બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLA Kanti Amritiya angry over mining trucks running without number plates in Morbi

લાલઘુમ / 'નંબર વિનાની ગાડી હાંકે છે, આ કંઇ થોડું પાકિસ્તાન છે', મોરબીમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે કાંતિ અમૃતિયાની તંત્રને ટકોર

Malay

Last Updated: 02:30 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi News: મોરબીમાં નંબર પ્લેટ વગર ચાલતી ખનીજ ટ્રકોને લઈ ધારાસભ્ય કાંતિ અમૃતિયા લાલઘુમ, જિલ્લામાં બેફામ ચાલતી ખનીજ ચોરીને રોકવા તંત્રને કરી ટકોર, ધારાસભ્યનો વીડિયો થયો વાયરલ.

 

  • MLA કાંતિ અમૃતિયાનો વીડિયો વાયરલ
  • ખનીજ ચોરી અંગે ઉઠાવ્યા સવાલ
  • ખનીજ ચોરી અંગે તંત્રને કરી ટકોર

મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓએ ખનીજ ચોરી અંગે સવાલ ઉઠાવ્યા છે. સાથે જ તેઓએ મોરબીમાં નંબર પ્લેટ વગર ચાલતી ટ્રકોના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ટકોર કરી છે. 

ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો વીડિયો વાયરલ 
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉભા છે અને એક નંબર પ્લેટ વગરનો ટ્રક અને તેનો ડ્રાઇવર તથા રાહદારીઓ રોડની સાઈડમાં ઉભા છે. વીડિયોમાં તેઓ કોઈની સાથે ફોન પર વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. 

મોરબીમાં નંબર વગરના ખનીજ વાહનો બેફામ દોડી રહ્યા છેઃ કાંતિ અમૃતિયા
તેઓ ફોન પર કહી રહ્યા છે કે તમે નંબર પ્લેટ વગરની ગાડીને ચલાવવાની સૂચના જ શા માટે આપો છો. આ બધું અટકાવો. આજ લોકો ગામમાં એવી રજૂઆત કરે છે કે અમારો બે નંબરનો ધંધો હોય તો નંબર પ્લેટ શાની લગાડવાની હોય? આ અયોગ્ય છે. આ બાબતે પગલાં લો, કાલે તો દારૂ અને પાવડરની હેરાફેરી કરવા વાળા પણ નંબર પ્લેટ નહીં લગાડે તો શું કરી લેશો? આ કંઈ થોડું પાકિસ્તાન છે.

"મારે નંબર પ્લેટ વગરના વાહનોના ફોટા પાડવા નીકળવું પડશે"
કાંતિ અમૃતિયા કહી રહ્યા છે કે, તમે આ બધાને બોલાવીને કડક સૂચના આપો. નહીં તો મારે નંબર પ્લેટ વગરના વાહનોના ફોટા પાડવા નીકળવું પડશે. આ સાથે જ કાંતિ અમૃતિયા જિલ્લામાં બેફામ ચાલતી ખનીજ ચોરીને રોકવા તંત્રને ટકોર કરતા વીડિયોમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ