બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Mission Recruitment PM Modi will give special gifts to thousands of job seekers on Diwali

ખુશીની ખબર / દિવાળીએ PM મોદી હજારો ઉમેદવારોને આપશે 'ખાસ' ભેટ, તૈયારીઓમાં લાગી સરકાર

Hiralal

Last Updated: 10:15 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી 22 ઓક્ટોબરે હજારો ઉમદવારોને તેમની નોકરીના જોઈનિગ લેટર સોંપવા જઈ રહ્યાં છે અને આ માટે સરકારે એક મોટી તૈયારી કરી લીધી છે.

  • PM મોદી 22 ઓક્ટોબરે હજારો ઉમેદવારોને સોંપશે જોઈનિંગ લેટર 
  • દિવાળી પહેલા સરકારે કરી મેગા ઈવેન્ટની તૈયારી
  • 2018 પછી પસંદગી પામેલા ઉમેદવારો ઈવેન્ટમાં લેશે ભાગ
  • સરકારે જૂનમાં 10 લાખ જગ્યાઓ ભરવાની કરી હતી જાહેરાત

દિવાળી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં હજારોની સંખ્યામાં નિમણૂકો આપશે. મિશન મોડ હેઠળ 22 ઓક્ટોબરે યોજાનારા આ મેગા ઇવેન્ટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આવા હજારો ઉમેદવારો, જેમણે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે, તેમને ઇમેઇલ દ્વારા નિમણૂક પત્રો મોકલવામાં આવી રહ્યા છે. તમામ ઉમેદવારો તેમના સીસીએ મુખ્યાલયમાં એકઠા થશે. ત્યાં તેમની જોડાવાની પ્રક્રિયા પૂર્ણ થશે. ઉમેદવારોને સંબંધિત વિભાગના મુખ્ય મથક અને ઝોનમાં પણ બોલાવવામાં આવ્યા છે. દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદી પસંદ કરેલા તમામ ઉમેદવારોને જોઈનિંગ લેટરની ભેટ આપશે. 

આવા કેન્દ્રીય વિભાગોમાં કરાઈ છે ભરતી 
કેન્દ્ર સરકારમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર અને જૂનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસરની જગ્યાઓ પર એક-બે મહિના પહેલાં જ પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂક કરી દેવામાં આવી છે. જે ઉમેદવારોમાં જોડાવાનું બાકી છે તેમાં ગ્રુપ સી સી સીજીડીએ ઓડિટર્સ, ડિવિઝનલ એકાઉન્ટન્ટ્સ, સીબીઆઇસી અને સીબીડીટીમાં ઇન્સ્પેક્ટર/ટેક્સ આસિસ્ટન્ટ, પ્રિવેન્ટિવ ઓફિસર્સ અને એક્ઝામિનર્સ, સીબીઆઇસીનો સમાવેશ થાય છે. મુંબઈ, ગોવા અને જયપુરમાં સીબીઆઈસીની નિયુક્તિ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 

પીએમ મોદીએ જુનમાં 10 લાખ જગ્યાઓ ભરવાની કરી હતી જાહેરાત 
મોદી સરકારે જૂનમાં મિશન મોડમાં કેન્દ્રીય વિભાગોમાં 10 લાખ જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. આ 10 લાખ જગ્યાઓ દોઢ વર્ષમાં ભરવાનું જણાવાયું હતું. પ્રધાનમંત્રી મોદીએ તમામ વિભાગને ભરતીનો આદેશ આપ્યો હતો જે પછી  અનેક વિભાગોમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે દિવાળી પર મળનારા નિમણૂક પત્રોમાં 2018 કે 2019માં બહાર આવેલી ઘણી ભરતીઓ છે, હવે તેમની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે. 

પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા વિનંતી
ડીઓપીટી દ્વારા તમામ મંત્રાલયો અને વિભાગોને 22 ઓક્ટોબરે 'મિશન મોડ' ની તૈયારી માટે જાણ કરવામાં આવી છે. સીબીઆઈસી દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, આ મેગા ઈવેન્ટમાં 2018 બાદ પસંદ થયેલા નવા પસંદ થયેલા ઉમેદવારો અને સીજીએલઈ 2019ના ઉમેદવારોએ જોડાવું જોઈએ અને તેઓ 22 ઓક્ટોબરે સંબંધિત સીસીએ મુખ્યાલયમાં આવી શકે છે અને તેમનો નિમણૂક પત્ર એકત્રિત કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ