બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / migrant workers need money along with free foodgrains says raghuram rajan

નિવેદન / 20 લાખ કરોડના પેકેજ અંગે રઘુરામ રાજનનું મોટું નિવેદન કહ્યું PMO પહેલાં આ કામ કરે

Published By: Mehul

Last Updated: 09:51 PM, 21 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કોરોના મહામારીને કારણે દેશની અર્થવ્યવસ્થાને બચાવા માટે જાહેર કરાયેલા 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજને અપૂરતું ગણાવી છે. તેઓએ કહ્યું કે સરકાર પ્રવાસી શ્રમિકોને મફતમાં અનાજ અને દાળ આપી છે પરંતુ દૂધ, શાકભાજી, તેલ અને ઘરના ભાડા આપવા માટે તેમને પૈસાની જરૂર છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાની સામે ગંભીર પડકાર છે, જેને કોઇપણ રિસોર્સથી પૂર્ણ કરી શકાશે નહીં.

  • 20 લાખ કરોડ રૂપિયાના પેકેજમાં ઘણી સારી જાહેરાત, પરંતુ જરૂરિયાત તેના કરતા વધારે : રઘુરામ રાજન
  • પેકેજમાં ઇકોનોમીમાં રિકવરીને લઇને મોટી જાહેરાત કરાઇ નથી, કેટલાક સેક્ટરમાં સુધારણાની જરૂર

એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન રાજને કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં કોરોના વાયરસ મહામારીના આવ્યા પહેલાથી મંદી છવાયેલી હતી. વિકાસ દર સતત ઘટતો જઇ રહ્યો હતો. એવામાં અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવા ઘણું કરવાનું બાકી છે. 20 લાખ કરોડ રૂપિયાના પેકેજને લઇને તેઓએ કહ્યું કે તેમા ઘણી સારી જાહેરાત પણ છે, પરંતુ જરૂરિયાત તેના કરતા વધારે છે. 

ઇકોનોમીમાં અલગ-અલગ જરૂરિયાત

તેઓએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાને કેટલીક જગ્યાએ રીપેર કરવાની જરૂર છે. આ કામ દરેક સેક્ટરમાં જેમકે, કેટલીક બેન્ક, મોટી કંપનીઓ, એમએસએમઇમાં જરૂરી છે. કેટલીક જગ્યાઓ પર રિકવરી કરવાની જરૂર છે, જ્યાં સ્ટિમ્યૂલસ પેકેજ કામ આવશે અને આ ઉપરાંત કેટલીક જગ્યાઓ પર પૂર્ણ સુધારણાની જરૂર છે. 

પ્રવાસી મજૂરોને કેશની જરૂર

આત્મનિર્ભર ભારત પેકેજની ખામીઓને લઇને રઘુરામ રાજને કહ્યું કે તેમા ઇકોનોમીમાં રિકવરીને લઇને મોટી જાહેરાત કરાઇ નથી. તેમા પ્રવાસી મજૂરોની જરૂરિયાતો અને સમસ્યાઓને પણ સાચી રીતે ડીલ કરવામાં આવી નથી. તેમને મફત અનાજની સાથે-સાથે પૈસાની પણ જરૂર છે, પરંતુ તેમ કરવામાં આવ્યું નથી. 

સ્ટિમ્યુલસ પેકેજમાં સરકારની તરફથી જનધન ખાતાધારકોને દર મહીને 500-500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાતં 5 કિલો અનાજ અને 1 કિલો દાળ પણ મળી રહી છે. પ્રવાસી શ્રમિકોને મફત અનાજની સાથે-સાથે રોકડની પણ જરૂર છે જેથી તેઓ પોતાની અન્ય જરૂરિયાતો પૂર્ણ કરી શકે. 

વિપક્ષની મદદ લેવી જોઇએ

રઘુરામ રાજને કહ્યું કે સંકટના આ સમયે સરકારે વિપક્ષની મદદ લેવી જોઇએ. તેમની ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થવો જોઇએ. આ કામ માત્ર વડાપ્રધાન કાર્યાલય ન કરી શકે. દેશમાં આવા ટેલેન્ટની કોઇ અછત નથી, જે આ સંકટના સમયે સરકારની પૂર્ણ મદદ કરે અને તેનો ફાયદો પણ મળતો.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus National News Raghuram Rajan રઘુરામ રાજન Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ