બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / mixed up of fasting in the month of Shravan

ભેળસેળ / ચેતી જજો! શ્રાવણમાં જો આ વસ્તુ ખાધી હશે તો ઉપવાસ તૂટ્યો સમજો, લોકાની આસ્થા સાથે ચેડાં

Vishnu

Last Updated: 11:27 PM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટિસ ખાધી હોય તો ઉપવાસ તૂટ્યો સમજો, ફરાળના નામે લોકોની આસ્થા સાથે થઈ રહ્યા છે ચેડાં, તમને ખ્યાલ છે પેટિસ મકાઈના લોટમાં બને છે?

  • શ્રાવણ મહિનો રહ્યા છો.?
  • માર્કેટથી ફરાર લાવીને ખાઓ છો?
  • શું તમે ફરાળી પેટિસ ખાધી ખરી?

જો તમે શ્રાવણ મહિનો રહ્યા હોય અને માર્કેટમાંથી ફરાળ લાવીને કરતા હોય તો ચેતી જજો.  કેમ કે તમારી ઉપાસના ભંગ થઈ શકે છે.   માર્કેટમાં મળતી ફરાળી પેટિસ કયા લોટમાંથી અને કેવી રીતે બને છે તે તમે નહીં જાણતા હોય.  

હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.  વળી આજે બીજો સોમવાર પણ હતો.  ત્યારે ભક્તો માર્કેટમાંથી ફરાળ લાવીને ખાતા હોય છે.  પણ શું તમે જાણો છો.  કે માર્કેટમાં મળતું ફરાળ તમારી ઉપાસનાનો ભંગ કરી શકે છે.  ક્યારેય વિચાર્યું કે માર્કેટમાં જે પેટિસ મળે છે તે ફરાળી જ છે કે પછી અન્ય કોઈ લોટમાંથી બનાવવામાં આવે છે.  હવે તમે વિચારશો કે આવું તો કોઈ કરી શકે ખરું.  પણ આવું થઈ રહ્યું છે.  અને તમારી આસ્થા સાથે ચેડા પણ થઈ રહ્યા છે.  જો માર્કેટમાંથી પેટિસ લાવીને ખાતા હોય તો ચેતી જજો કેમ કે તમારા ઉપવાસ ભંગ થઈ શકે છે.  કેમ કે માર્કેટમાં જે પેટિસ મળી રહી છે તેમાં મકાઈના લોટનો ઉપયોગ થઈ રહ્યો છે.  

ફરાળી લોટના સ્થાને મકાઈનો લોટ વપરાઈ રહ્યો હતો
આ ભેળસેળ પકડાઈ છે રંગીલા રાજકોટમાંથી.  એ જ રાજકોટ કે જ્યાં લાખો શિવભક્તોએ ઉપાસના કરી.  પણ રાજકોટવાસીઓએ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે જે પેટીસ અને બફવડા કે સાબુદાનાની ખીચડી તે આરોગી રહ્યા છે તેમાં મકાઈના લોટનો ઉપયોગ થયો હશે.  દ્રશ્ય છે રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલા જલારામ ચોકના.  જ્યાં સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાના ભાવે પેટીસનું વેચાણ કરવામાં આવતું હતું.  જ્યાં આરોગ્ય વિભાગે તપાસ કરતા પેટિસ માટે ફરાળી લોટના સ્થાને મકાઈનો લોટ વપરાઈ રહ્યો હતો.  સાથે જ તેલ પણ અનેકવાર ગરમ થયું હોવાનું સામે આવતાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.  

RMCના અધિકારીઓની સાંઠગાંઠ ?
શ્રાવણ માસ ચાલી રહ્યો છે.  તેમાં પણ લાખો ભક્તોની આસ્થા સાથે ચેડા થયા છે.  પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થવાથી સ્વાભાવિક છે કે અનેક લોકોના ઉપવાસ પણ તૂટ્યા હશે.  જેને પગલે લોકોમાં પણ ટ્રસ્ટ વિરુદ્ધ રોષ જોવા મળ્યો છે.  હવે આ મુદ્દે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીએ વેપારીઓ પર આક્ષેપ કર્યો હતો.  ટ્રસ્ટીના મતે વેપારીઓ જ લોટમાં ભેળસેળ કરતા હોય તો આરોગ્ય વિભાગના અધિકારીઓએ વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.  એટલું જ નહીં ટ્રસ્ટીએ વેપારી અને RMCના અધિકારીઓની સાંઠગાંઠ હોવાનો પણ આક્ષેપ કર્યો.  

કાર્યવાહી માટે અધિકારીઓને નિર્દેશ 
ફરાળમાં ભેળસેળ અંગે રાજકોટના મેયર પણ એક્શનમાં આવ્યા હતા.  અને વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.  હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આવા ફરાળી વિક્રેતાઓ ને ત્યાં આરોગ્ય વિભાગ દરોડા તો પાડે છે પરંતુ આરોગ્ય વિભાગ માત્ર નોટિસ આપીને સંતોષ મેળવે છે.   ત્યારે હવે અધિકારીઓ વેપારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ