બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLA Ganiben Thakore issued notice to Banaskantha SP, DySP, Constable and Bhabhar City BJP President

આકરાપાણીએ / માફી માંગો નહીંતર 5 કરોડનો માનહાનિનો કેસ કરીશ: ગેનીબેન ઠાકોરે SP-DYSP, BJP નેતાને આપી નોટિસ, જાણો શું છે વિવાદ

Malay

Last Updated: 11:54 AM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વકીલ મારફતે બનાસકાંઠા SP, DySP, કોન્સ્ટેબલ અને ભાભર શહેર ભાજપ પ્રમુખને નોટિસ ફટકારીને માંફી માંગવા જણાવ્યું છે.

 

  • બનાસકાંઠામાં દારૂ પકડવાનાં મામલો 
  • MLA ગેનીબેન ઠાકોરની નોટિસ
  • માંફી માંગવા આપી નોટિસ 
  • 30 હજારનું વળતર ચૂકવવાં નોટિસ

બનાસકાંઠા દારૂ પ્રકરણમાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા SP, DySP, કોન્સ્ટેબલ અને ભાભર શહેર ભાજપ પ્રમુખને વકીલ મારફતે નોટિસ ફટકારી છે. જેમાં ગેનીબેન ઠાકોરે પોલીસ અધિકારી સહિત ભાજપ પ્રમુખને માફી માંગવા જણાવવામાં આવ્યું છે. 10 પાનાની નોટિસમાં જુદા-જુદા 13 મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે ત્રણ દિવસમાં નોટિસનો જવાબ આપવામાં નહીં આવે તો 5 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવશે.

દારૂ પ્રકરણમાં ગેનીબેન આકરા પાણીએ
વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ રમેશભાઈ ઠાકોરને દારૂ પીધેલી હાલતમાં બે બોટલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.  આ ઘટના બાદ ગેનીબેન ઠાકોરે વકીલ મહેશ મુલાણી મારફતે જિલ્લા એસપી અક્ષયરાજ મકાવાણા, દિયોદરના ડીવાયએસપી ડી.ટી.ગોહિલ, એલસીબી કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચૌધરી અને શહેર ભાજપ પ્રમુખ અમરતભાઈ માળીને નોટિસ પાઠવી છે. 

એસપી, ભાભર શહેર ભાજપ પ્રમુખને પાઠવી નોટિસ
આ તમામને પાઠવવામાં આવેલી નોટિસમાં જુદા-જુદા 13 મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટિસમાં જણાવ્યા મુજબ "ફરિયાદમાં MLA ગેનીબેના ભાઈ તરીકેનો ઉલ્લેખ ન હોવા છતાં આ તમામે મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં વાવ MLA ગેનીબેન ઠાકોરના ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી છે. જેથી પ્રાથમિક તબક્કે દરેકની વિરુદ્ધ માનહાનિના વળતર સ્વરૂપે પાંચ કરોડનો દાવો કરવા કટિબદ્ધ છીએ.'' આ નોટિસ મળ્યાના 30 દિવસમાં માંફી માંગી 30 હજારનું વળતર ચૂકવવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.

માનહાનિના દાવાનો કરાયો ઉલ્લેખ
ગેનીબેને નોટિસમાં પોતાની રાજકિય કારકિર્દીને નુકસાન થયાનો પણ ઉલ્લેખ કરાયો છે. સાથે 3 દિવસમાં નોટિસનો જવાબ નહીં આપવામાં આવે તો 5 કરોડ રૂપિયાની માનહાનિનો કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ