બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / અજબ ગજબ / Minor boys made to tie the knot to please rain gods in Karnataka

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા / લો બોલો ! વરસાદના ફાંફા અને અહીં બે સગીર છોકરાના લગ્નથી માન્યા મેઘરાજા ! અડધો કલાકમાં પાણી-પાણી

Hiralal

Last Updated: 04:56 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના ચિકમંગલુરુમાં ઈન્દ્ર દેવતાને રિઝવવા બે સગીર છોકરાના લગ્ન કરાવાયા હતા અને ગામલોકોનો દાવો છે કે લગ્નના અડધો કલાકમાં વરસાદ પડ્યો હતો.

  • કર્ણાટકના ચિકમંગલુરુમાં ઈન્દ્ર દેવતાને રિઝવવા કરાયા છોકરાના લગ્ન
  • છોકરાના લગ્નના અડધો કલાકમાં પડ્યો વરસાદ-ગામલોકોનો દાવો 
  • વિજાતિયની જેમ જ કરાયા સજાતિય લગ્ન 

હાલના મેઘરાજાએ રીસામણા લીધા છે. છેલ્લા એક મહિનાથી વરસાદનું એક ટીંપું પણ પડ્યું નથી. ખેતરમાં ઊભેલો પાક સુકાવા લાગ્યો છે અને હવે જો તાત્કાલિક વરસાદ નહીં પડે તો માઠી દશા થવાની નક્કી છે. આવી સ્થિતિમાં એક અજીબ ઘટનાથી વરસાદ આવ્યો હોવાનો દાવો થયો છે. વરસાદના દેવતાને રીઝવવા માટે બે સગીર છોકરાના લગ્ન કરાવાયા અને ગામલોકોનો દાવો છે કે લગ્નના થોડા સમય બાદ વરસાદ વરસ્યો હતો. 

છોકરાના લગ્ન બાદ અડધો કલાકમાં પડ્યો વરસાદ 
કર્ણાટકના એક ગામમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ગામના લોકોએ વરસાદના દેવતા (ઈન્દ્ર દેવતા) ને ખુશ કરવા માટે બે સગીર છોકરાઓના લગ્ન કરાવ્યા. વરસાદ નહીં પડે અને બાજરીનો પાક બગડશે તેથી ગામલોકો ચિંતિત હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ વરસાદ માટે દેવતા ખુશ રહે તે જરૂરી છે. દેવતાઓ પ્રસન્ન હોય તો વરસાદ પડવાની શક્યતા રહે છે. આનાથી તેમનો પાક ખરાબ નહીં થાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગામના લોકોનો દાવો છે કે જેવા અમે સગીર છોકરાઓના લગ્ન કરાવ્યા કે ગામમાં અડધા કલાકમાં જ વરસાદ પડ્યો હતો. 

ચિકકાબલ્લાપુરમાં બે છોકરાના લગ્ન  
છેલ્લા ત્રણ દિવસમાં ચિકકાબલ્લાપુર જિલ્લામાં સગીર છોકરાઓના લગ્નના બે કિસ્સા નોંધાયા છે. દેવતાઓને ખુશ કરવા માટે પૂનમના દિવસે ગામના લોકોએ બે સગીર છોકરાઓ સાથે જ લગ્ન કરી લીધા. 

વિજાતિય લગ્નની જેમ જ થયા સજાતિય લગ્ન 
લગ્ન માટે જે બે છોકરાની પસંદગી કરવામાં આવી હતી તે બન્ને પાંચમા ધોરણમાં ભણે છે. એક લઘુમતી સમુદાયનો છે જેને 'વરરાજા' બનાવવામાં આવ્યો હતો. બીજા છોકરા, જે દલિત સમુદાયનો છે, તેને 'દુલ્હન' બનાવાઈ હતી. આ લગ્ન માટે ગામભરના લોકો ભેગા થયા હતા અને મંગળસૂત્ર બાંધવા સહિતની તમામ વિધિ સંપન્ન થઇ હતી. બાદમાં વર-વધૂની આરતી ઉતારી તેમને ભેટ આપવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ