બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLA Gulab Singh Chauhan asked questions to the Education Minister

વાર-પલટવાર / જ્ઞાન સહાયક ભરતી વિવાદ: શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના નિવેદન પર રાજનીતિ ક્લાસ, લુણાવાડા MLA ગુલાબસિંહ ચૌહાણના સવાલી ચાબખા

Kishor

Last Updated: 08:29 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાન સહાયક ભરતીનો મુદ્દો વધુ એક વખત ગાજયો છે. આ વખતે કુબેર ડિંડોરના વાયરલ વીડિયો મામલે કોંગ્રેસે શિક્ષણમંત્રી પર આકરા પ્રહાર કરતા ચર્ચા જાગી છે.

  • જ્ઞાન સહાયક ઉમેદવારો સાથેના વીડિયોનો મામલો
  • ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણએ શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન
  • સંતરામપુરના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રીના નિવેદન સામે આપી પ્રતિક્રિયા

હાલમાં જ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો જ્ઞાન સહાયક ઉમેદવારો સાથેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ રાજકારણ ગરમાયું છે. વીડિયોમાં શિક્ષણ મંત્રી ભરતી અંગે ઉમેદવારોને જવાબ આપી રહ્યા છે. આ દરમિયાન કુબેર ડિંડોરે કહ્યું કે જ્ઞાન સહાયકમાં જેમને જોડાવું  હોય તે જોડાઈ શકે. જો ન જોડાવું હોય તો ઘરે બેસી રહો! આ નિવેદનને લઈને રાજકારણ ગરમાયુ હતું. જુઓ ૩ દિવસ અગાઉનો વાયરલ વીડિયો...

ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણએ શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન
જોકે શિક્ષણ મંત્રીના આ નિવેદન બાદ તેમને સ્પષ્ટતા પણ કરી હતી. જો કે આ મામલે કોંગ્રેસે પલટવાર કર્યો છે. લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સંતરામપુરના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર પર નિશાન સાધતા કરાર આધારિત નોકરી કરવા સલાહ આપી હતી. શિક્ષણ મંત્રી પોતે પ્રોફેસર છે. તો તમે પ્રોફેસર તરીકે રાજીનામું આપી અને કરાર આધારિત નોકરી માટે અરજી કરો. જેથી આપને ખબર પડે કે વિદ્યાર્થીઓની શું સ્થિતિ છે?


MLA ગુલાબસિંહ ચૌહાણે કર્યા પ્રહાર
લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે વધુમાં કહ્યું કે વિરોધ પક્ષ તરીકે અમે ઉમેદવારોની સાથે છીએ અને કાયમી નોકરી મળે તેના માટે ઝુંબેશ ઉઠાવીશું. આમ આકરા પ્રહારો કરીને ગુજરાતમાં હાલ કેટલા બેરોજગાર છે. તેની સરકાર ગણતરી કારાવે તેવી પણ કોંગ્રેસ ધારાસભ્યએ માગ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ