બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Ministry of Home Affairs recommends CBI probe in the Sonali Phogat death case: Sources

મોટો નિર્ણય / સોનાલી ફોગાટની પુત્રી યશોધરાનું માન્યું કેન્દ્ર સરકારે, ભાજપ નેતા મોત કેસની તપાસ CBIને સોંપી

Hiralal

Last Updated: 05:22 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણા ભાજપની નેતા સોનાલી ફોગાટ કેસ મોત સીબીઆઈને સોંપાયો છે. ગોવાના સીએમ સાવંતની સીબીઆઈ તપાસની ભલામણ ગૃહમંત્રાલયે સ્વીકારી લીધી છે.

  • ભાજપ નેતા સોનાલી ફોગાટ મોત કેસની CBI તપાસ
  • કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજૂરી 
  • ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ગૃહમંત્રાલયને કરી હતી ભલામણ
  • સીએમની ભલામણ સ્વીકારી લઈને મંત્રાલયે આપ્યો ઓર્ડર 
  • ભાજપ નેતા સોનાલી ફોગાટનું મોત 23 ઓગસ્ટે ગોવાની હોટલમાં થયું હતું 

ગોવાની હોટલમાં 23 ઓગસ્ટ 2022ના દિવસે હરિયાણાની મહિલા ભાજપ નેતા સોનાલી ફોગાટના થયેલા સંદિગ્ધ મોત કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગોવાના સીએમ પ્રમોદ સાવંતની સીબીઆઈ તપાસની ભલામણને સ્વીકારી લઈને સીબીઆઈને આ કેસની તપાસનો આદેશ આપ્યો છે.  સોનાલીની 15 વર્ષીય પુત્રી યશોધરા ફોગાટે પણ તેની માતાની સીબીઆઈ તપાસ કરાવવાનો વારંવાર આગ્રહ સેવ્યો હતો, કેન્દ્ર સરકારે યશોધરા અને ગોવાના સીએમની માગને સ્વીકારી લઈને આ કેસ હવે સીબીઆઈને સોંપી દીધો છે. 

સોનાલીની પુત્રી યશોધરાએ સીબીઆઈ તપાસની માગ કરી હતી
ઉલ્લેખનીય છે કે સોનાલી ફોગાટની એકમાત્ર 15 વર્ષીય પુત્રી યશોધરા ફોગાટે તેની માતાના મોત કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનું સરકારને વારંવાર જણાવ્યું હતું. યશોધરાનું કહેવું હતું કે સરકાર આ મામલે યોગ્ય તપાસ કરી રહી નથી અને આથી તેને માતાને ન્યાય મળવો જોઈએ. 

ગોવા પોલીસ પણ કરી રહી છે સોનાલી ફોગાટ મોત કેસની તપાસ 
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ભાજપ નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મોત મામલે CBI તપાસની ભલામણ કરી હતી.. સોનાલી ફોગાટની ગોવામાં એક રિસોર્ટમાં પાર્ટી ખતમ થયા બાદ મોત થઈ ગયું હતું. સોનાલી ફોગાટના પરિવારના લોકો સતત આ મામલે સીબીઆઈની તપાસની માગ કરી રહ્યા હતા. હરિયાણા સરકારે પણ પરિવારની માગનું સમર્થન કર્યું હતું. ગોવા સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે, સોનાલી ફોગાટ પર ગોવા પોલીસ યોગ્ય તપાસ કરી રહી છે. પોલીસને કેટલીય મહત્વની કડીઓ મળી છે. પણ સોનાલી ફોગાટના પરિવારની સોનાલાની દિકરીની ડિમાન્ડ છે કે આ મામલે સીબીઆઈ તપાસ કરે. ત્યારે આવા સમયે આજે આ કેસ સીબીઆઈને આપવાની ભલામણ કરી છે. હું ખુદ ગૃહમંત્રીને પત્ર લખીને માગ કરી રહ્યો છું કે, આ મામાલામાં સીબીઆઈ તપાસ થવી જોઈએ.

23 ઓગસ્ટે ગોવાની હોટલમાં સોનાલી મૃત મળી આવી હતી 
ગોવાના કર્લીજ રેસ્ટોરંટમાં સોનાલી ફોગાટનું 23 ઓગસ્ટના રોજ મોત થઈ ગયું હતુ. સોનાલી ફોગાટના મોત મામલે પરિવાર તરફથી સતત સીબીઆઈની તપાસની માગ થઈ રહી છે. પરિવારનો આરોપ છે કે, ગોવા પોલીસ આ મામલે યોગ્ય તપાસ કરી રહી નથી. સોનાલી ફોગાટના ભત્રીજા વિકાસ સિંઘમારે હાલમાં જ આરોપ લગાવ્યો હતો કે, ગોવા પોલીસ પર રાજકીય પ્રેશર છે. એટલા માટે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દેવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ