બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / milkha singh wife nirmal milkha dies of covid milkha couldnt attend her funeral since he is hospitalis

નિધન / 'ફ્લાઈંગ સિખ' મિલ્ખા સિંહની પત્નીનું કોરોનાથી થયું નિધન, અંતિમ સંસ્કારમાં પણ ન થઈ શક્યા સામેલ

Published By: Bhushita

Last Updated: 06:56 AM, 14 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાન દોડવીર મિલ્ખા સિંહના પત્ની નિર્મલ મિલ્ખા સિંહનું કોરોનાથી નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. 'ફ્લાઈંગ સિખ' તેમના મુખાગ્નિમાં સામેલ થઈ શક્યા નહીં કારણ કે તેઓ હજુ પણ આઈસીયૂમાં છે.

  • મિલ્ખા સિંહના પત્ની નિર્મલ મિલ્ખા સિંહનું કોરોનાથી નિધન
  • મિલ્ખા સિંહ હજુ પણ આઈસીયૂમાં એડમિટ
  • પત્નીના મુખાગ્નિમાં સામેલ થઈ શક્યા નહીં

મહાન દોડવીર મિલ્ખા સિંહની પત્નીનું કોરોનાથી નિધન થયું છે. નિર્મલ મિલ્ખા સિંહ 85 વર્ષની ઉંમરના હતા. પંજાબ સરકારમાં રમત નિર્દેશક (મહિલા)  અને ભારતીય મહિલા રાષ્ટ્રીય વોલીબોલ ટીમની પૂર્વ કપ્તાન પણ હતી. પતિ મિલ્ખા સિંહ હોસ્પિટલમાં એડમિટ હોવાના કારણે તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહીં. 

પરિવારે કહી આ વાત

નિર્મલ મિલ્ખા સિંહના નિધનની જાણકારી આપતા પરિવારે કહ્યું કે અમને જણાવતા ખૂબ દૂઃખ થાય છે કે નિર્મલ મિલ્ખા સિહનું સાંજે 4 વાગે કોરોનાના કારણે નિધન થયું છે.  પરિવારે કહ્યું કે પંજાબ સરકારમાં રમત નિર્દેશક (મહિલા)  અને ભારતીય મહિલા રાષ્ટ્રીય વોલીબોલ ટીમની પૂર્વ કપ્તાન પણ હતી. નિર્મલે કોરોનાની લડાઈ બહાદુરી સાથે લડી પણ જીતી શકી નહી. તે મિલ્ખા પરિવારનો ખાસ ભાગ રહી હતી. 

મિલ્ખા સિંહ પત્નીના મુખાગ્નિમાં સામેલ થઈ શક્યા નહીં
કહેવામાં આવ્યું છે કે એ વાતનો અફસોસ છે કે પતિ મિલ્ખા સિંહ આજે સાંજે કરાયેલા દાહ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નથી કેમકે તેઓ હજુ પણ આઈસીયૂમાં છે. પરિવારે લડાઈ સમયે એકતા અને પ્રાર્થના માટે દરેકનો આભાર માન્યો છે. જેણે બહાદુરીથી તેનો સામનો કરવાની તાકાત આપી છે. 

જાણો નિર્મલ મિલ્ખા સિંહ વિશે
નિર્મલ મિલ્ખાનો જન્મ 8 ઓક્ટોબર 1938માં પાકિસ્તાનના શેખપુરામાં થયો હતો. આ ઉપરાંત તે  3 અલગ અલગ અવસરોએ પંજાબ વોલીબોલ ટીમની કપ્તાન હતી. 1955માં તેઓ ભારત વોલીબોલ ટીમના ભાગના રૂપમાં શ્રીલંકા ગઈ હતી. અહીં તેમની મુલાકાત મિલ્ખા સિંહ સાથે થઈ, બંનેએ 1962માં લગ્ન કર્યા, પરિવારમાં દીકરો જીવ મિલ્ખા અને એક દીકરી છે. દીકરી મોના મિલ્ખા સિંહ ન્યૂયોર્કના મેટ્રોપોલિટન હોસ્પિટલ સેન્ટરમાં ડોક્ટર છે. 

કોરોનાની લડી લડી રહેલા મહાન દોડવીર મિલ્ખા સિંહની સારવાર ચંડીગઢના પીજીઆઈએમઈઆર હોસ્પટલમાં ચાલી રહી છે. હાલમાં જ પીજીઆઈ ચંડીગઢે મિલ્ખા સિંહનો એક ફોટો જાહેર કર્યો હતો જેમાં તે આઈસીયૂમાં એડમિટ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Milkha Singh nirmal milkha singh passed away અંતિમ સંસ્કાર કોરોના વાયરસ નિધન નિર્મલ મિલ્ખા સિંહ મિલ્ખા સિંહ nirmal milkha dies of covid

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ