાય છે. કાનાભાઈ રાતે 12 વાગ્યે શહેરમાં આંટા મારે છે.  પણ અમુકના પેટમાં તેલ રેડાય છે. કારણ કે અત્યારે મોરબી નગરપાલિકા દ્વારા નાના-મોટા કામ કરવામાં આવી રહ્યા છે. જેમ કે ખાડા બૂરવાના કામ, લાઈટના કામ, ભૂગર્ભ ગટરના કામ, અત્યારે મોટા કામોનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. લગભગ દસમા મહિનાથી મોરબીમાં ન ભૂતો ન ભવિષ્ય એવા કામ થશે. આપણે ખાતમુહૂર્ત નથી કરવા કે કોઈ દેખાવ નથી કરવા. અત્યારે અમે સરકાર, કેન્દ્ર સરકારમાંથી કામ લઈ આવી આખું પ્લાનિંગ કરી રહ્યા છીએ. 

સારું રિઝલ્ટ લાવવાની કાંતિભાઈ પાસે તાકાત છે: કાંતિ અમૃતિયા
તેઓએ જણાવ્યું કે, મને દુઃખ એ થાય છે કે મારા મતદારોને એ સંદેશો મોકલવો છે કે તમે રાતે ધ્યાન રાખો, ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ 30 લાખનો બંધ કર્યો, કચરાનો કોન્ટ્રાક્ટ બંધ કર્યો અને અત્યારે અમે જાતે આ કામ 20 ટકામાં કરાવીએ છીએ. જેથી અમુકના પેટમાં તેલ રેડાય છે, કુંડીઓ ઉચી કરી કોથળા, ગોદડા નાખી દઈને ભૂગર્ભ ગટર બંધ કરે છે.  કેમ નગરપાલિકા બદનામ થાય, કેમ કાનાભાઈ બદનામ થાય. પરંતુ તેઓને ખબર નથી કે તમારા જેવા પાંચ, દસ રતન દુઃખીયાથી કાંતિભાઈ અમૃતિયા બદનામ નહીં થાય. કાંતિભાઈ પાસે તાકાત છે, કામ કરવાની અને રિઝલ્ટ લાવવાની.  હું નગરપાલિકામાં દર અઠવાડિયામાં બે દિવસ બેસું છું, જે કામ થશે એ સારા થશે. અત્યાર તમે જોવો વાડી વિસ્તારમાં 19 કરોડની ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે, 10 કરોડનું પાણીનું કામ ચાલે છે, હમણા જ બે સ્મશાનના કામ ચાલુ કર્યા. 

કાંતિ અમૃતિયા (ધારાસભ્ય, મોરબી-માળીયા વિધાનસભા)

હું રાતે 12 વાગ્યે આંટા મારું છુંઃ MLA
તેમણે જણાવ્યું કે, મારો સંદેશો છે કે કાનભાઈ જાગે જ છે. અમુક ચેનલવાળાએ 5-5 કરોડના તોડ કર્યા છે. એમના પેટમાં તેલ રેડાય છે. સારા માણસોને પૂછજો પહેલા શું મોરબીની દશા હતી અને અત્યારે મોરબી કેવું છે. રાતે 12 વાગ્યે હું આંટા મારું છું. કાનાભાઈ જાગેલા જ છે. 

સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મેસેજ
જાગો કાંતિલાલ જાગો, મોરબીની સહનશીલ જનતાએ અંતે સોશિયલ મીડિયાના માધ્યમથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સામે મોરચો માંડ્યો.
જાગો મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જાગો. જાગો તમારી મોરબીની સહનશીલ પ્રજા જગાડે જાગો કાંતિભાઈ અમૃતિયા જાગો…
ખૂબ મતો આપ્યા તમને એતો તમે જુઓ, કઈ અમારો વાંક નથી અમારા સામે જુઓ..
જ્યાં જુઓ ત્યાં કાદવ કીચડ ને પાણી, મોરબી ગયું ખાડામાં હવે જરા જુઓ…
જાગો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જાગો
ઓહો……
ઘરમાં પાણી આવતું નથી ને ગટરના પાણી આવે આંગણે, ગારા કીચડને ભૂગર્ભના પાણી ઉભા રોડ હાલે
ઉકરડા ગંદકી વાસ મારે કોઈ ઉપાડે નહીં એને, રાખવો પડે મોઢે રૂમાલ અમારે
રાતે અંધારું કોઈ નો નાખે લાઇટુ, હાલવા જેવું ક્યાય નથી માથે પડે ધાડુ. 
તમે કેહતા હતા કે હું જાગીશ તમે સુજો નિરાતે,હવે ખાલી મુદત મળે અને કરો છો ખાલી મુહૂર્ત
અમે અહીં હેરાન છીએ ને તમે ફરો દિલ્હી ગાંધીનગર,એની કઈ જરૂર નથી અમારી હામે જુઓ
ખરેખર ગયા કંટાળી અમે સુ કરીએ હવે તમેતો કંઈ બોલો
મિત્રો આ એક શહેરની સહનશીલ જનતાને અને બહુ બોલકા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ને જગાડવા માટેનો એક પ્રયોગ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ