બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Mission Raniganj Review in gujarati akshay kumar film

મનોરંજન / Mission Raniganj Review : ફિલ્મની એક એક ક્ષણ તમારા રુવાંડા ઉભા કરી દેશે.! 65 મજૂરોના રેસ્ક્યૂની સત્યકથા, વાંચો મિશન રાનીગંજનો રિવ્યૂ

Arohi

Last Updated: 11:55 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mission Raniganj Review: અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ' થિએટરમાં રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મમાં પરિણીતિ ચોપડા, અક્ષય કુમારની પત્નીનું પાત્ર નિભાવી રહી છે. જો આ વિકએન્ડ 'મિશન રાનીગંજ' ફિલ્મ જોવાનો પ્લાન હોય તો પહેલા આ રિવ્યૂ જરૂર વાંચી લેજો.

  • રિલિઝ થઈ ફિલ્મ 'મિશન રાનીગંજ'
  • 65 મજૂરોના રેસ્ક્યૂની સત્યકથા
  • વાંચો મિશન રાનીગંજનો રિવ્યૂ

અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ' એક સત્યધટનાથી પ્રેરિત છે. આ ફિલ્મમાં અક્ષય, રિયલ લાઈફ હીરો જસવંત સિંહ ગિલનું પાત્ર નિભાવી રહ્યા છે. તેમણે પોતાના જીવના જોખમે જમીનમાંથી લગભગ 350 ફૂટ નીચે ફસાયેલા 65 ખનન મજૂરીનો જીવ બચાવ્યો હતો. આ અઠવાડિયે રિલીઝ થનાર ફિલ્મોમાં અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ' પણ છે. 

2006માં હરિયાણાના કુરૂક્ષેત્રમાં નવી ટેક્નીક હોવા છતાં 50 ફૂટ નીચે બોરવેલમાં પડેલા પ્રિંસને બચાવવાનું અભિયાન જ્યાં 3 દિવસ ચાલ્યું હતું. ત્યાં જ આ ઘટનાથી 18 વર્ષ પહેલા 1989માં જસવંત સિંહ ગિલે ફક્ત 2 દિવસમાં જમીનમાં 350 ફૂટ નીચે ફસાયેલા 65 મજૂરોના જીવ બચાવ્યા હતા. 

કેપ્સૂલ મેન જસવંત સિંહના પાત્ર દ્વારા અક્ષય કુમારે એક વખત ફરી બતાવી દીધુ છે કે તે ખેલાડી કુમાર છે. શરૂઆતથી લઈને છેલ્લે સુધી આ ફિલ્મ આપણને ખુરશી પરથી હલવા નહીં દે. લગભગ અઢીસો વર્ષ જુની બ્રિટિશ ટેક્નીકની રીત આજે પણ દુનિયાભરની કોલસાની ખાણોમાં ઉપયોગ કરવામાં આવે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ભારતમાં પહેલી કોલસાની ખાસ 'રાનીગંજ'માં ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે કામ કરનાર બ્રિટિશ અધિકારીઓએ શરૂ કરી હતી. ભારતનો સંપૂર્ણ કોલસો બિઝનેસ અંગ્રેજોની બનાયેલી વ્યવસ્થાથી લેવામાં આવ્યો હતો. ભલે ઈંગ્લેન્ડ અને ભારતની આ ખાણ એક બીજાથી 6000 કિમી દૂર હતી પરંતુ એક વસ્તુ બન્ને ખાણમાં સમાન હતી અને તે હતી ખાણમાં થયેલી દુર્ઘટનાઓ. 

સ્ટોરી 
જસવંત સિંહ ગિલ પોતાની પ્રેગ્નેન્ટ પત્ની નિર્દોષની સાથે રાનીગંજ આવે છે. પશ્ચિમ બંગાળના રાનીગંજમાં જસવંત કોલ ઈન્ડિયા લિમિટેડમાં રેસ્ક્યૂ એન્જિનિયરનું કામ કરી રહ્યા હતા. જ્યારે માઈનમાં થયેલા બ્લાસ્ટ બાદ ખાણમાં પાણી ભગાઈ ગયું ત્યારે જમીનની નીચે ફસાયેલા 71 લોકોને બચાવવાની જવાબદારી જસવંતે પોતાની પર લીધી. જોકે મિશન શરૂ થતા પહેલા જ 6 મજૂરોનું મૃત્યુ થયુ હતું. કેવી રીતે જસવંતે આ મુશ્કેલ મિશનને પુરૂ કર્યું તે જોવા માટે તમારે 'મિશન રાનીગંજ' ફિલ્મ જોવી પડશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ડાયરેક્શન અને રાઈટિંગ 
આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે ટીનૂ દેસાઈએ, રૂસ્તમ બાદ આ ટીનૂની અક્ષય કુમારની સાથે બીજી ફિલ્મ છે અને આ ફિલ્મમાં તેમણે બિલકુલ પણ નિરાશ નથી કર્યા. લગભગ 7 વર્ષમાં ટીનૂનું વિઝન અને તેના ડાયેરેક્શનમાં ખૂબ જ ફેરફાર સામે આવ્યો છે અને આ ફેરફાર આ ફિલ્મમાં જોવા મળી રહ્યો છે. આ કોન્સેપ્ટ છે પૂનમ ગિલ એટલે કે જસવંત ગિલની દિકરીનો અને આ સ્ટોરીનું સ્ક્રીનપ્લે વિપુલ કે રાવતે લખ્યું છે. 

'મિશન રાનીગંજ'ના નિર્દેશનની વાત કરવામાં આવે તો ફિલ્મની સ્ટોરીની સાથે સાથે ડિટેલિંગ પણ તમને પ્રભાવિત કરી શકે છે. ફિલ્મમાં 80ના દશકને દર્શાવવામાં આવ્યું છે. તે સમયે સ્થિતિ, લોકો દ્વારા પહેરવામાં આવતા કપડા અને તેમની ભાષા આ બધાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ફિલ્મમાં જુના જમાનાની કારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રેસ્ક્યૂ મિશન વખતે ડોક્યુમેન્ટ્રીની જેમ સ્ટોરી એક જ સ્પીડમાં આગળ વધી રહી છે. ક્યારેક આ ટેન્શનમાં પણ તમને હસવું આવી શકે છે તો ક્યારેક હસતા હસતા તરત રડવું પણ આવી શકે છે. શરૂઆત અને એન્ડિંગ ખબર હોવા છતાં તમે આ ફિલ્મને કનેક્ટ કરી શકશો અને આજ ટીનૂની સૌથી મોટી સફળતા છે. 

એક્ટિંગ 
આ અક્ષય કુમાર ફિલ્મ છે. પોતાના જીવનને નજરઅંદાજ કરી મુશ્કેલ સમયમાં મગજ શાંત રાખીને પોતાનું કામ કરનાર જસવંત સિંહનું પાત્ર અક્ષય કુમારે ખૂબ જ સુંદરતાથી નિભાવ્યું છે. એરલિફ્ટથી વધારે 'મિશન રાનીગંજ' પ્રભાવિત કરે છે. ફિલ્મમાં એક તરફ જસવંત છે અને બીજી તરફ તેમની પત્ની. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષય કુમારની પત્નીનું પાત્ર નિભાવનાર પરિણીતિ ચોપડા ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહી છે. જોકે આ ફિલ્મમાં તેમણે કંઈ ખાસ નથી કર્યું. વરૂણ બડૌલા, કુમુદ મિશ્રા, રવિ કિશન, પવન મલ્હોત્રા અને દિવ્યેંદૂ ભટ્ટાચાર્ય જેવા કલાકાર પોતાના પાત્રને સંપૂર્ણ રીતે ન્યાય આપી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ