ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / Mission rescue indians trapped ukraine air india plane russia

એરલિફ્ટ / મિશન રેસ્ક્યૂઃ યુદ્ધના ભણકારા વચ્ચે યૂક્રેનથી 242 ભારતીયોને લઇને દિલ્હી પહોંચ્યું એર ઇન્ડિયાનું વિમાન

Published By: Hiren

Last Updated: 12:33 AM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂક્રેન-રશિયા વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો અને યુદ્ધ તરફ બન્ને દેશો વધી રહ્યા છે. આ વચ્ચે ભારત સરકારે યૂક્રેનમાં ફંસાયેલા ઇન્ડિયન્સને બહાર કાઢવાનું મિશન શરૂ કરી દીધું છે.

ADVERTISEMENT

  • યૂક્રેન-રશિયા વચ્ચે યુદ્ધના એંધાણ
  • યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને દિલ્હી લવાયા
  • યૂક્રેનમાં રહેતા 242 ભારતીયોને લવાયા

મંગળવારે એર ઇન્ડિયાના AI1946 વિમાને ઉડાન ભરી. માહિતી અનુસાર, આ વિમાન દિલ્હી રાત્રે અંદાજિત 11:45 વાગ્યે પહોંચ્યું. આ વિમાનથી યૂક્રેનમાં રહેતા 242 ભારતીયોને લવાયા છે.

જણાવી દઇએ કે વિમાનથી ભારત પહોંચનારા લોકોને રિસીવ કરવા માટે તેમના પરિવારજનો પહેલાથી જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, હું યૂક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છું. ભારત પહોંચીને રાહત અનુભવી રહ્યો છું, પરિવારવાળા પણ ચિંતામાં હતા પરંતુ હવે તેઓ ખુશ છે.

યૂક્રેન માટે એર ઇન્ડિયાના પહેલા વિમાને આજે સવારે 7:30 કલાકે ઉડાન ભરી હતી. તેમાં પૂરી ક્ષમતા સાથે 242 લોકોને લાવવામાં આવ્યા. એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ભારતી લોકોને યૂક્રેનથી લવાયા.

જણાવી દઇએ કે, 24 અને 26 ફેબ્રુઆરીએ પણ એર ઇન્ડિયાના વિમાન યૂક્રેનમાં ફંસાયેલા લોકોને કાઢવા માટે ઉડાન ભરશે. એર ઇન્ડિયાએ આ પહેલા યૂક્રેન માટે કોઇ ફ્લાઇટ નહોતી ચલાવી, પરંતુ સંકટમાં ઘેરાયેલા ભારતીઓને બચાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટો ત્યાં જશે અને ભારતીયોને કાઢી લાવશે.

એર ઇન્ડિયા તરફથી જણાવાયું કે આગામી મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ભારતથી યૂક્રેન માટે 256 સીટોવાળી બોઇંગ 787 ડ્રીમ લાઇનર ઉડાન ભરશે. યૂક્રેનથી ભારત આવનારા નાગરિકો એર ઇન્ડિયાની બુકિંગ ઑફિસો, વેબસાઇટ્સ, કૉલ સેન્ટર અને અધિકૃત ટ્રાવેલ એજન્ટોના માધ્યમથી બુકિંગ શરૂ કરી શકે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Air India Russia ukraine એર ઇન્ડિયા યૂક્રેન રશિયા Ukraine Russia War

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ