બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Minister Nitin Gadkari inaugurated 48 crore works in Vadodara

સુવિધા / વડોદરાને ડબલ ફાયદો: મંત્રી નીતિન ગડકરીએ 48 કરોડના કાર્યોનું ઉદ્ધાટન કર્યું, બીજા 1 હજાર કરોડના કામો મંજૂર, જુઓ ક્યાં શું બનશે

Kishor

Last Updated: 07:48 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવે પરના જાંબુઆ-પોર-બામણગામ પાસેના સાંકડા પુલને ચાર માર્ગીય બનાવવા રૂ. ૧૦૦૦ કરોડ મંજૂર કર્યા છે.

  • વડોદરાને અન્ય નવી પરિયોજનાઓની ભેટ
  • વધ્યું વડોદરાનું અભિમાન : રૂ. ૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત વિવિધ પ્રકલ્પોની મળી ભેટ
  • વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાથી છૂટકારો, અનેક માનવ જિદંગીઓ બચશે: ગૃહરાજયમંત્રી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન બે રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ કરાયું હતું. વડોદરામાં નેશનલ હાઈવે પર અન્ય સુધારકાર્ય અને નવી પરિયોજનાઓની જાહેરાત કરી હતી. વડોદરાની હદમાં આવતા નેશનલ હાઈવે પરના જાંબુઆ-પોર-બામણગામ પાસેના સાંકડા પુલને ચાર માર્ગીય બનાવવા માટે અને છાણી જંક્શન પર અંડરપાસના નિર્માણ માટે કેન્દ્રીય મંત્રીએ મંજૂરી આપી છે.

વડોદરાથી વાપી સુધીના નેશનલ હાઈવે પર પુલ
વડોદરા નજીક નેશનલ હાઈવે પર આવેલા દુમાડ અને દેણા ચોકડી પર નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજ અને દેણા અંડરપાસ તેમજ સર્વિસ રોડ સહિત રૂ. ૪૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ તકે ગડકરીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓથી ગુજરાત વિકાસના માર્ગે દેશમાં અગ્રેસર રહેશે. ગુજરાત સાથે જ સમગ્ર દેશમાં વર્ષ-2024 ના અંત સુધી અમેરિકા જેવા રસ્તાઓ અને વૈશ્વિક સ્તરની આંતરમાળખાકીય સુવિધા હશે. અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર છાણી જંક્શન પર અંડરપાસના નિર્માણ માટે મંજૂરી આપતા ગડકરીએ કહ્યું હતું કે, ઝડપથી જ કામ શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત વડોદરાથી વાપી સુધીના નેશનલ હાઈવે પર આવતા તમામ પુલને ચાર માર્ગીય બનાવવામાં આવશે. નર્મદા અને તાપી નદી પર વધારે ૧-૧ પુલ બનાવવા માટે રૂ. ૧૦૦૦ કરોડની મંજૂરીની તેમણે જાહેરાત કરી હતી.

મને ટ્રાફિકનું ભારણ અને બ્લેક સ્પોટવાળી જગ્યાની માહિતી આપો

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, પવિત્ર યાત્રાધામ અને શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં રૂ. 1200 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે, જે આગામી જન્માષ્ટમી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.જો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું નહીં હોય તો વિકાસ નહીં થાય તેવું ભારપૂર્વક જણાવી ગડકરીએ કહ્યું કે, સુરક્ષા એ આ સરકારની પ્રાથમિકતા છે. તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગુજરાતમાં ક્યાંય પણ બ્લેક સ્પોટ હોય તો તાકીદે તેમને જાણ કરવા અનુરોધ કર્યો હતો. ગડકરીએ કહ્યું કે, મને ટ્રાફિકનું ભારણ અને બ્લેક સ્પોટવાળી જગ્યાની માહિતી આપો, હું સત્વરે સુધારકાર્ય કરાવીશ.

ગુજરાતમાં નેશનલ હાઈ-વે પરના બ્લેક સ્પોટમાં ૮૮ ટકા અને મૃત્યુના પ્રમાણમાં ૨૨ ટકાનો ઘટાડો થયો હોવાનું જણાવી તેમણે માર્ગ અકસ્માતો અને તેમાં મૃત્યુથી દેશને ખૂબ મોટું નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું.ગુજરાતમાં નેશનલ હાઈવે પરના સૌથી મોટા બ્લેક સ્પોટ તેમજ વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવી દુમાડ-દેણા ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ, દેણા અંડરપાસ અને સર્વિસ રોડના નિર્માણથી અનેક માનવ જિદંગીઓ બચશે. તદઉપરાંત પ્રદૂષણ અને હેરાનગતિથી પણ વાહનચાલકોને ખૂબ મોટી રાહત મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નીતિન ગડકરીનો આભાર માન્યો
હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશ વિકાસની નૂતન ઉંચાઈઓ સર કરી રહ્યો છે. સાંસદ રંજનબેન ભટ્ટે વડોદરાવાસીઓને આ અમૂલ્ય ભેટ આપવા બદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, માત્ર ૨૧ માસના ટૂંકા ગાળામાં રાત-દિવસ મહેનત કરીને આ બંને પ્રકલ્પોનું નિર્માણકાર્ય કરાવવા બદલ વડોદરા સહિત સમગ્ર ગુજરાતના વાહનચાલકોને ખૂબ મોટી રાહત મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ફ્લાયઓવર બ્રિજ અને અંડરપાસના નિર્માણથી વાહનચાલકોનો સમય અને નાણાનો બચાવ થશે, તેમ તેમણે કહ્યું હતું. વર્ષો જૂની અને ખૂબ મોટી ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ બદલ તેમણે વડોદરાવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દુમાડ ચોકડી પર નિર્મિત ત્રણ કિલોમીટર લંબાઈનો ફ્લાયઓવર બ્રિજ રૂ. ૩૧ કરોડના ખર્ચે અને ૧ કિલોમીટર લંબાઈનો દેણા ફ્લાયઓવર બ્રિજ અને અંડરપાસનું કામ રૂ. ૧૭ કરોડ સહિત કુલ રૂ. ૪૮ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ